7 ડિસેમ્બર અમાવસ્યાના દિવસે આ 5 કામ કરો તમારું ભાગ્ય બદલાઈ જશે. અને જુઓ તેનું શુભ મુહૂર્ત..

0

ભગવાનની પૂજા અર્ચના કરવા માટે દરેક દિવસ શુભ હોય છે. પરંતુ માર્ગશીર્ષ મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ માટે શુભ ગણવામાં આવે છે.

માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના તિથિને માર્ગશીર્ષ અમાવસ્યા કહેવામાં આવે છે. શાસ્ત્રોનું માનીએ તો એવું કહેવામાં આવે છે કે આ મહિનો લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે. એટલા માટે આ દિવસે લક્ષ્મી પૂજાનું વિશેષ મહત્ત્વ છે. માર્ગશીર્ષ અમાવસ્યા નું શુભ મુહૂર્ત ,પૂજા વિધિ મહત્વ અને આ દિવસે કયા કાર્ય કરવા જોઈએ.

શુભ મુહૂર્ત:-

વર્ષ 2018 માર્ગશીર્ષ મહિનાની અમાવસ્યા સાત ડિસેમ્બર શુક્રવારના દિવસે આવે છે. માર્ગશીર્ષ અમાવસ્યા તીથી 6 ડિસેમ્બર ગુરૂવાર 12:12 મિનિટ પ્રારંભ થશે. 7 ડિસેમ્બર શુક્રવાર 12: 50 મિનિટ પર સમાપ્ત થશે.

પૂજા વિધિ:-

આ દિવસે સવારે વહેલા ઊઠીને નદી અથવા તળાવમાં અથવા ઘરે સ્નાન કરવુ. ત્યાર પછી વ્રતનો સંકલ્પ કરવો. આ દિવસે સૂર્ય ભગવાનને અર્ધ્ય આપીને પૂર્વજોને યાદ કરવા. પછી ભગવાન સત્યનારાયણની પૂજા તથા કથા આરતી કરવી.

અમાવસ્યાના દિવસે દાન અવશ્ય કરવુ.

સમયે મંદિરમાં દીવો પ્રગટાવો તેમજ ભગવાન સત્યનારાયણ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવી.
મહત્વ:- શાસ્ત્રોમાં માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસમાં પિત્રુઓની પુજા કરવા માટેનો વિશેષ દિવસ માનવામાં આવે છે.

આ દિવસે વ્રત અને પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેમજ તેની સાથે પિતૃ દોષ પણ દૂર થાય છે.આ દિવસે ગંગા સ્નાન કરવાનો પણ ખૂબ જ મહત્વ છે. આ મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણે ગીતા નુ દિવ્ય જ્ઞાન આપ્યું હતું. જેના કારણે આ મહિનામાં આવવાવાળી અમાવસ્યા તિથિને અધિક લાભકારી તેમજ વિશેષ ફળ આપવાવાળી માનવામાં આવે છે.

-:અમાવસ્યાના દિવસે આ કામ અવશ્ય કરો:-

1)અમાવસ્યાના દિવસે શિવ મંદિરમાં જઈ શિવલિંગ પર દૂધની અંદર કાળા તલ અથવા તો મધ નાખીને ચડાવવું. તેઓ કરવાથી વ્યક્તિની દરેક પ્રકારની સમસ્યા દૂર થશે અને સફળતાનો માર્ગ પ્રાપ્ત થશે.

2)આ દિવસે ભગવાન શિવને ચોખાની ખીર તેમજ ચોખા ચઢાવવુ શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિને ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે.

3)અમાવસ્યાના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને લાલ કલર ની ધજા ચડાવી. જેનાથી તમારું ભાગ્ય ચમકશે

4) અમાવસ્યાના દિવસે શનિદેવને તેલ અથવા તો કાળી અડદની દાળ ચઢાવી.

5) પીપળ ના ઝાડ ને ભગવાનનો વાસ માનવામાં આવે છે તેથી પીપળનાં ઝાડ નીચે સરસોના તેલનો દિપક જલાવવો જોઈએ. તેનાથી લાભ થાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here