એલોવેરા અને મધ ના છે અગણિત ફાયદાઓ, ડાર્ક સ્પોટ-ખીલ ને કરો દૂર અને ચમકાવો ચેહરો…..

0

એલોવેરા ઘણી પ્રકાર ની ઔષધીઓ ના ગુણ થી ભરપૂર હોય છે. દરેક પ્રકાર ની શારીરિક સમસ્યા માટે એલોવેરા ના કોઈ ને કોઈ લાભ અવશ્ય હોય છે. જેમાં થી ત્વચા સંબંધી સમસ્યાઓ માટે ખૂબ જ છે.ઘણા લોકો ને પોતાના ચહેરા પર દાગ કે નિશાન જોવા મળે છે આ પીગમેંટેશન ની સમસ્યા છે જે છોકરીઓ માં સામાન્ય રૂપે વધુ જોવા મળે છે. આવા સમયે તમને આ સમસ્યા થી છુટકારો મેળવવા માટે અમે તમને એલોવેરા ના ઘણા સરળ ઉપાયો વિશે માહિતી આપીશું, જે તમને ઘણો ફાયદો કરશે.
પિગ્મેંટેશન, ડાર્ક સ્પોર્ટ, ફ્રેકેલ્સ અને અસમાન ત્વચા, આ બધી ચહેરા પર થતી સામાન્ય સમસ્યાઓ છે, જે ઘણી ગંભીર પણ બની શકે છે. આના માટે અથવા તો તેને દૂર કરવા માટે ઘણા ઘરેલુ ઉપાયો ને પણ અજમાવવા માં આવે છે. જેમાં નો એક ઉપાય એલોવેરા છે. એલોવેરા ના નીચે આપેલા ફાયદા છે અને તેનો આ રીતે ઉપયોગ કરવા થી ઘણો લાભ થાય છે.

ત્વચા માટે એલોવેરા અને મધ ના ફાયદાઓ:ત્વચા પર થતી ઘણી સમસ્યા માટે આ મિશ્રણ ખૂબ જ ફાયદાકારક છે. જો તમારી ત્વચા પર બ્લીચ ને કારણે કોઈ પ્રકાર ની સાઈડ ઇફેક્ટ થાય તો આ મિશ્રણ નો ઉપયોગ તેના માટે ખૂબ સારો છે. અને આ પ્રયોગ જરૂર થી કરવા જેવો છે. આના થી તમારી ત્વચા પૈમ્પર થશે અને બરાબર પણ થઈ જશે.એન્ટિ-ફ્લેમેટ્રી અને એન્ટિ બેકટરીયલ ગુણો થી ભરપૂર એલોવેરા માં ત્વચા પર થતી એલર્જી ને દૂર કરવા માટે ઘણા ગુણો થી ભરપૂર છે. એલોવેરા ત્વચા માં સમાઈ જાય છે અને તેને સુંદરતા પ્રદાન કરે છે. આ ઉપરાંત શુધ્ધ મધ ત્વચા ને માટે રામબાણ સમાન પણ સાબિત થાય છે. જો ત્વચા માં કોઈ પ્રકાર થી સમસ્યા હોય તો એલોવેરા અને મધ તેને માટે ખૂબ અસરકારક ઈલાજ સાબિત થાય છે. તે ત્વચા ને ચમક પ્રદાન કરે છે. અને ખીલ માં થતાં દાણા ને પણ રોકે છે. તેમાં એન્ટિ ઓક્સિડેંટ ખૂબ જ વિપુલ પ્રમાણ માં મળી આવે છે. આ મિશ્રણ થી ત્વચા પર ઉપરોક્ત પ્રકાર ના બધા જ ફાયદાઓ થાય છે અને તમે તેને આ પ્રકારે વિધિપૂર્વક ઉપયોગ કરી શકો છો.1. એલોવેરા ના પાન ને લો અને તેમાં થી રહેલા બધા જ જેલ ને બહાર કાઢી નાખો. અને તેની પેસ્ટ બનાવી લો. અને પછી તેને ડાયરેકટ ચહેરા પર લગાવી લો.
2. બીજા ઉપાય માં તમે એલોવેરા ના પાન ને લો અને તેમાં થી રહેલા બધા જ જેલ ને એક બાઉલ માં કાઢી નાખો. ત્યાર બાદ તેમાં કોઈપણ ફ્રૂટ ને મિક્સ કરી નાખો. અને તેને સારી રીતે ત્વચા પર લગાવી લો.
3. રાતે સૂતા પહેલા એલોવેરા નો એક કટકો લો અને તેના જેલ ને પ્રભાવિત ભાગ પર મસળો. તેને આખી રાત લગાવેલું રહેવા દો અને સવારે ઉઠી ને સાફ પાણી થી ચહેરા ને ધોઈ નાખો. આ પ્રયોગ બે અઠવાડીયા સુધી કરવો અને તેનો બે અઠવાડીયા માં જ પરિણામ જોવા મળશે.4. 2 ચમચી એલોવેરા નું જેલ લો અને તેમાં અડધી ચમચી મધ નાખી ને મિક્સ કરો. આ મિશ્રણ ને 10 મિનિટ આમ જ રહેવા દો. હવે તેને પ્રભાવિત ભાગ પર લગાવી લો. 20 મિનિટ પછી ઠંડા પાણી થી ચહેરા ને ધોઈ નાખો. આ પ્રયોગ બે અઠવાડીયા સુધી સતત કરવો. આના થી તમારો ચહેરો એકદમ સાફ થઈ જશે.
5. એલોવેરા માં કાકડી ના પલ્પ અથવા જ્યુસ મિક્સ કરી લો અને તેને રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવી ને સૂવો. એ પ્રયોગ તમે દરરોજ કરી શકો છો. આના થી ચહેરા પર નિખાર આવી જશે.
6. મધ ને લો અને તેને એમ જ ચહેરા પર લગાવી લો. તેના સુકાઈ ગયા પછી થોડા ગરમ પાણી થી ચહેરા ને ધોઈ નાખો. એના થી ચહેરા પર ના દાગ, ખીલ દૂર થશે અને ચહેરા પર ચમક પાછી આવી જશે.આમ એલોવેરા અને મધ નું મિશ્ર કરી ને તેનું પેસ્ટ બનાવી ને ચહેરા પર લગાવવા થી ઘણો જ ફાયદો થશે. સાથે-સાથે તે કોઈપણ પ્રકાર નુ નુકસાન પણ નથી કરતું. આ એક પ્રાકૃતિક પ્રયોગ છે.

Author – GujjuRocks (માધવી આશરા ‘ખત્રી’)
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ.
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here