અજય દેવગન પોતાની લાડકી દીકરી ન્યાસા ની દરેક ખુશી નું ધ્યાન રાખે છે. આજ કારણ છે કે ન્યાસા માટે તેમણે સિંગાપોર માં એક ફ્લેટ ખરીદ્યો છે.
અજય ની દીકરી ન્યાસા દેવગન સિંગાપોર માં અભ્યાસ કરી રહી છે. ન્યાસા ત્યાં યુનાઇટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઇસ્ટ એશિયા માં રહીને હાયર સ્ટડીઝ કરી રહી છે.
સિંગાપોર નો સૌથી પૉશ વિસ્તાર માંથી એક ઓર્ચડ રોડ પર ન્યાસા માટે એક શાનદાર એપાર્ટમેન્ટ ખરીદવામા આવ્યો છે. ન્યાસા જે સ્કૂલ માં ભણે છે ત્યાં હોસ્ટેલ છે જ પણ તે એક અલગ ઘર માં રહેવા માગે છે.
દીકરી ની ઈચ્છા નું ધ્યાન રાખતા અજયે તેના માટે સિંગાપોર માં શાનદાર ફ્લેટ ખરીદ્યો છે.
લાંબા સમય થી અજય અને કાજોલ પોતાની દીકરી માટે ત્યાં ઘર ની શોધ કરી રહ્યા હતા. ન્યાસા જાન્યુઆરી 2019 સુધી હોસ્ટેલ છોડી ને પોતાના નવા ઘર માં શિફ્ટ થઇ જાશે. ન્યાસા ની ઉંમર ના તમામ સેલેબ્સ બૉલીવુડ માં કામ કરવા માગે છે પણ ન્યાસા પોતાના માતા-પિતા ની જેમ બૉલીવુડ માં કેરિયર બનાવા નથી માગતી.
અમુક દિવસ પહેલા અજયે ન્યાસા ના ફિલ્મી કેરિયર ને લઈને વાત કરી હતી. અજયે એક ઇન્ટરવ્યુ માં કહ્યું હતું કે,”ન્યાસા ફિલ્મોમાં આવવા માટે એટલી ઉતાવળી નથી, તે ફિલ્મો વિશે વાત પણ નથી કરતી. તે બસ માત્ર પોતાની સ્કૂલ લાઈફ ને એન્જોય કરવા માગે છે.
ફિલ્મો હજી તેના લિસ્ટ માં આવી નથી.આ સિવાય ન્યાસા ફક્ત મારી ફિલ્મોમાં ભૂલો જ કાઢે છે”.
જણાવી દઈએ કે ન્યાસા મુંબઈ છોડીને જયારથી સિંગાપોર ગઈ છે તેના પિતા નું મુંબઈ માં મન જ નથી લાગતું.
એક સમય એવો પણ હતો કે જયારે અજય ઊંઘ ની દવા લેતા હતા. તેને દરેક સમયે ન્યાસા ની જ યાદ આવતી હતી.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
