વિશ્વભરમાં કરોડો લોકો સ્થૂળતાના કારણે મુશ્કેલીમાં છે. મેદસ્વીતાને લીધે, તેઓ યોગ્ય રીતે જીવવાનો આનંદ મેળવી શકતા નથી અને ન તો ખાવા પીવાની સ્વાદિષ્ટ વસ્તુઓનો આનંદ પણ નથી ઉઠાવી શકતા. સ્થૂળતા માત્ર તમારા વ્યક્તિત્વને બગાડે છે, એવું નથી પણ તે અનેક રોગોનું કારણ બને છે. મેદસ્વીપણું ઘટાડવા એ એક સરળ કામ નથી, પરંતુ અમે આજે તમને એવા ઉપાયો જણાવવા જઈ રહ્યાં છીએ જેનો આરામથી ઉપયોગ કરીને પણ તમે જડપથી તમારો વજન ઘટાડી શકો છો. એ વસ્તુ તમને તમારા રસોડામાંથી આરામથી મળી જશે. તે છે “અજમો ” અજમો એ એક આયુર્વેદ ઔષધીમાની એક છે. જે સ્થૂળતા ઘટાડે છે અને આરોગ્યને સુધારે છે. ચાલો જાણીએ કે અજમાનો ઉપયોગ કરી કેવી રીતે મેદસ્વીતાને ઘટાડી શકાય છે.
વજન ઘટાડવા માટે અસરકારક ઉપાય છે અજમો :
મેદસ્વીપણું ઘટાડવા માટે અજમો સૌથી અસરકારક છે. વજન ઘટાડવા, રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો નાખીને સવાર સુધી પલાળી રાખો.અને પછી સવારે તેને ગાળીને એમાં મધ એડ કરીને તેને નિયમિત પીવાનું રાખો. વજન ઘટવાનું ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે.
પરંતુ અજમાના આ ઉપાય કરવાથી કોઈ ચમત્કાર થતો નથી. એના માટે તમારે યોગ્ય આહાર અને રોજ થોડી કસરત કરવી પણ જરૂરી બને છે.
સાથે સાથે તમારે શરીરને હાઈડ્રેટ પણ રાખવું પડે છે. માટે આખો દિવસ પાણી પુષ્કળ પીવો અને લીલા શાકભાજી અને મોસમી ફળો ખાવાનું રાખો. .
પાચન સંબંધી સમસ્યાઓ થશે દૂર :
જો પાચન સારું ન હોય મેટાબ્લેઝીમ ખરાબ થાય છે અને તેનાથી સ્થૂળતા પણ વધે છે. પાચન સાથે સંકળાયેલી કોઈપણ સમસ્યાને સુધારવા માટે જમો મદદરૂપ થાય છે. આ એક પ્રકારની એન્ટિઓક્સિડન્ટ છે જે ડિપ્રેશન સામે રક્ષણ આપે છે. છાશની સાથે અજમો લેવાથી પાચનની સમસ્યાઓ અને ખીલની સમસ્યામાં રાહત મળે છે.
ઘણી સમસ્યાઓનો ઈલાજ છે અજમો :
જો તમને એસિડિટીની સમસ્યાઓ હોય, તો તમારે અજમાને ચાવીને ખાવો જોઈએ. અને તે પછી એક કપ ગરમ પાણી પીવું, એસિડિટીની સમસ્યા દૂર થશે.
જો તમને પેટમાં કૃમિ હોયતો સંચળ અને અજમો ખાવાથી કૃમિની સમસ્યામાંથી તમે છૂટકારો મેળવી શકશો.
જો તમને લીવરની સમસ્યા હોય તો જમ્યા પછી 3 ગ્રામ અજમો મીંઠા સાથે લેવાથી તમને જરૂર ફાયદો થશે. .
ગેસની સમસ્યા માટે હળદર, અજમો અને મીંઠું ત્રણેય એકસાથે લેવાથી તમને ફાયદો દેખાશે.
જો તમને એસિડિટી હોય, તો અજમો અને જીરુને એકસાથે પાણીમાં ઉળી એને ગાળીને એમાં ચપટી ખાંડ મેળવી પીવાથી એસિડિટીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે.
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .
