‘અતિથિ દેવો ભવ’ની ઉક્તિને સાર્થક કરતું સેવા કાફે, ગ્રાહક નહીં પરિવારનો સભ્ય તરીકે અપાય છે આવકાર – Boss આ અમદાવાદ છે..

0

‘અતિથિ દેવો ભવ’ની ઉક્તિને સાર્થક કરતું સેવા કાફે, ગ્રાહક નહીં પરિવારનો સભ્ય તરીકે અપાય છે આવકાર

કલ્પના કરો કે એવી એક રેસ્ટોરન્ટ હોય કે જેમાં મેનુ પર વાનગીના ભાવ ન લખ્યા હોય અને તેનું બિલ 0 રૂપિયા હોય અને બિલ પર લખ્યું હોય, “તમારું ભોજન, જે તમારી પહેલા આવીને ગયા, તેમના તરફથી ભેટ છે. આ ભેટની સાંકળને ચાલુ રાખવા માટે તમે તમારી પછી આવીને કોઈ જમી શકે તેના માટે તમારી ઈચ્છા મુજબ રૂપિયા આપી શકો છો.”

અને એ છે સેવા કેફે, જે સાચે જ સહભાગી થવાની ભાવના સાથે ચાલે છે. ધંધામાં હરિફાઈ અને મોંઘવારીના આ યુગમાં અમદાવાદનું આ એક એવું કેફે છે જ્યા તમે પ્રેમથી ભરપેટ જમીને પૈસા તમારી ઈચ્છા પ્રમાણે આપી શકો છે. જો તમે પૈસા ના આપો તો પણ કોઈ તમને કંઈ પણ ના કહે. શહેરનું આ કેફે ખરા અર્થમાં ‘અતિથિ દેવો ભવ’ની ઉક્તિને સાર્થક કરે છે.

અહીં તમને એક ગ્રાહક નહીં પરંતુ મહેમાન કે પરિવારનો સભ્ય જેવો આવકાર આપવામાં આવે છે. સેવા કાફેમાં જે લોકો પાસેથી પૈસા તેમના માટે નહીં પરંતુ તેમના પછી આવનારા લોકો માટે હોવાની ભાવના સાથે લેવાય છે. જેથી આજના પૈસાથી આવતીકાલે અતિથિ દેવો ભવના ભાવ સાથે લોકોને જમાડી શકાય. અહીં રોજેરોજ લોકો દ્વારા અપાતા પૈસાનો કોઈપણ જાતના નફાની લાલચ વિના પુરેપુરો આજ રીતે સમાજ સેવામાં કરી દેવાયા છે.

આ કેફે સ્વયં સેવકો અને વિનમ્ર સ્ટાફ દ્વારા સંચાલિત, અહીં ભોજન પ્રેમથી બનાવીને પીરસવામાં આવે છે, અને અહીં મહેમાનોને ખૂબ જ સારી રીતે જમાડવામાં આવે છે. લોકોને જમાડવાની આ ભાવનાને જીવંત રાખવા મહેમાનો પણ જે તેમના પછીઆવનાર માટે પોતાનું યોગદાન આપીને જાય છે. અને પોતાના ભોજન માટે બીજા એ યોગદાન આપ્યું છે અને હવે બીજા માટે આપણે યોગદાન આપવું જોઈએ એ ભાવનાને મહેમાનો અને સ્વયંસેવકો બંને જીવંત રાખે છે.

‘અતિથિ દેવો ભવ’ એટલે કે મહેમાન જ ભગવાન છે એ ભાવના સાથે ચાલતા આ કેફે પ્રાચીન ભારતીય દૃષ્ટિકોણ જોવા મળે છે, જ્યા મહેમાનોનું સન્માન કરવામાં આવે છે. સવારે જ ખુલી જતા સેવા કાફેમાં સાંજે ભોજનનો ટાઈમ હોય છે. મંગળવારથી રવિવાર સુધી ચાલતા સેવા કાફેમાં રોજ નક્કી કરેલી સંખ્યામાં જ લોકોને એન્ટ્રી અપાય છે. તો શનિ અને રવિવારે આ સંખ્યામાં થોડી વધારે હોય છે.

ભોજનમાં રોજ નક્કી કરેલી વાનગી પીરસાય છે, પ્રેમની ભોજન કર્યા બાદ ગ્રાહકે બંધ કવરમાં આપવા હોય તેટલા પૈસા આપવાના રહે છે. કોઈપણ જાતની અન્ય મદદ વિના હોટેલમાં કામ કરતા આટલા લોકો અને રોજનો ખર્ચ કઈ રીતે પુરો થતો હશે તે સ્વાભિક પ્રશ્ન થાય.

જો કે સેવાકાફેના સંચાલકો તેને હોટેલ નથી કહેતા, અહીં કામ કરતા લોકો કોઈ કર્મચારીઓ નથી તેઓ તો સ્વયંસેવકો છે. તેઓ રોજ સેવાના ભાવ સાથે પોતાની સેવા આપે છે. આ સ્વયંસેવકો એક દિવસ પહેલા જ પોતાનું નામ નોંધાવી દે છે. કેટલીક ગૃહિણીઓ, વૃદ્ધો અને યુવાનો તો અહીંના નિયમિત સેવકો છે.

સેવા કાફે માત્ર ભોજન જ નહીં બીજી પણ સેવા કરે છે. અહીં એક લાઈબ્રેરી પણ સવારથી સાંજ સુધી કોઈપણ વ્યક્તિ સમય પસાર કરી શકે છે. જેને વાંચવું ના હોય તે ચિત્રો દોરી શકે તેની વ્યવસ્થા છે, તો જેને તબલાંનો શોખ હોય તે અહીં તબલાં પર પણ પોતાનો હાથ અજમાવી શકે છે.

લોકોનું કહેવું છે કે એકવાર તો આ કેફેની મુલાકાત લેવી જ જોઈએ, તો કોઈ કહે છે કે સમાજસેવાનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. ઘણા લોકો તો કહે છે કે આ એક શાંત કેફે છે જ્યા તમે પરિવાર અને મિત્રો સાથે સારો સમય વિતાવી શકો છો. ભોજન સાથે સાથે અહીંનું એમ્બિયન્સ પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે.

અહીં ભોજન કરીને ગયેલા એક વ્યક્તિનું કહેવું છે કે જો તમે ભોજનના ભૂખ્યા છો તો અહીં ન જતા, પણ જો તમે ઘરથી દૂર રહો છો અને ઘરની ખૂબ જ યાદ આવે છે તો અહીં ચોક્કસથી જ જવું જોઈએ, કારણકે અહીં શુદ્ધ ભોજન મળે છે અને તે પણ પ્રેમથી રાંધેલું. એટલે ભોજન+પ્રેમ= પ્રસાદ મળે છે. અને પ્રસાદ હંમેશા સ્વાદિષ્ટ જ હોય છે.

જેનું સરનામું છે

સેવા કાફે, શોપર્સ પ્લાઝા, ચોથો માળ, મ્યુનિસિપલ માર્કેટની સામે, સી. જી. રોડ, અમદાવાદ

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.