અહીંયા માત્ર 1.40 લાખ માં Swift Dzire મળી રહી છે, 1 લાખ માં Indigo … જાણો સસ્તી ગાડી ક્યાં મળશે વાંચો આર્ટિકલ…

0

જો તમારો ગાડી ખરીદવાનો પ્લાન છે પણ બજેટ ઓછું છે તો હવે તમારા માટે આ એક સારો મૌકો છે. તમે તમારી પસંદ ની ગાડી સસ્તી કિંમત પર ખરીદી શકો છો. કેમ કે બેન્ક કર્જ ચુકવવામાં અસમર્થ રહેલા લોકોની ગાડીઓ જપ્ત કરીને નીલામ કરી રહયા છે. તમે પણ આ નીલામી માં હિસ્સો લઈને અળધી થી ઓછી કિંમત પર ગાડી ખરીદી શકો છો. આજે અમે તમને જણાવીશું કે બેન્ક કઈ ગાડી કેટલા માં નીલામ કરી રહી છે અને તમે આ નીલામી નો કેવી રીતે હિસ્સો લઇ શકશો.1 લાખ માં ટાટા ઇન્ડિકો:

કોર્પોરેશન બેન્ક જુલાઈ, 2012 મોડેલ ની બે ટાટા ઇન્ડિકો નીલામ કરી રહી છે. જેની રિઝર્વ કિંમત 1 લાખ રૂપિયા રાખવામાં આવેલી છે અને તમારે નીલામી માં વધુમાં વધુ 5 હજાર રૂપિયા થી વધુ બોલી નું શરૂઆત કરવાની રહેશે. બોલી લગાવા માટે તમારે પહેલા 10 ટકા અર્નેસ્ટ મની ના રૂપમાં જમા કરવાના રહેશે. આ બંને ગાડીઓ દિલ્લી નંબર ની છે.

1.40 લાખ માં સ્વીફ્ટ ડિઝાઇર:જો તમે મારુતિ સ્વીફ્ટ ડિઝાઇર ખરીદવા માગો છો તમે પણ બેન્ક ની નીલામી માં ભાગ લઈને તમારું સપનું પૂરું કરી શકો તેમ છો. કોર્પોરેશન બેન્ક ઓક્ટોમ્બર 2014 મૉડલ ની સ્વીફ્ટ ડિઝાઇર નીલાંમ કરી રહ્યા છે. તેની રિઝર્વ પ્રાઈઝ 1.35 લાખ રૂપિયા રાખવામાં આવેલી છે, જયારે તમે નીલામી માં હિસ્સો લેશો તો શરૂઆત 5 હજાર રૂપિયાથી કરવાની રહેશે. અર્નેસ્ટ મની 10 ટકા એટલે કે 13,500 રૂપિયા હશે.

1.55 લાખ માં મારુતિ EECO:

કોર્પોરેશન બેન્ક એક મારુતિ ઇકો ને પણ નીલામ કરી રહ્યા છે. તેનું મૉડલ સપ્ટેમ્બર, 2013 છે. તેની રિઝર્વ પ્રાઈઝ 1.50 લાખ રૂપિયા રાખવામાં આવેલી છે, જ્યારે નીલામી ની શરૂઆત ઓછામાં ઓછા 5 હજાર થી કરવાની રહેશે. અર્નેસ્ટ મની 15 હજાર રૂપિયા છે.

ક્યારે થશે નીલામી:આ બધી ગાડીઓની નીલામી 26 ઓક્ટોમ્બર ના રોજ સવારે 11.45 થી શરુ થઈને 1.15 સુધી ચાલશે. જો તમે પણ આ બોલી માં શામિલ થવા માગો છો તો તમારે અર્નેસ્ટ મની ની સાથે 25 ઓક્ટોમ્બર ના રોજ સાંજે પાંચ વાગ્યા ના પહેલા એપ્લાઇ કરવાનું રહેશે.

કેવી રીતે કરવું એપ્લાઇ?:

જો તમે આ નીલામી માં હિસ્સો લેવા માગો છો તો એપ્લાઇ કરવાનું રહેશે. તેના માટે તમારે https://bankauctions.in પર લોગ ઈન કરવાનું રહેશે. હોમ પેજ પર સૌથી નીચે આપવામાં આવેલા અલગ-અલગ બેંકો ના આઇકોન માં કોર્પોરેશન બેન્ક માં આઇકોન પર ક્લિક કરો. અહીં તમે કાર્સ વિશે સર્ચ કરી શકો છો. યાદ રાખો કે બેન્ક ના તરફથી નિલામીના અન્ય ચીજો(જેવા કે મકાન, ફ્લેટ અને પ્લોર્ટ) પણ રાખવામાં આવેલી છે. જો તમારે કાર્સ ની નીલામી માં હિસ્સો લેવો છે તો દરેક લિસ્ટેડ આઈટમ વિશેની જાણકારી વાંચવાની રહેશે. શરૂઆત માં અમુક જ આઇટમ્સ વિશે આપવામાં આવેલું છે. તમારે આઈટમ બોક્સ ની નીચે લાલ રંગ ની પેટ્ટી પર બનેલા Show more listing પર જવાનું રહેશે. દરેક કાર્સ ની જાણકરી માટે તમારે આ પ્રક્રિયા ઘણીવાર કરવી પડશે. તમે

bankauctions.in/advanced-search/?meta_listing_id=&meta_institution=Corporation+Bank#results

પર ક્લિક કરીને કાર્સ ની સીધી જાણકારી મેળવી શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here