અહીં વૃક્ષ પર ઉગે છે પૈસા, દરેક ઈચ્છાઓ થાય છે પુરી, જાણો ક્યાં આવેલું છે આ રહસ્યમય વૃક્ષ…

0

તમે એ કહેવત તો સાંભળી જ હશે કે ‘પૈસા જાડ પર નથી ઉગતા’. પણ એક વૃક્ષ એવું પણ છે, જે આ વાતને પુરી રીતે ખોટી સાબિત કરે છે કેમ કે આ વૃક્ષને જોઈને તમે પણ હેરાની થી એ વાત કહેવા પર મજબુર બની જશો કે પૈસા તો જાડ પર ઉગે છે. લગભગ 1700 વર્ષ જુના આ વૃક્ષ પર હજારોની સંખ્યામાં સિક્કા લાગેલા છે. જે માત્ર પૈસા ઉત્પન કરવા માટે જ નહિ પણ મનની ઈચ્છાઓ પુરી કરવા માટે પણ ખુબ પ્રસિદ્ધ છે. આવો તો જાણીએ આ રહસ્યમય વૃક્ષ વિશે.

1. દુનિયાભરના ટુરિસ્ટ આવે છે અહીં:અમે જે વૃક્ષની વાત કરી રહ્યા છીએ તે બ્રિટેનના પીક ડીસ્ટ્રીકટ માં આવેલું છે. આ વૃક્ષને લઈને દુનિયાભરમાં ખુબ જ માન્યતાઓ છે, આ વૃક્ષ પર માત્ર બ્રિટેન ના જ નહિ પણ દુનિયાભરની કરેંસી ના સિક્કાઓ જડાયેલા છે. ગુડલક અને અન્ય વિશ માટે દુનિયાભરથી લોકો અહીં આવે છે અને આ વૃક્ષ માં સિક્કાઓ દાંટી દે છે.

2. ટુરિસ્ટ સ્પોટ બની ગઈ છે આ જગ્યા:વૃક્ષ પર ઈચ્છાઓ પુરી કરવાની ચાહતથી અહીં લગાવામાં આવેલા સિક્કાઓ સદીઓ પહેલાના છે, કેમ કે તેના પર તારીખ સદીઓ પહેલાની છે. આ વૃક્ષને લીધે આ ક્ષેત્ર ટુરિસ્ટ સ્પોટ બની ચૂક્યું છે. આ વૃક્ષ જોવામાં ખજાનાના ઢગલા સમાન લાગે છે. આ વૃક્ષ પર એવી કોઈ જ જગ્યા નથી બચી જ્યાં સિક્કાઓ લાગેલા ન હોય.

3. વૃક્ષ ને લઈને ઘણી એવી માન્યતાઓ:સિક્કા વાળા આ જાડને લઈને ઘણી એવી માન્યતાઓ છે, જેના ચાલતા તેના પર સિક્કા લગાવામાં આવે છે. અમુક લોકોનું માનવું છે કે વૃક્ષ પર જે કોઇ સિક્કા લગાવે છે, તેની દરેક મનોકામનાઓ પુરી થઇ જાય છે અને સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.

4. વૃક્ષ પર શક્તિ નો વાસ માને છે લોકો:અમુક લોકોનું માનવું છે કે આ જાડ પર શક્તિનો વાસ રહેલો છે, તેની આસપાસ આવવાથી સકારાત્મક માહોલ બની જાય છે. તમે કેટલા પણ દુઃખી કેમ ન હોવ, એક ઉમ્મીદ તો ચોક્કસ નજરમાં આવશે. માન્યતા છે કે બીમાર વ્યક્તિ જો જાડ પર સિક્કો દાંટી દે છે તો તે જલ્દી જ સારો બની જાય છે.

5. દરેક દેશના મળી જાશે અહીં સિક્કા:માન્યતા અનુસાર અહીં દરેક વર્ષે લોકો ક્રિસમસ પર પ્રાર્થના કરવા માટે આવે છે અને મીઠાઈઓ અને ભેંટ પણ મૂકીને જાય છે. આ વૃક્ષને ઘણીવાર ઈચ્છા વૃક્ષના સ્વરૂપે પણ ઉપીયોગમાં લેવામાં આવે છે. તમને આ વૃક્ષ પર દરેક દેશ અને દરેક સદી ના સિક્કા મળી જાશે.

6. પ્રેમી યુગલો માટે ખુબ જ ફેમસ છે આ વૃક્ષ:પ્રેમી યુગલોની વચ્ચે આ વૃક્ષ ખુબ જ ફેમસ છે, અહીં પર સુખ-સમૃદ્ધિ ની કામના કરનારા લોકોની સાથે-સાથે પ્રેમી યુગલો પણ ખુબ જ આવે છે. પ્રેમી યુગલો પોતાના રિશ્તામાં મીઠાશ બની રહે તેના માટે સિક્કા લગાવે છે અને સાથે જ ગિફ્ટ્સ પણ મૂકીને જાય છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here