ભારતમાં દરરોજ અજીબોગરીબ ચીજો જોવા અને સાંભળવા મળે છે. એવી જ એક અજીબ ચીજ અમે આપને બતાવવાના છીએ. ભારતમાં લોકો પારિવારિક સંબંધોને વધારે મહત્વ આપે છે. દુનીયામાં ભારત સંસ્કારી દેશ માનવામાં આવે છે. આજે અમે આપને ભારતના મિઝોરમના બાજુમાં આવેલ બખ્તવાંગ ગામમાં રહેવા વાળા દુનિયાના સૌથી મોટા પરિવારથી મુલાકાત કરાવીશું. દુનિયાના સૌથી મોટા પરિવારમાં 167 સદસ્ય છે અને બધા જ એક છત નીચે રહે છે.
આ ઘરના મુખીયા છે જિયોના ચાના આ વ્યક્તિની 39 પત્ની, 94 છોકરા અને 33 પૌત્ર અને પૌત્રીઓ છે. બધા જ એક સાથે એક છત નીચે રહે છે.તમને જણાવી દઈએ કે જિયોના ચાના જે સંપ્રદાય માંથી આવે છે એમાં અસિમિત લગ્ન માટે છૂટ છે. આમને જેટલા પણ લગ્ન કર્યા એમાં હેરાન કરે એવી વાત એ છે કે એમની બધી જ પત્નીઓને પોતે ખુશ રાખે છે અને જિયોનાની બધી જ પત્નીઓ આજ્ઞાકારી પણ છે.
આ બધાનું ભોજન એક જ રસોડામાં બને છે અને એમાં દરરોજ 130 કિલોથી વધારે અનાજ અને શાકભાજી બનાવવામાં આવે છે. બધા એક જ ડાઇનિંગ હોલમાં જમે છે અને નાના બાળકો નીચે બેસીને જમે છે. જિયોનાની પત્નીઓ ભોજન બનાવે છે, ત્યારબાદ ઘરની સફાઈ દીકરીઓ કરે છે અને પુત્રવધુઓ ભોજન પીરસે છે અને વાસણ સાફ કરે છે.
બધા જ સદસ્ય પોતપોતાના કપડાં જાતે ધોવે છે અને ઘણાં કામ સાથે મળીને જ કરે છે. જિયોનાનો આખો પરિવાર 100 રૂમ વાળા એક ઘરમાં રહે છે. 167 સદસ્ય જે ઘરમાં રહે છે એને છૌન થર રન નામની ઓળખાય છે. આ ઘર ચાર માળનું છે.
તમને જણાવી દઈએ કે જિયોનાનો પરિવાર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શામેલ છે. 39 પત્નીઓના પતિ જિયોના પોતાને ઈશ્વર તરફથી મળેલું એક વરદાન અને પોતાને કિસ્મતવાન માને છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
