અહીં દહેજમાં મળે છે સાંપ, તેના વગર નથી થતા લગ્ન…જાણો કેમ? વાંચો આર્ટિકલ

ભારતમાં સાંપો ને દેવતા નો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતીય લોકો સાંપોને શ્રદ્ધા થી પૂજે છે. દુનિયામાં ભારત જ એકમાત્ર એવો દેશ છે જ્યા સપેરાના બાળકો પણ સાંપોની સાથે રમતા નજરમાં આવે છે. સાથે જ અમુક એવી પરંપરાઓ પણ છે જ્યા સાંપ વિશેષ ભૂમિકાઓ ભજવે છે. સાંપની અનુપસ્થિતિમાં સદીઓથી ચાલી રહેલી આ પરંપરાઓ અધૂરી માનવામાં આવે છે. એવી જ એક પ્રચલિત પરંપરા છત્તીસગઢ માં છે જ્યા સાંપો વગર લગ્ન કરવામાં નથી આવતા.

છત્તીસગઢ એક આદિવાસી અંચલ છે જેણે આધુનિકતા ની સાથે-સાથે પોતાના જુના પુરાણા રીતી-રિવાજો અને પરંપરાઓને આજે પણ તેટલી નિષ્ઠાની સાથે જ નીશ્ઠાણી સાથે જ અને પરંપરાઓને આજે પણ એટલી જ નિષ્ઠાથી સમેટીને રાખી છે.અહીં રહેનારા વિભિન્ન આદિવાસી સમૂહોમાંનો એક છે સપેરાઓનો સમુદાય. જો કે હવે આ લોકો મજૂરી અને અન્ય રોજગારના સંસાધનો થી પોતાનું ભરણ પોષણ કરે છે પણ નાગ પંચમીના દિવસે આ લોકો સપેરાઓની દુનિયાના નિયમોનું પાલન કરે છે. તેઓ સાંપોને પકડે છે, તેની પૂજા કરે છે અને નાગપંચમી પછી તેને ફરીથી આઝાદ કરી નાખે છે.તેના પર છે વરદાન, નથી થતી ઝેરની અસર.

સમુદાયના લોકો સાંપોને પોતાના બાળકોની જેમ પ્રેમ કરે છે અને પુરા પરિવારની સાથે બેસીને સાંપોની સાથે ભોજન લે છે. આ સમુદાયના લોકો રમકડાંથી નહિ પણ સાંપો ના બાળકો સાથે રમે છે. સમુદાયના લોકોનો અતૂટ વિશ્વાસ છે કે તેના પર ગુરુ ગોરખનાથજીના આશીર્વાદ છે જેન લીધે આ સાંપો તેને કોઈ જ નુકસાન નથી પહોંચાડતા. સાથે જ સાવન મહિનામાં તેઓને સાપ ડંખ નથી કરતા અને જો ડંખ કરી પણ દે તો તેઓના પર ઝેરની અસર નથી થતી.સાંપ વગર નથી થતા લગ્ન:

આ સમુદાયમાં એક અનોખી પરંપરા છે જ્યા દીકરીના લગ્નમાં સાંપોને પણ જોડવામાં આવે છે. તેના વગર લગ્ન સંપન્ન નથી થતા. તેને આ લોકો ખુબ જ શુભ માને છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!