એક સમયે ગર્ભ માં જ મારી નાખવા માગતા હતા પિતા, આજે આ 4 બહેનો બોલીવુડમાં કરી રહી છે રાજ…..

0

હા સાચે જ, આ દીકરીઓને જન્મતા જ દુઃખ વ્યતીત કરનારા પિતા ને આજે કદાચ તેઓના પર ગર્વ થતો હશે, પણ એક સમયે આ જ પિતા તેના જન્મ સમયે મારી નાખવા માંગતા હતા. ભારતમાં આજે પણ ઘણા શહેરોમાં અને ગામોમાં છોકરીઓ નો જન્મ લેવો અભિશાપ માનવામાં આવે છે. આવા વિચારોમાં પીસેલી આ ચાર બહેનો આજે બોલીવુડમાં રાજ કરી રહી છે.બૉલીવુડ સિંગર નીતિ મોહન અને તેની ત્રણ બહેનો શક્તિ, મુક્તિ અને કીર્તિ ને બધા જાણતા જ હશે. તેના પિતા હંમેશા એક દીકરાની ઈચ્છા ધરાવતા હતા. એવામાં આ ચારે બહેનોને ક્યારેય પણ પોતાના પિતાનું મસ્તક જુકાવેલું ન રાખ્યું અને દિકરાથી વધીને એટલું નામ કમાયું છે છે કે તેના પિતાનું મસ્તક ગર્વ થી ઊંચું રહે.

સૌથી પહેલા વાત કરીયે નીતિ મોહન ની તો તે બોલીવુડમાં એક થી એક હિટ સોન્ગ ગાઈ ચુકી છે. નીતિ એ બાહુબલી ફિલ્મમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. જણાવી દઈએ કે ચારે બહેનો દેશની રાજધાની દિલ્લી ની રહેવાસી છે.નીતિ આ બધા માં સૌથી મોટી છે અને હાલ તેની ઉમર 38 વર્ષ છે.તેના પછી વાત કરીયે શક્તિ મોહનની તો તેની ઉંમર 32 વર્ષ છે અને તે બીજા નંબર પર આવે છે. શક્તિ આજે બૉલીવુડ ની એક જાણીતી કોરિયોગ્રાફર છે. તેમણે ફિલ્મ રાઉડી રાઠોડમાં એક આઈટમ નંબર પર ગજબનો ડાન્સ કર્યો છે, સાથે જ તે ડાન્સ ઇન્ડિયા ડાન્સ ની સીઝન 2 ની વિનર પણ રહી ચુકી છે.
એવામાં શક્તિ ની પાછળ પાછળ તેની 30 વર્ષની નાની બહેને મુક્તિ એ પણ મહેનત કરવામાં કઈ જ બાકી નથી રાખ્યું. મુક્તિ એક કન્ટેમ્પરી ડાન્સર છે અને તે જરા નચકે દિખા, ઝલક દિખલા જા સીઝન 6, કોમેડી સર્કસ કા જાદુ, નચ બલિયે સીઝન 7, ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડી સીઝન 7 જેવા રિયાલિટી શો માં ભાગ લઇ ચુકી છે. સાથે જ તેમણે એક ડાન્સ એકેડેમી પણ ખોલી રાખી છે.
છેલ્લે વાત કરીયે બધાથી નાની બહેન કૃતિ મોહનની તો તે બોલીવુડમાં આવવા માટે મહેનત માં લાગેલી છે. કૃતિ એક શાનદાર એક્ટિંગ અને ડાન્સ માટે જાણવામાં આવે છે. જો કે હાલ તેને કોઈ લોકપ્રિયતા નથી મળી.આ તે જ છોકરીઓ છે જેને એક સમયે જન્મ લેવાથી રોકવામાં આવી રહ્યું છે. આજે તે મોહન સિસ્ટર્સ ના નામથી ફેમસ બની ચુકી છે, તેઓ આજે બોલીવુડમાં સિંગિંગ, ડાન્સ, અને એક્ટિંગ થી રાજ કરી રહી છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here