એક્ટ્રેસ કરીના એકલામાં જોર જોરથી રડે છે આ કારણથી, શેઈર કર્યું પોતાના રડવાનું કારણ….

0

બોલીવુડની ક્યુટ એન્ડ હોટ જોડી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન મોટાભાગે ચર્ચામાં આવતા હોય છે. જોવામાં આવતું હોય છે કે ક્યારેક તેઓ પોતાના કોઈ ઇવેન્ટને લઈને તો ઘણીવાર પોતાના ફોટોસને લઈને લાઈમલાઈટમાં આવતા હોય છે. સાથે જ તેઓનો રોયલ અંદાજ કે પછી પોતાના લાડકા તૈમુર અલી ખાનને લઈને છવાઈ જતા હોય છે. પણ આ વખતે આ કપલ એક અલગ જ વાતને લઈને ચર્ચામાં આવેલા છે.

આ વાતતો દરેક જાણે જ છે કે કરીના કપૂર પોતાના પતિને ખુબ જ પ્રેમ કરે છે. તેની આ લવ લાઈફ વિશે આપણે પહેલા પણ ઘણી વાતો સાંભળી ચુક્યા છીએ. હાલ માં જ કરીના એવું કહેતી નજરમાં આવી છે કે તે સૈફને ખુબ જ પ્રેમ કરે છે. અને જ્યારે તે તેનાથી દુર જાય છે ત્યારે તેને સૈફની કમી ખુબ લાગે છે.

સાથે જ તેણે એ પણ કહ્યું કે સૈફની કમીને લીધે તેને ઘણીવાર રડવું પણ આવે છે. સૈફની યાદ સતાવતા કરીના એકલામાં ખુબ જ રડે છે. કરીનાની આ વાત સાંભળીને તેના પ્રેમનો અંદાજો લગાવી શકાય છે.

આ બંનેને બોલીવુડના ક્યુટ કપલમાંનાં એક કહેવામાં આવે છે. બંનેએ લગભગ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. બંનેનો દીકરો તૈમુર અલી ખાન પણ સ્ટાર કિડ્સ માં નંબર વન પર છે. તેને ઇન્ડસ્ટ્રીનો સૌથી ક્યુટ કીડ કહેવામાં આવે છે.

કરીના મોટાભાગે પોતાના સોશિયલ મીડિયા એકાઉંટથી પોતાની અને પોતાના દીકરાની તસ્વીરો શેઈર કરતી રહે છે. સૈફ અલી ખાન પણ પોતાની પત્ની કરીના વિશે એ પણ કહી ચુક્યા છે ‘કરીના એક કમિટેડ મોમ છે’. તે જોઇને મને ખુબ સારું લાગે છે. તે હંમેશાથી જ લવિંગ પર્સન રહી છે, તૈમુરના થયા બાદ તેના પ્રેમમાં બદલાવ પણ આવ્યો છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.