વડાપ્રધાન મોદી આખી રાત જાગીને JeM કેમ્પો પર કરાયેલી Air Strike પર નજર રાખી રહયા હતા: સૂત્રો

0

ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ પાકિસ્તાનની અંદર જઈને આતંકવાદીઓના કેમ્પને નષ્ટ કરી દીધા છે, એ પછી હવે ભારતીય સુરક્ષાબળો સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ ખૂબ જ વખાણ થઇ રહયા છે. 14 ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદીએ એ સ્પષ્ટ કરી દીધું હતું કે બદલો લેવામાં આવશે. જાણકારી મુજબ, મંગળવારે વહેલી સવારે જ્યારે વાયુસેનાના લડાકુ વિમાનો પાકિસ્તાનમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પોને ઘ્વસ્ત કરી રહયા હતા ત્યારે વડાપ્રધાન મોદી સાઉથ બ્લોકમાં જ હતા અને કંટ્રોલ રૂમથી આખા ઓપરેશન પર નજર રાખી રહયા હતા.બાલાકોટમાં લગભગ 3.45 વાગે, મુઝફ્ફરાબાદમાં 3.48 વાગે અને ચાકોટીમાં લગભગ 3.58 વાગે આતંકીઓના ટ્રેનિંગ કેપ પર હુમલો કરવામાં આવ્યો હતો. ભારતના હવાઈ હુમલા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પીએમ મોદીને શુભેચ્છાઓ આપી. તેમને કહ્યું, ‘આતંકી કેમ્પોને નષ્ટ કરી નાંખવામાં આવ્યા છે. વડાપ્રધાને પહેલા જ દિવસે કહ્યું હતું કે સેનાને છૂટ આપવામાં આવી છે. હું વડાપ્રધાનને શુભેચ્છાઓ આપું છું. બધા જ નાગરિકો જે ઇચ્છતા હતા એ થઇ ગયું છે.’સરકારી સૂત્રોએ જણાવ્યું કે ઓપરેશનમાં સામેલ લોકોને સવારે લગભગ સાડા ચાર વાગે શુભેચ્છાઓ આપ્યા બાદ પીએમ મોદી પોતાની નિયમિત દિનચર્યામાં વ્યસ્ત થઇ ગયા કારણકે પ્રધાનમંત્રી આવાસ પર સવારે 10 વાગે મંત્રીમંડળની સુરક્ષા મુદ્દે સમિતિની બેટંક સહીત તેમના દિવસભરનો કાર્યક્રમ પૂર્વનિર્ધારિત હતો. આ પછી તેઓ રાષ્ટ્રપતિ ભવન ગયા, જ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને 2015થી 2018 સુધીના ગાંધી શાંતિ પરસ્કાર આપ્યા.પીએમ મોદીએ આખી રાત નથી માર્યું ઝોકું પણ

પછી વડાપ્રધાન મોદી એક રેલી માટે રાજસ્થાન ગયા અને ત્યાંથી નવી દિલ્હી આવીને ઇસ્કોનના કાર્યક્રમમાં સામેલ થયા. એક સૂત્રના જણાવ્યા અનુસાર, ‘વડાપ્રધાને આખી રાત ઝોંકુ પણ નથી માર્યું અને આખા અભિયાન દરમ્યાન અંત સુધી જોડાયેલા રહયા. સોમવારે રાતે મોદીજીએ તાજ પેલેસ હોટલમાં એક ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને લગભગ સવા નવ વાગે ઘર માટે રવાના થયા હતા.’ વડાપ્રધાન 10 મિનિટમાં પોતાના આવાસ પહોંચ્યા, હલકો ખોરાક લીધો અને અભિયાન સાથે જોડાઈ ગયા. જેમાં આતંકી કેમ્પો પર હવાઈ હુમલાની તૈયારીઓ પણ સામેલ હતી.રક્ષા મંત્રી, NSA અને એરફોર્સ ચીફ પણ સતત નજર રાખ્યે હતા

પીએમ મોદી અભિયાન દરમ્યાન અને એ પછી પણ રક્ષા મંત્રી નિર્મળ સીતારામન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઆ સાથે સંપર્કમાં હતા. સૂત્રોએ જણાવ્યું કે એકવાર જ્યારે આ અભિયાન ખતમ થઇ ગયું ત્યારે તેઓએ અધિકારીઓ પાસેથી આ હવાઈ હુમલામાં સામેલ બધા જ પાયલોટોનો કુશળતાની જાણકારી લીધી, અને જ્યારે સ્પષ્ટ થઇ ગયું કે બધા જ હવે સુરક્ષિત છે ત્યારે પ્રધાનમંત્રીએ ત્યાંથી નીકળીને બીજી બાબતો પર ધ્યાન લગાવ્યું.સેનાના પ્રમુખો સાથે મહત્વની બેઠક

ઓપરેશન બાદ મંગળવારે સાંજે ત્રણેય સેનાઓના પ્રમુખોએ પ્રધાનમંત્રીની મુલાકાત કરીને સુરક્ષા હાલતની જાણકારી આપી. ત્યારે પાકિસ્તાન પણ ધમકીઓ આપી રહ્યું છે કે એ સમય અને જગ્યા પસંદ કરીને પોતાના તરફથી જવાબ આપશે.

ભારતે જયારે વર્ષ 2016માં ઉરી હુમલા બાદ પણ સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી, ત્યારે પણ પીએમ મોદી આખી રાત જાગીને અભિયાનની બધી જ જાણકારી લઇ રહયા હતા. ત્યારે પણ તેઓએ ખાતરી કરી હતી કે અભિયાનમાં કે પણ જવાનને ખરોચ પણ ન આવે અને એવું થયું પણ ખરું.ગયા અઠવાડિયે જ રાજસ્થાનમાં યોજાયેલી એક જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું, “આ બદલાયેલું ભારત છે. આ વખતે બધાનો જ હિસાબ પૂરો થશે. આ દુઃખ સરકાર ચુપચાપ સહન નહિ કરે, આ દુઃખ સહન કરીને અમે ચુપચાપ નહિ બેસીએ, અમે આતંકવાદને કચાલવાનું પણ જાણીએ છીએ.”

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here