8 વર્ષના બાળક સાથે સૂતેલ માતાપિતા ન ઉઠી શક્યા સવારે, ત્રણેયનું થયું મોત ! કારણ, હતું ઘરમાં લાગલું AC….

0

તિરુવલ્લુર નગરમાં રાત્રે એક પરિવારના ત્રણ લોકોનું અવસાન થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ, એસીથી ઝેરી ગેસને લીધે આ અકસ્માત થયો હતો.આ ઘટના બન્યા પછી પડોશીઓને ત્યારે શક પડ્યો જ્યારે સવારમાં ન્યૂઝ પેપર અને દૂધની થેલી લેવા ઘરમાંથી કોઈ ન આવ્યું. મૃત્યુ પામનારમાં એક આઠ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.
બારણું તોડી ઘરમાં પોલીસ દાખલ થઈ : પોલીસના જણાવ્યા મુજબ, રાત્રે લાઇટ જતી રહી હતી. જણા કારણે દંપતીએ ઈનવેટર ચાલુ કર્યું હતું. થોડીવાર પછી લાઇટ તો આવી ગઈ પરંતુ એસી ખરાબ થવાના લીધે, તેમાંથી ઝેરી ગેસ લીક થવાનું શરૂ થયું. રૂમ બધી બાજુઓથી બંધ હોવાના કારણે, ઝેરી ગેસ ફેલાવાના કારણે રૂમમાં સૂતેલ માતાપિતા સહિત બાળક પણ તેની અસરથી મૃત્યુ પામ્યા. સવારે પડોશીઓએ પોલીસને જાણ કરી. જ્યારે પોલીસ સ્પોટ ઘટના સ્થળે પહોંચી ત્યારે બારણું તોડી નાખ્યું ને જોયું તો પથારીમાં ત્રણના મૃતદેહ પડ્યા હતા.

આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલ તમામને કિલ્પોક મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

એમોનિયા, મેથિલ ક્લોરાઇડ અથવા પ્રોપેન ગેસ જેવા ઝેરી અથવા જ્વલનશીલ વાયુઓ લીક થવાના કેટલાય જોખમ રહેલા છે. જેનાથી ઘાતક અકસ્માત થાય છે. આ માટે, એસીને સમય-સમયે, ધૂળને સાફ કરવા અને પાણી કાઢવા માટે સમય આપવો જોઈએ. આ ઉપરાંત, રૂમમાં જ્યાં એસી ચાલુ હોય ત્યારે રૂમની બારીઓ પણ પણ ખોલી નાખવી જોઈએ. જેથી સૂર્યનો પ્રકાશ અને તાજી હવા રૂમમાં આવી શકે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here