લગ્નના 12 વર્ષ પછી પણ પતિ અભિષેક બચ્ચન સાથે।……ઐશ્વર્યા રાઈ એ સનસનાટી ભર્યો કર્યો ખુલાસો

0

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાઈ બચ્ચન બૉલીવુડ ની સફળ વિવાહિત જોડીઓમાંના એક છે. પણ જો તમને લાગતું હોય કે આ બંને વચ્ચે ક્યારેય પણ કોઈ મતભેદ નથી થાતો તો તમે ખોટું વિચારી રહ્યા છો.કેમ કે દરેક પતિ-પત્ની ની જેમ આ બંને વચ્ચે પણ ઘણીવાર મતભેદ થઇ જ જાય છે. આ વાત નો ખુલાસો ઐશ્વર્યા એ ખુદ ફિલ્મફેયર ને આપેલા એક ઇન્ટરવ્યૂ માં કર્યો હતો.

જાણો શું કહ્યું ઐશ્વર્યા એ:
જયારે ઐશ્વર્યા ને પૂછવામાં આવ્યું કે તેની અભિષેક સાથે કઈ વાત પર મતભેદ થાય છે તો તેમણે જણાવ્યું કે,”મને લાગે છે કે એકબીજા સાથે મતભેદ થવો અને દલીલો કરવાની વચ્ચે એક ખુબ જ પાતળી લાઈન છે. અમે બંને ઘણી એવી વાતો પર દલીલો કરીયે છિયે”.આગળ ઐશ જણાવે છે કે,”અમે બન્ને 12 વર્ષ પહેલા લગ્ન ના બંધનમાં બંધાયા હતા. લગ્ન ના ઘણા વર્ષ પહેલા પણ અમે એકબીજાને ઓળખતા હતા અને સારા એવા મિત્રો હતા.અમે હંમેશા ખુબ વાતો કરી છે અને આજે પણ ઘણી વાતો એવી છે જેના પર અમે લાંબી વાતો અને દલીલો કરીયે છીએ”.

ખુબ જ ઉતાવળે કર્યું હતું પ્રપોઝ:
ઇન્ટરવ્યૂમાં ઐશ એ જણાવ્યું હતું કે,”અભિષેક બચ્ચન એ જયારે તેને પ્રપોઝ કર્યું હતું તે ખુબ જ સુંદર વાત હતી પણ આ બધું ખુબ જ ઉતાવળ માં થયું હતું. અમે તે સમયે ટોરંટો ફિલ્મ ફેસ્ટિવલ માં ગુરુ નું પ્રમોશન કરી રહ્યા હતા”.
જણાવી દઈએ કે હાલમાં જ અભિનેતા અભિષેક બચ્ચન એ પત્ની ઐશ અને દીકરી આરાધ્યા ની સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. અભિષેક એ ન્યુ ઈયર પર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમુક તસ્વીરો પોસ્ટ કરી હતી. તસ્વીરો માં ઐશ ખુબ જ સુંદર નજરમાં આવી રહી છે. ઐશ એ આ દરમિયાન કાળા રંગ ની શોર્ટ ડ્રેસ પહેરી રાખી હતી અને તેના ઉપર ગુલાબી રંગ ની જૈકેટ પહેરી રાખી હતી. જયારે આરાધ્યા ગુલાબી રંગ ના ડ્રેસ અને અભિષેક ગ્રે કલરના શર્ટ માં નજરમાં આવ્યા હતા.

કેન્સર થી ઝઝૂમી રહેલી સોનાલીના ચાહકો માટે છે ખુશખબરી, આલીશાન ગાડીમાં એશ્વર્યા અભિષેક મળવા પહોંચ્યા જુવો Photos

બૉલીવુડ ની સુંદર એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે 2018 માં ઘણી ચર્ચા માં રહી. 2018 એમની માટે સંઘર્ષ પૂર્ણ વર્ષ રહ્યું. એમને 1 જાન્યુઆરી એ તેનો 44 મો જન્મદિવસ ઉજવ્યો. 2018 માં સોનાલી બેન્દ્રે ને કેન્સર જેવી ખતરનાખ બીમારી નો સામનો કરવો પડ્યો. લાંબા સમય થી કેન્સર ના ઈલાજ માટે એ ન્યુયોર્ક માં રહી. હાલ જ સોનાલી ઈલાજ પછી ભારત પાછી આવી. ભારત આવ્યા બાદ આ શનિવારે એક્ટ્રેસ ઐશ્વર્યા રાય અને એકટર અભિષેક બચ્ચન એમને મળવા એમના ઘરે પહોંચ્યા.

હાલ માં જ સોનાલી બેન્દ્રે કેન્સર નો ઈલાજ કરાવી ને પાછી ફરી. આ દરમિયાન એમના ઘરે બૉલીવુડ સિતારાઓ ની અવરજવર લાગી રહે છે. ઐશ્વર્યા અને અભિષેક એમની નવી ગાડી લઈ અને સોનાલી ને મળવા પહોંચ્યા.

કેઝ્યુઅલ લુક માં નજર આવી ઐશ્વર્યા

ઐશ્વર્યા રાય એ બ્લેક કલર ની ડ્રેસ અને અભિષેક એ બ્રાઉન કલર ના કપડાં માં નજર આવ્યા. ઐશ્વર્યા અને અભિષેક એ તેમના ઘરે પહોંચી તેમના સ્વાસ્થ્ય વિસે પૂછ્યું.

ઐશ્વર્યા અને અભિષેક ની સાથે સુઝેન ખાન પણ સોનાલી ને મળવા પહોંચી. ઐશ્વર્યા અને અભિષેક ના વર્કફ્રન્ટ ની વાત કરીએ તો બંને જલ્દી એક ફિલ્મ ગુલાબ જામુન માં નજર આવશે.અભિષેક અને ઐશ્વર્યા ના સોનાલી અને તેના પતિ ગોલડી સાથે ઘણા સારા સંબંધ છે. જણાવી દઈએ કે 1 જાન્યુઆરી ના સોનાલી ના બર્થડે ના દિવસે એમના પતિ ગોલડી એ સોશ્યલ મીડિયા પર ખૂબ ઇમોશનલ પોસ્ટ શેર કરી.

ફોટો માં ગોલડી સોનાલી ના કપાળ પર કિસ કરતા દેખાય છે. અને સાથે જ કૈપશન માં લખ્યું કે ,

એવું માનવા માં આવે છે કે તમારો પાર્ટનર જો તમારો એક્સ હોય ,તો એ તમારી તાકાત બની જાય છે એ તમારો સારો મિત્ર પણ હોય છે અને સૌથી વધુ તમારી પ્રેરણા હોય છે. પણ તું મારા માટે આ બધા કરતા ઘણી વધુ છો. ભલે 2018 તારા માટે સંઘર્ષ પૂર્ણ રહ્યું પણ મને તારી હિંમત અને ધૈર્ય પર ગર્વ છે. તે એ બધા ને પ્રભાવિત કર્યા છે જે તને નજીક થી ઓળખે છે.

સોનાલી બેન્દ્રે એ કેન્સર ની જંગ જીત્યા બાદ ખૂબ સારી રીતે એનો બર્થડે અને નવા વર્ષ નું જશ્ન અલગ અંદાઝ માં મનાવ્યાં.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here