અભિષેક ને બે વર્ષ સુધી કામ ન મળવા પર ઐશે આપ્યું આવું મંતવ્ય, પતિના કેરિયર માટે આપ્યો આવળો મોટો ત્યાગ…

અભિષેક બચ્ચન 2 વર્ષ પછી પોતાની આવનારી નવી ફિલ્મની સાથે બોલીવુડમાં કમબેક કરવા જઈ રહ્યા છે. તેની પહેલા તેમણે વર્ષ 2016 માં હાઉસફુલ-3 માં કામ કર્યું હતું. સાથે જ તેની પત્ની ઐશ્વર્યા રાઈ પાસે પણ ફિલ્મો માટે ઘણી ઓફરો છે. ફિલ્મ ગુલાબ જામુન માં ઐશ અને અભિષેક સાથે કામ કરતા નજરમાં આવવાના છે.ઐશ પોતાના આ પ્રોજેક્ટને લઈને ખુબ જ ઉત્સાહીત છે. ફિલ્મને અનુરાગ કશ્યપ ડાયરેક્ટ કરવાના છે. રિપોર્ટ અનુસાર અભિષેક સાથે કામ કરવા માટે ઐશે સંજય લીલા ભંસાલીની ઓફરને પણ છોડી દીધી છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ઐશ ને અભિષેક ના કેરિયર સાથે જોડાયેલો એક સવાલ પૂછવામાં આવ્યો હતો.
અભિષેક ને 2 વર્ષ સુધી કામ ન મળવા પર ઐશે કહ્યું, ”અભિષેકનો કામમાંથી બ્રેક લેવો એક સારો નિર્ણય છે”. જયારે તેને પૂછ્યું કે તેણે ગુલાબ જામુન માટે હા કેમ કહી તો ઐશે જવાબમાં કહ્યું કે, ”મેં આ ફિલ્મ માટે આગળના વર્ષની શરૂઆત માં જ હા કહી દીધી હતી”.
”તે સમયે અભિષેક પોતાના કામથી બ્રેક પર હતા. તેનો આ નિર્ણય સારો હતો, કેમ કે મને લાગે છે કે દરેક ક્ષેત્રમાં કામમાંથી બ્રેક જરૂર હોવો જોઈએ”. ”તેઓ અમુક સમય ખાલી બેસીને એ વિચારવા માગતા હોય છે કે હવે તેઓને આગળ શું કરવું જોઈએ”.
ઐશે જણાવ્યું કે, ‘પછી અભિષેકે ‘મનમર્જિયા’ ને પસંદ કર્યું અને હવે અનુરાગ ના નિર્દેશન માં બની રહેલી ગુલાબ જામુન ને પસંદ કરી છે. અમે જલદી જ તેમાં કામ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. ઐશ ની પાસે ‘વો કૌન થી’ અને ‘દિન ઔર રાત’ જેવા મોટા પ્રોજેક્ટ પણ છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!