આવો તો તમને દેખાળીએ ગુજરાતનું તે ગામ જેણે દેશને આપ્યા છે ધીરુભાઈ અંબાણી…વાંચો આર્ટીકલ

0

દેશના સૌથી અમીર ઔદ્યોગીક ઘરાનાઓના કિસ્સાઓ આપણે બાળપણથી જ સાંભળતા આવ્યા છીએ. પહેલા ટાટા-બિરલાની કહાનીઓ થતી હતી પણ હવે આગળના ઘણા દશકોથી અંબાણીનો જ એકછત્ર રાજ ચાલી રહ્યો છે. અને અદાનીનું નામ પણ ખુબ તેજીમાં ચર્ચામાં રહેવા લાગ્યું છે.

દરેક વર્ષ અમુક આંતરરાષ્ટ્રીય પત્રીકાઓ દુનિયાના સૌથી અમીરોની ફેહરિસ્ત પણ છાપા કરે છે જેમાં એશિયાના સૌથી અમીર લોકોમાં આગળના ઘણા વર્ષોમાં મુકેશ અંબાણી જ છવાયેલા છે. ચુનાવી ભાષણોમાં અંબાની-અદાની મોટાભાગે સુર્ખીયોમાં રહેતા હોય છે.

આજે આપણે જાણીશું કેવી રીતે અંબાણી ફર્શથી અર્શ સુધી પહોંચ્યા, કેવી રીતે તે સ્કુટર પરથી મર્સિડીઝ, હેલીકોપ્ટર કે પ્લેનના માલિક બની ગયા. કેવી રીતે બાળપણમાં તેઓએ દિવસો વિતાવ્યા છે, કઈ સ્કુલમાં અભ્યાસ કર્યો, કેવા ઘરમાં રહેતા હતા અને આજ ક્યા પહોચી ગયા છે.

નેશનલ હાઈવે પર જ અંબાણીનો વિશાળ સામ્રાજ્ય:

પોરબંદરથી નીકળતી વખતે સમુદ્રના કિનારા પર એક જગ્યા પર રોકાઈને અમારા સ્થાનીય સહયોગીએ આંગળી ચિંધતા ઈશારો કર્યો, ‘તે જે મોટા જહાજોના બેડામાં નજરમાં આવી રહ્યું છે, તે અદાનીનું છે’, અહીના બંદરગાહોથી લઈને કચ્છના મુંદ્રા પોર્ટ સુધી અદાનીનો જ દબદબો છે.

જામનગરથી દ્વારકા તરફ ચાલીએ તો નેશનલ હાઈવે પર જ અંબાણીનો વિશાળ સામ્રાજ્ય જોવા મળે છે. જામનગર રીફાઈનરી દુનિયાનું સૌથી મોટો પ્લાન્ટ છે જ્યાં રોજાના લગભગ સાળા 12 લાખ બૈરલ તેલ બને છે. અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની આ રીફાઈનરી બહારથી પણ ભવ્ય નજરમાં આવે છે. સાળા 7 હજાર પકડમાં બની બનેલી આ રીફાઈનરીમાં 1.5 હજાર લોકો કામ કરી રહ્યા છે.

તેના પહેલા મુંબઈથી પુણેના રસ્તામાં રિલાયંસના ઘણા કિમી લાંબો સામ્રાજ્ય જોઈ ચુકેલા છે. મુંબઈના ઓફ પેડર રોડ પર મુકેશ અંબાણીનું 27 મંજિલનું 125 અરબમાં બનેલું શાનદાર ઘર પણ જોઈ ચુક્યા છીએ. ગુજરાતમાં અંબાણીનું પોતાનું સામ્રાજ્ય છે, એવામાં તે કસ્બા જોવાનો પણ કૌતુહલ હતો જ્યાં અંબાણીનો જન્મ થયો હતો, જ્યાં પોતાનું બાળપણ વિતાવ્યું અને જ્યાંથી ચાલીને આજે તે આ મુકામ પર પહોંચ્યા છે.

શ્રી ધીરુભાઈ હીરાચંદ અંબાણી પ્રવેશ દ્વાર:

 પોરબંદરથી સોમનાથ સુધી સમુદ્રનાં કિનારે બનેલા નેશનલ હાઇવે 51ના રસ્તામાં ઘણા સુંદર પડાવ આવ્યા… હિલોળા લેતી સમુદ્રની લહેરો અને ઘણા સમુદ્ર તટ. જુનાગઢ જીલ્લામાં આવતા જ અમે પહોંચ્યા ત્યાના એક નાના એવા નાગર ચોરવાડ. ચોરવાડ આવતા જ ત્યાં જોવા મળ્યું એક વિશાળ ગેઇટ જેનું નામ છે-‘શ્રી ધીરુભાઈ હીરાચંદ અંબાણી ‘ પ્રવેશ દ્વાર. અહીંથી તમને અહેસાસ થઇ જાય છે કે તમે હવે અંબાણીના ગામમાં આવી ગયા છો. ચોરવાડમાં અંબાણી પ્રવેશ દ્વારની પાસે જ માનિકભાઈ કાના મળે છે.

માનિકભાઈ બતાવે છે કે તે કોરી બહુલ ઇલાકા છે અને લગભગ 30 હજારની આબાદીવાળા આ કસ્બામાં મુખ્ય વ્યવસાય નારીયેલનો છે. અહીના દુકાનદારથી લઇને સ્થાનીય લોકો સુધી ધીરુભાઈ ને જ વધુ માને છે, ધીરુભાઈએ અહી મંદિરથી લઈને પાર્ક અને સ્વાથ્ય કેન્દ્રથી લઈને સ્કુલ પણ બનાવી છે.

પહેલા ચોરવાડ ગામ મછવારાઓનો હતો, હાલ અહી બૈંક છે, બજાર છે અને દરેક પેશાનાં લોકો રહે છે. સમુદ્ર તટ સુંદર છે. 1930માં જુનાગઢના નવાબે અહી ગરમીઓમાં રોકાવા માટે એક શાનદાર મહેલ બનાવ્યો હતો. ‘દરિયા મહેલ’નાં નામથી ફેમસ આ કિલ્લો ઇતાવલી અને મુગલકાલીન વાસ્તુકલાની એક મિસાલ પણ છે જેને 1974 માં સરકારે પોતાના અધીન એક રીજોર્ટમાં તબ્દીલ કરી દીધુ હતું. જો કે પર્યટનના નજરીયાથી ચોરવાડનું આ દરિયા મહેલ સૈલાનીયોનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

ધીરુભાઈ અંબાણીએ બાળપણ આજ ગામમાં વિતાવ્યું:

ધીરુભાઈ અંબાણીએ બાળપણ આ ગામમાં વિતાવ્યું હતું. આજ તેમનું પુશ્તૈની ઘર છે. ગામમાં જુનાગઢ રિયાસતની અમુક હવેલીનુંમાં ઈમારત આજે પણ દેખાઈ આવે છે. પણ અંબાણી પ્રવેશ દ્વારથી જ અમુક દુરી પર એક પાતળી ગલી નીકળે છે જ્યાં ધીરુભાઈનું તે ઘર જ્યાં તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું હતું. અંબાણી પરિવારે અહી એક ખાસ સ્વાસ્થ્ય કેન્દ્ર બનાવ્યું છે જેમાં સ્થાનીય લોકોનો ઈલાજ ફ્રી માં કરવામાં આવે છે.

2002 માં ધીરુભાઈના નિધન બાદ જ્યારે મુકેશ અને અનીલ અંબાણીની વચ્ચે દુરીયા પૈદા થઇ, બંને અલગ થઇ ગયા તો 28 ડીસેમ્બર 2011 એ માતા કોકીલાબેનની સાથે પિતાની યાદમાં આ મેમોરીયલ ઉદ્દઘાટનના મૌકા પર એક વાર ફરી પૂરું પરિવાર ઉપસ્થિત રહ્યું હતું. તેમના પારિવારિક પુરોહિત રમેશભાઈ ઓઝાએ પુરા પરિવારની સાથે પૂજા પણ કરાવી હતી.

ચોરવાડના લોકોની સાથે સાથે અહી આવનારા હર સૈલાની માટે પણ આ સૌથી અમીર ઔદ્યોગીક ઘરાનેની આ એક પર્યટક સ્થળ છે. અહી તમે અંબાણી પરિવારનું બાળપણથી લઈને આજ સુધીની પૂરી કહાની, ઉતાર ચઢાવ અને વ્યાવસાઈક બુલન્દીયો સુધી પહોંચવાની સફર ચિત્રોની વિશાળ ગેલેરીમાં જોઈ શકો છો.

અંબાણી પરિવારની સૌથી મોટો ખાસિયત એ છે કે તેઓ પોતાની જડોને નથી ભૂલતા:

અહીંથી નીકળતા જ અમને સુરક્ષાગાર્ડે એક પુસ્તિકા આપી અને કહ્યું કે કેવી રીતે અહી અંબાણી પરિવારના લોકો આવતા રહેતા હોય છે અને તેઓની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ પોતાની જડને ક્યારેય પણ નથી ભૂલતા. આજે પણ જ્યારે અંબાણી પરિવાર અહી આવે છે ત્યારે અહીના લોકો બેજીજક તેઓને મળી શકે છે અને પોતાના મનની વાતો પણ કહે છે.

ચોરવાડથી નીકળવાના સમયે રસ્તાના બંને કિનારા પર દુર દુર સુધી નારીયેલના હજારો જાડ નજરમાં આવે છે. જાળ લઈને ઉભેલા મછુઆરા પણ જોવા મળે છે. અંબાણીનાં ગામથી નીકળતી વખતે તેના પર બનેલી મણી રત્નમ ફિલ્મ ‘ગુરુ’ ની પણ યાદ અપાવે છે. ‘ગુરુ’ માં અંબાણીનું ફિલ્મીકરણ ચોક્કસ કરવામાં આવ્યું હતું પણ પોતાના વ્યવસાયની સાથે સાથે અંબાણીએ કેવી રીતે કલા, સંગીત અને નૃત્ય જેવા પોતાના શોખને પણ પોતાના જીવન સાથે જોડાયેલા રાખ્યા હતા, તેની મિશાલ કોકિલાબેન પણ છે.

અમને કોકીલાબેનનો તે ઇન્ટરવ્યુ યાદ આવી ગયું જે તેમને ત્રણ વર્ષ પહેલા પોતાના જન્મદિન પર આપ્યું હતું, તેમાં તે જામનગરથિ લગ્ન બાદ ચોરવાડ આવ્યા, ધીરુભાઈનાં પિતા હીરાચંદની ખેતીવાડી અને બૈલગાડીથી સફર કરવાની સાથે સાથે યમનનાં શહેર એડેનમાં  રહીને પોતાના પતિ ધીરુભાઈને યાદ કર્યા હતા.

તે જણાવે છે કે કેવી રીતે એડેનમાં ધીરુભાઈએ પોતાની પહેલી બ્લેક કાર ખરીદી હતી અને કેવી રીતે ચોરવાડથી બૈલગાડીથી તેમનો સફર આજે તેમને સૌથી ખુશકિસ્મત પત્ની અને માં સુધી પહોંચાલ્યા હતા. અમે સોમનાથ ની તરફ વધી રહ્યા હતા અને રસ્તાઓનાં એક કિનારે સમંદરની લહેરો કિનારાઓથી ટકરાઈને અમારુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું હતું.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!