એશ્વર્યા રાઈ ની મેકઅપ વગરની તસવીરો થઇ વાઇરલ, જોતા જ દંગ રહી જશો

0

એશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી આરાધ્યાની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. જેમાં હાલ બીજી પણ એક તસ્વીર વાયરલ થઇ રહી છે જેમાં આરાધ્યા પોતાની મા સાથે પ્રેમ વ્યક્ત કરતી દેખાય છે. જેને અભિષેક બચ્ચને શેર કર્યો છે. આ તસ્વીરમાં એશ્વર્યા વગર મેકઅપે દેખાય રહી છે. જેમાં હવે ઐશ્વર્યા પર વધતી ઉંમરની અસર પણ દેખાઈ રહી છે.

આ તસ્વીરોથી ખબર પડે છે કે આરાધ્યા પોતાની મમ્મી સાથે ખૂબ જ એટેચ છે. આરાધ્યાનો જન્મ વર્ષ 2011માં 16 નવેમ્બરના રોજ થયો હતો. મમ્મી એશ્વર્યા આરાધ્યાનું ખૂબ જ ધ્યાન રાખે છે. પોતાની મા એશ્વર્યાંની આંખોનું નૂર છે તેની દીકરી આરાધ્યા. એશ્વર્યા જ્યાં પણ જાય ત્યાં તેની દીકરી આરાધ્યા સાથે જ નજરે ચઢે છે.

આરાધ્યા મમ્મી એશ્વર્યાંની જેમ જ સુંદર છે અને એક અપકમિંગ સ્ટારની બધી જ ક્વૉલીટીસ તેનામાં અત્યારથી જ જોવા મળે છે.

આ વર્ષે જયારે એશ્વર્યા કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે જઈ રહી હતી ત્યારે આરાધ્યાએ એક મોડેલની જેમ જ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતો. અત્યારથી જ આરાધ્યા કેમેરા ફ્રેન્ડલી છે. એક સારા ફોટો માટે પોઝ આપવાનું તો કોઈ એનાથી શીખે.

આરાધ્યા અત્યારથી જ સ્ટાર છે. બચ્ચન પરિવારની આ લાડલી ને પણ મમ્મી એશ્વર્યાની જેમ જ લાઈમલાઈટ મળે છે. અને સ્વાભાવિક જ છે કારણકે તે બોલીવૂડના સૌથી મોટા અભિનેતા બિગ બીની પૌત્રી છે. 70ના દશકની સુપરસ્ટાર જયાં બચ્ચન તેની દાદી છે, અને હાલના સ્ટાર અભિષેક બચ્ચન તેના પિતા છે. બોલિવૂડની સૌથી સુંદર ગણાતી અભિનેત્રી એશ્વર્યાંની દીકરી છે પરંતુ આ બધા પર આરાધ્યાનું સ્ટારડમ ભારે પડે છે.

બચ્ચન પરિવાર જ્યાં પણ જાય છે ત્યાં બધાનું જ ફોકસ આરાધ્યા પર હોય છે. એશ્વર્યાને પણ આજકાલ કોઈ તેના વિષે નથી પૂછતું. આ જોતા તો એવું જ લાગે છે કે બી ટાઉનની સૌથી પોપ્યુલર સ્ટારકિડ આરાધ્યા છે. જેમાં સાઉથીને અત્યારથી જ એક બોલિવૂડની સ્ટાર દેખાઈ રહી છે.

એક વર્ષ પહેલાં સુધી તો ઐશ્વર્યાએ આરાધ્યાને એ પણ કહ્યું ન હતું કે તે બોલીવૂડ અભિનેત્રી છે. આરાધ્યા ફક્ત એટલું જ જાણતી હતી કે મમ્મી ઐશ્વર્યા ઓફિસ પર જાય છે. પરંતુ હવે આરાધ્યા સમજી ગઈ છે કે તેનું આખું કુટુંબ ફિલ્મ સ્ટાર્ટસનું છે. બધા જ્યાં પણ જાય ત્યાં કેમેરા તેમની જોડે જ હોય.

ઐશ્વર્યા જ્યારે પણ કોઈ ઇવેન્ટમાં જવા માટે મેક-અપ લગાવે છે ત્યારે આરાધ્યા તેને ખૂબ ધ્યાનથી જુએ છે. આરાધ્યાને અત્યારથી જ ખબર પડી ચુકી છે કે મેકઅપ શું છે.

ઐશ્વર્યાની દીકરી જેમ જેમ મોટી થઇ રહી છે તેમ તેમ તેના સવાલો પણ વધી રહ્યા છે. આરાધ્યાએ જયારે મમ્મીનો  મિસ વર્લ્ડ બનતો વિડીયો પહેલી વાર જોયો ત્યારે સીધી મમ્મી પાસે જઈને સવાલો પૂછવા લાગી હતી. આરાધ્યા હવે ક્યારેક પોતાના મમ્મી પપ્પાની ફિલ્મો જોઈ લે છે.

એશ્વર્યાની સુંદરતાના દરેક દીવાના છે, પરંતુ એની લાડલીએ પણ રેમ્પ પર વોક કર્યું છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here