આપણે મનાવી રહ્યા છીએ 72 મોં સ્વતંત્રતા દિવસ પણ ભારતમાં આ રૈલ લાઈન પર આજે પણ છે બ્રિટનનો કબ્જો…..

0

આપણે 72 મોં સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છીએ પણ હેરાની ની વાત એ છે કે ભારતના એક રેલ લાઈન પર આજે પણ બ્રિટનનો કબ્જો છે. તેની માલિકીનો હક આપણી પાસે નથી. બ્રિટેનની એક કંપની તેનું સંચાલન કરે છે. નૈરો ગેજ(નાની લાઈન) ના આ ટ્રૈક નો ઉપીયોગ કરનારી ઇન્ડિયન રેલવે દરેક વર્ષ એક કરોડ 20 લાખ ની રોયલ્ટી બ્રિટેનની એક પ્રાઇવેટ કંપનીને આપે છે.

આ ટ્રૈક પર માત્ર એક જ ટ્રેન:

આ રૈલ ટ્રૈક પર શકુંતલા એક્સપ્રેસ ના નામની માત્ર એક પૈસેન્જર ટ્રેન જ ચાલે છે. અમરાવતીથી મૂર્તજાપુર ના 189 કિમિ ના આ સફર ને તે 6 થી 7 કલાકમાં પૂર્ણ કરે છે. પોતાના આ સફરમા શકુંતલા એક્સપ્રેસ અચલપુર, યવતમાલ સહીત 17 નાના-નાના સ્ટેશનો પર રોકાય છે. 100 વર્ષ જૂની 3 ડબ્બા વાળી આ ટ્રેનને 70 વર્ષથી સ્ટીમનુ એન્જીન ખેંચે છે. તેને 1921 માં બ્રિટેન ના મૈનચેસ્ટર માં બનાવામાં આવી હતી. 15 એપ્રિલ 1994 ના શકુંતલા એક્સપ્રેસની સ્ટીમ એન્જીન ને ડીઝલ એન્જીનમાં રિપ્લેસ કરી નાખવામાં આવ્યું છે. આ રેલ રૂટ પર લાગેલા સિગ્નલ આજે પણ બ્રિટિશકાલીન છે. તેનું નિર્માણ ઇંગ્લેન્ડ ના લિવરપૂલમાં 1895 માં થયું હતું. 7 કોચ વાળી આ પૈસેન્જર ટ્રેનમાં પ્રતિદિન એક હજાર થી વધુ લોકો યાત્રા કરે છે.આપવી પડે છે 1 કરોડ 20 લાખની રોયલ્ટી:

આ રૂટ પર ચાલનારી શકુંતલા એક્સપ્રેસ ને લીધે ‘શકુંતલા રેલ રૂટ’ ના નામથી જાણવામાં આવે છે. અમરાવતીનો વિસ્તાર પોતાના કપાસ માટે પુરા દેશમાં ફેમસ હતું. કપાસને મુંબઈ પોર્ટ સુધી પહોંચાડવા માટે અંગ્રેજોએ તેનું નિર્માણ કરાવ્યું હતું. 1903 માં બ્રિટિશ કંપની ક્લિક નિક્સનના તરફથી શરૂ કરવામાં આવેલું રેલ ટ્રૈક ને પાથરવાનું કામ 1916 માં જઈને પૂરું થયું હતું. 1903 માં સ્થાપિત આ કંપની ને આજે સેન્ટ્રલ પ્રોવિન્સ રેલવે કંપની ના નામથી જાણવામાં આવે છે. બ્રિટિશકાલ માં પ્રાઇવેટ ફર્મ ની રેલ નેટવર્કને ફેલાવવાનું કામ કરતી હતી. 1951 માં ભારતીય રેલનું રાષ્ટ્રીકરણ કરવામાં આવ્યું. માત્ર આ જ રૂટ ભારત સરકારના આધીન ન હતું. આ રેલ રૂટના બદલે ભારત સરકાર દરેક વર્ષ આ કંપનીને 1 કરોડ 20 લાખ ની રોયલ્ટી આપે છે.

ખરાબ છે આ ટ્રૈક:

આજે પણ આ ટ્રૈક પર બ્રિટેનની આ કંપનીનો કબ્જો છે. તેની દેખ-રેખની જવાબદારી પણ તેના પર જ છે. દરેક વર્ષ પૈસા આપવા છતાં આ ટ્રૈક એકદમ ખરાબ છે. રેલવે સૂત્રોનું કહેવું છે કે, આગળના 60 વર્ષથી તેમાં કોઈજ કામ કરવામાં નથી આવ્યું. તેના પર ચાલનારી જેડીએમ સિરીઝના ડીઝલ એન્જીન ની ગતિ 20 કિમિ પ્રતિ કલાકની છે. આ સેન્ટ્રલ રેલવેના 150 કર્મચારી આ ઘાટ ના માર્ગ ને સંચાલિત કરવામાં આજે પણ લાગેલા છે.

બે વાર બંધ થઇ હતી ટ્રેન:આ ટ્રેક પર ચાલનારી શકુંતલા એક્સપ્રેસ પહેલી વાર 2014 માં અને બીજી વાર એપ્રિલ 2016 માં બંધ કરી દેવામાં આવી હતી. સ્થાનીય લોકોની માંગ પર અને સંસદ આનંદ રાવ ના દબાવમાં સરકારને તેને ફરીથી ચાલુ કરાવી પડી હતી. સાંસદ આનંદ રાવ નું કહેવું છે કે, આ ટ્રેન અમરાવતી ના લોકોની લાઈફ લાઈન સમાન છે, જો તે બંધ થઇ ગઈ તો ગરીબ લોકોને ખુબજ સમસ્યા આવશે. આનંદ રાવે આ સાંકડી લાઈનને પહોળી લાઈનમાં ફેરવવા માટે નો પણ પ્રસ્તાવ રેલવે બોર્ડ ને મોકલ્યો છે. ભારત સરકારે આ ટ્રેકને ઘણીવાર ખરીદવાની કોશિશ કરી હતી પણ તે સંભવ ન બની શક્યું.

ખુબ જ ધીમી ગતિથી ચાલે છે આ ટ્રેન:આ રૂટ પર આજે પણ બ્રિટિશકાલીન સિગ્નલ સિસ્ટમ લાગેલા છે:યવતમાલ સુધી ચાલે છે આ ટ્રેન:
આ ટ્રેન માં લાગેલા છે માત્ર 3 ડબ્બા:
ઇન્ડિયન રેલવે દરેક વર્ષ 1 કરોડ 20 લાખની રોયલ્ટી બ્રિટેનની એક પ્રાઇવેટ કંપનીને આપે છે:
મોટાભાગે લોકો ટિકિટ વગર જ ટ્રેનમાં ઘુસી જાય છે:
એન્જીનને જોઈ રહેલા ટ્રેન ચાલક:
ઘણીવાર આ ટ્રેનને સ્ટીમ એન્જીનથી ચલાવામાં આવે છે:
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here