આખરે રહસ્ય પર થી પડદો ઉઠ્યો …. જાણો શા માટે કપાતી હતી ચોટલી?

ગુજરાત રાજ્યમાં તા. ૬ ઓગષ્ટથી દસ દિવસ દરમિયાન ‘ચોટલા કાંડ’ના ૪૦ કિસ્સા બન્યાં. કોઈએ જાતે વાળ કાપ્યાં તો કોઈ બંધ ઘરમાં હતું તો પણ વાળ કપાયાં. અનેક તો એવા હતાં કે, પોતાના ઉતરેલા વાળના ગુચ્છાને ‘ચોટલા કાંડ’ સમજી બેઠાં.

સોશિયલ મીડિયા અને મીડિયામાં ચર્ચાસ્પદ બનેલા ચોટલા કાંડમાં ગુજરાત સરકારે નિમેલી CID ક્રાઈમની ટીમે એવું તારણ આપ્યું છે કે, અંધશ્રદ્ધા અને માસ હિસ્ટીરિયાથી રાજ્યમાં ૪૦ ચોટલા કાંડ સર્જાયા. ૪૦માંથી ચાર કિસ્સામાં જાતે જ વાળ કાપીને ‘અફવા’ની સ્થિતિ સર્જનાર ચાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ થઈ છે.

ખરેખર તો, ચોટલાં કપાયા નથી પણ એકથી અઢી ઈંચના વાળ જ કપાયા હતા. ચોટલાકાંડ મોટાભાગે ‘માસ હિસ્ટીરિયા’ના કારણે ચર્ચાસ્પદ બન્યાનું મનોવૈજ્ઞાનિકોનું તારણ CIDએ પોતાના રિપોર્ટમાં આપ્યું છે.

 

ગુજરાત CID ક્રાઈમના રિપોર્ટમાં જણાવાયા મુજબ, ગુજરાતમાં ચોટલા કાંડના ૪૦ બનાવ બન્યાં છે. આ પૈકીના સુરત જિલ્લાના કીમ, અમદાવાદના ઓઢવ અને વલસાડના વાપી ટાઉનમાં એક મહિલાએ કાતરથી અને બીજી મહિલાએ દાંતથી જાતે જ વાળ કાપ્યાનું ખૂલ્યું હતું.

આ ચાર કેસમાં પોલીસ સ્ટેશનોમાં સરકાર તરફે FIR દાખલ કરવામાં આવી છે. અન્ય 36 બનાવોમાંથી ભોગ બનનાર મોટાભાગની વ્યક્તિ માનસિક બિમાર હોવાનું તપાસ દરમિયાન જણાયું હોવાનું CID (ક્રાઈમ)ના DGP આશિષ ભાટીયાએ જણાવ્યું હતું.

Source: navgujaratsamay

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!