આજે વાત આપણા ગરવા ગઢ ગિરનાર વિશે અને તેની લીલી પરિક્રમા વિષે, વાંચો તેની જાણી અજાણી રોચક અને અદ્ભુત વાતો…

0

જુનાગઢથી ૫ કિલોમીટર દુર આવેલ ગીરનાર અને અનેક પર્વતોનો સમૂહ છે. ગીરનાર પર્વત પર કુલ પાંચ મોટા શિખર આવેલ છે. ગોરખ શિખર એ ૩૬૦૦ ફૂટ, અંબાજી એ ૩૩૦૦ ફૂટ, ગૌમુખી શિખર એ ૩૧૨૦ ફૂટ, જૈન મંદિર શિખર એ ૩૩૦૦ ફૂટ અને માળીપરબ એ ૧૮૦૦ ફૂટની ઉંચાઇ પર આવેલ છે. આપણા ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગીરનાર ગણાય છે.

જો તમે ગીરનાર ચડવાની ઈચ્છા રાખો છો તો તમારે ૯૯૯૯ પગથીયા ચઢવાના રહેશે. ગીરનાર પણ કુલ પાંચ પર્વતો થઇને ૮૬૬ જેટલા નાના મોટા મંદિર આવેલ છે. એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે પથ્થરના દાદરા અને રસ્તા બનાવવામાં આવ્યા છે જે તમને એક ટોચ પરથી બીજી ટોચ પર જવામાં મદદ કરશે. આજે અમે તમને ગીરનારની પરિક્રમા વિષે પણ જણાવીશું.

ગીરનારના ૪૦૦૦ પગથીયા ચઢ્યા પછી તમને દર્શન થશે ભવનાથ મંદિરના આ મંદિર પર શિવરાત્રી દરમિયાન નાગા બાવાઓ આ તહેવારની ઉજવણી કરવા માટે આવે છે. પહેલા શિખર પર પહોચવા માટે જયારે ૮૦૦ પગથીયા બાકી હોય છે ત્યારે એક સીધી સરળ જગ્યા આવે છે એ જગ્યા પર અદ્ભુત જૈન મંદિર પરિસર આવેલ છે.

આ જૈન મંદિરો એ ૧૨ તી ૧૬મી સદી દરમિયાન બનાવવામાં આવ્યા હતા અહિયાં ૭૦૦ વર્ષના અઘરા તપ પછી જૈન ધર્મના ૨૨માં તીર્થકર નેમીનાથ એ કાળધર્મ પામ્યા હતા. ત્યાર પછી ના બીજા ૨૦૦૦ પગથીયા ચડવાથી અંબાજી માતાના મંદિરના દર્શન થાય છે. જૈન મિત્રો આ મંદિરની મુલાકાત લેવા આવે છે. નવા પરણેલા કપલ પણ અહિયાં દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે આવે છે.

જેમ જેમ તમે ઉપર ચઢતા જશો તેમ તેમ તમને ઉપર કુદરતી સોંદર્યના દર્શન થતા જશે. ૨૦૦૦ પગથીયા જયારે ચઢવાના બાકી હશે અને તમે નીચે જોશો તો તમને થોડો ડર લાગી શકે છે પણ કુદરતી સોંદર્ય એ તમારું મન મોહી લેશે. આટલું ચઢ્યા પછી પથ્થર જેવા રસ્તા પર ચાલવું પડશે થોડું ચઢ ઉતર કરીને તમને અહિયાં કાળકા માતાનું મંદિર દેખાશે. આ મંદિરે અઘોરી બાવા એ સ્મશાનની ભભૂતિ પોતાના શરીર પર લગાવે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે પણ ગિરનાર પર્વત એ જ્વાળામુખી દ્વારા બનેલો પર્વત છે. તેના પર સિધ્ધચોરાસી સંતના બેસણા આવેલ છે. જુનાગઢ ગિરનારની ભૂમિ એ સંતો અને મહંતોની ભૂમિ છે. અહિયાં તમને આદિ કવિ નરસિંહ મહેતા જેવા બીજા ઘણા સાહિત્કારો પણ આ ભૂમિ પર વસીને ગયા છે. ગિરના તો સિંહ પણ બહુ પ્રખ્યાત છે. હવે આવી પવિત્ર જગ્યા પર છેલ્લા ઘણા વર્ષોથી લીલી પરિક્રમા થાય છે. આ પરિક્રમા કરવા માટે અનેક જગ્યાઓથી અનેક લોકો આવતા હોય છે. ગિરનારની આ પરિક્રમા એ પર્વતને ફરતે થાય છે અને તે લગભગ ૩૬ કિલોમીટર જેટલી હોય છે. ચાર દિવસની આ પરિક્રમામાં અનેક લોકો સામેલ થાય છે.

કારતક સુદ અગિયારસથી આ પરિક્રમા શરુ થતી હોય છે એટલે કે દિવાળી પછી આવતી અગિયારસથી શરુ થાય અને દેવ દિવાળીના દિવસે પૂર્ણ થઇ જાય છે. ઘણા સમય પહેલા આ પરિક્રમા એ ફક્ત સાધુ સંતો કોઈપણ પ્રકારના સાધન વગર કરતા હતા હવે સમય જતા ત્યાં સામાન્ય લોકો પણ જોડવા લાગ્યા છે. આ સમય દરમિયાન સંપૂર્ણ ભક્તિભાવથી ભજન કરવા જોઈએ. આ પરિક્રમા દરમિયાન હવે તો અનેક સંસ્થાના લોકો દરેકને સેવા પણ આપતા હોય છે જમવાનું, દવાઓ વગેરે જેવી સવલતો મળે છે.

શહેરની તમામ સુખ સુવિધાથી , તમામ તણાવથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલની હરિયાળી વચ્ચે વહેતા ઝરણાઓની સાથે , કલરવ કરતા પક્ષીઓ સાથે પ્રક્રુતિના ખોળામાં જીવનની ભાગદોડથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે.

આજની ફાસ્ટ લાઈફ અને નોકરીની પળોજણ વગેરે જેવી ચિંતાથી દુર જઈને આ શાંત જગ્યાએ તમને એક અલગ જ પ્રકારની અનુભૂતિ થશે તમે વર્ષમાં એકવાર અહિયાં જશો તો આખા વર્ષનો તમારો માનસિક થાક ઉતરી જશે. અહિયાં આસપાસ ફેલાયેલ કુદરતી સુંદરતા એ તમે ધરતી પર સ્વર્ગની અનુભૂતિ કરાવશે. દરેક ધાર્મિક યાત્રિકો સાથે તમારો ૩૬ કિલોમીટરનો રસ્તો એ હસતા હસતા પૂર્ણ થઇ જશે.

જો તમે ઈચ્છો તો આ પરિક્રમા પછી ગિરનાર પણ ચઢી શકો અને જો બહુ શક્તિ નથી રહી તો તમારે આ યાત્રાનો અંત એ તમે ભવનાથ મહાદેવના મેળામાં મહાદેવના દર્શન કરીને અને પછી અંતમાં દામોદર કુંડમાં ડૂબકી લગાવીને કરી શકો. દામોદર કુંડમાં સ્નાન કરીને જ તમારી આ યાત્રા સફળતા પૂર્વક પૂર્ણ થશે. તો તમે શું પ્લાન બનાવ્યો છે ક્યારે જશો અને કોની સાથે ટેગ જરૂર કરજો એવા મિત્રોને અને આ માહિતી શેર પણ અચૂક કરજો.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here