આ યુવાને પોતાની બન્ને હથેળી અને એક આંખ ગુમાવી દીધી, છતાં પણ હિમ્મત ન હારી, IAS બનીને દેશની સેવા કરવાનું છે લક્ષ્ય..

0

વાત કોઈ શીક્ષાની હોય કે પછી કેરિયરની, જીવનમાં કાઈ પણ પામવા માટે કઈક કરવાની તલપ અને તેને તેના અંજામ સુધી લઇ જવા માટેનો જુનુંન હોવો જોઈએ. પછી કાઈપણ કામ અશક્ય નથી હોતું. એવા જ એક શખ્શ છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે યુવા પેઢી માટે કોઈ પ્રેરણા થી કમ નથી. આજના નૌજવાન જે પોતાની નાકામિયાબીને લીધે હાર માની લેતા હોય છે, અને એવામાં આત્મહત્યા જેવા પગલા લેતા હોય છે. એક એવી સીખ કે જે વારંવાર પડવા છતાં પણ ફરીથી ઉભું થવાની હિમ્મત ઉત્પન કરે છે અને હર મુશ્કિલથી ભાગવા કરતા તેમનો સામનો કરવાની શીખ આપે છે.

મધ્યપ્રદેશના ટેકનપુરના સમીપ માધવપુર નિવાસી 25 વર્ષીય બૃજેશ જાટવે એક હાદસામાં પોતાના બન્ને હાથની હથેળીઓ અને એક આંખ ગુમાવી ડીધી હતી, પણ તે તેની હિમ્મત છે કે તેમેણે પોતાના સપનાને કોઈ પ્રતિકુળ પરિસ્થિતિની આગળ ઝૂકવું ન પડ્યું.

જ્યારે તે 6 વર્ષના હતા ત્યારે તેના ગામમાં એક લગ્ન સમારોહમાં થયેલી આતિશબાજીના ચપેટમાં આવવાને લીધે બૃજેશની બન્ને હાથોની હથેળીઓ અને એક આંખ ગુમાવી દીધી હતી.

પણ તે તેના પરિવારનો સાથ અને તેના પોતાનો હોંસલો હતો કે તેમને પોતાનો આગળનો અભ્યાસ યથાવત રાખ્યો અને હાલ તે ગ્વાલિયરની એક નીજી કોલેજમાં એમએસસી નો અભ્યાસ કરી રહ્યા છે.

તે પોતાના પરિવાર પર કોઈ પણ પ્રકારનો બોજ આપવા માંગતા નથી. એમએસસી કરવાની સાથે તે પ્રતિયોગીતા પરીક્ષાઓની તૈયારી પણ કરી રહ્યા હતા. તે આઈઈએસ અધિકારી બનીને દેશની સેવા કરવા માંગતા હતા.

બૃજેશે બે વાર એમપી-પીએસસી ની પરીક્ષા પરી કોલીફાઈ કરી છે. બધી બાધાઓની વચ્ચે પોતાની સાહસ નો પરિચય દેવાની સાથે બૃજેશને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાન પણ સન્માનિત કરી ચુક્યા છે. સાથે જ તેમને 20 હજાર રૂપિયા સુધીની આર્થિક મદદ પણ પ્રદાન કરવામાં આવી હતી.

પ્રતિયોગી પરિક્ષાઓની તૈયારી અને પોતાનો અભ્યાસ માટે ખર્ચ માટે તે પોતાના ઘરે ધોરણ 1 થી 10 સુધીના બાળકોને ભણાવતા હતા. તેની સાથે જ તે બાળકોને કોમ્પ્યુટરની ટ્રેનીંગ પણ આપે છે. તેનાથી થનારી કમાણી માંથી અમુક હિસ્સો તે ઘર ખર્ચ માટે પણ કાઢતા હતા.  બૃજેશ પોતાના કામ માટે કોઈ પણ પર નિર્ભર રહ્યા નથી. તે પોતાનું કામ ખુદ જાતે જ કરે છે. રસોઈ, કપળા ધોવા, સાઈકલ ચલાવવી, કોમ્પ્યુટર ઓપરેટર કરવું, એવું કોઈ કામ નથી કે જે બૃજેશ ન કરી શકતા હોય. સાચે જ બૃજેશનો આત્મનિર્ભર બનવાનો જુંબેશ આજ ઘણા લોકો માટે એક ઉદાહરણ છે, જે વિષમ પરિસ્થિતિઓમાં સફળતા હાંસિલ કરવા માંગતા હોય.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.