26 વર્ષના યુવાનને એક છોકરાએ કહ્યું ,અંકલ , આ યુવનાને લાગ્યું ખોટું ને માત્ર 4 મહિનામાં જ 30 કિલો વજન ઘટાડી બોડી બનાવી દીધી જોરદાર ….

0

રોજ 2 કલાક વર્ક આઉટ કરીને કરી દીધું આવું ટ્રાન્સફોરમેશન.નાગપુરમાં મોટા થયેલા આ યુવાનનું વજનના કારણે નાનો હોવા છ્તા મોટો દેખાતો હતો. જેના કારણે કોઈ જો તેને ‘અંકલ’ કહે છે, તો વિચારો તેને કેટલું ખરાબ લાગ્યું હશે.નાગપુરના પાર્થ તિવારી સાથે પણ આવું જ થયું. તે દિવસો યાદ કરતા પાર્થ કહે છે, તે વાત મને ચુબાઈ ગઈ હતી. તેથી કોન્ફિડન્સ પાછો મેળવવા માટે હું વેટ લોસ કરવા લાગ્યો. ને આજે આ પરિણામ છે. કહે છે કે ક્યારેય 124 કિલો વજન ધરાવતો પાર્થ માત્ર 4 મહિનામાં 30 કિલો ઓછું કર્યું છે ને લાજવાબ બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે.

તેણે ફોલો કર્યું આ ડાયેટ :

– પાર્થના કહેવા અનુસાર માછલી ખાસ કરીને તિલપિયા, ફ્રાય કરેલા ઈંડા ને દહી આ તેની લો કેલરીવાળી રેસીપી છે.– તે બ્રેક્ફાસ્ટમાં 5 તળેલા ઈંડા, 10 મીલી કોકોનેટ ઓઇલ અને સફરજન અને તે પ્રોટીન શેક લે છે. –

લંચમાં 10 મિલી ઓલિવ ઓઇલ, ઘી સાથે વધાર કરેલી ફિશ અને ચીકન અને 150 ગ્રામ દહી ખાય છે.

તો તે ડિનરમાં 2 કાકડી, 2 ગાજર અને 150 ગ્રામ દહીની સાથે ચીકન/પનીર/ફિશ લેતો હતો.

આ હતું તેનું વર્કઆઉટ :

એ પણ જણાવ્યુ કે તે રોજ 2કલાક વર્ક આઉટ કરતો હતો. એમાં દોઢ કલાક વેટ ટ્રેનીંગ અને 30 મિનિટ કાર્ડિયો કસરત.

પાર્થનું કહેવું છે કે 10 મિનિટ 1 પગે ઊભા રહેવું પણ તેના માટે મુશ્કેલ હતું. તે ઊભો રહીને પોતાની શૂ લેસ પણ બાંધી નહોતો શકતો.

આ હતા ટર્નિંગ પોઈન્ટ :

26 વર્ષના પાર્થે જણાવ્યુ કે, 1 સપ્ટેમ્બર 2017 ના રોજ મારુ વજન 124કિલો હતું. હું મારી જ કોલોનીમાં કોઈ કામ માટે બહાર જઈ રહ્યો હતો ત્યારે, ત્યાં કેટલાક બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. એમાંથી એક છોકરાએ કહ્યું, “ અંકલ, દડો આપોને. “

હું માત્ર 26 વર્ષનો જ હતો અને મને તેણે અંકલ કહ્યું, જેના કારણે હું આખો હલી ગયો. આ શબ્દ એ કેટલાય દિવસો સુધી મારો પીછો ન છોડયો. અને મે વજન ઓછું કરવાનું વિચારી જ લીધું.

ઓક્ટોમ્બરમાં મે જીમ જોઈન્ટ કરી લીધી. અને સાથે સાથે મારા ફિટનેસ પ્રવાસની પણ શરૂઆત થઈ. જો કે નવેમ્બરમાં મારા પગમાં વાગ્યું હતું પણ મે હાર માની નહી.

પાર્થના કહેવા અનુસાર, ચાર મહિનામાં તેણે 30 કિલો વજન ઘટાડયું છે. તેનું ક્રેડિટ તે તેના ટ્રેનર અને મેટોર રજત ચૌહાણણે આપી રહ્યો છે. સાથે એ પણ કહ્યું કે મને મારો આત્મવિશ્વાસ પાછો અપાવવા માટે ખૂબ ખૂબ આભાર.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here