આ વ્યક્તિ 20 વર્ષ થી માત્ર એક જ ટીશર્ટ પહેરી રહ્યો છે, તેનું કારણ જાણી ને તમારું દિલ ચોક્કસ પીગળી જશે..

0

જાપાન મા એક વ્યક્તિ 20 વર્ષ થી એક જ ટીશર્ટ પહેરે છે પણ એની આ બાબત ની કહાની જાણી ને તમે તેની ભાવના ને સલામ કરવા મજબુર થઈ જાશો. 24 વર્ષ ની રિયા જાપાન ની રહેવાસી છે. તેના પિતા 20 વર્ષ થી લીલા રંગ ની પોલો ટીશર્ટ પહેરતા હતા.પણ જ્યારે રિયા ને આ બાબત ની હકીકત ખબર પડી તો તેને દુનિયા ની સામે લાવાવા માટે પોતાને રોકી ના શકી.


રિયા એ કહ્યું કે જ્યારે પણ એ ટીશર્ટ ક્યાય થી ફાટી જાતી તો તેના પિતા તેને ફરીથી સાંધી લેતા જેથી તેને તે ફરી થી પહેરી શકે. તે તેની દેખભાલ મા કાઈ પણ ખામી આવવા દેતા ન હતા અને ખાસ મૌકા પર પણ તે તેજ ટીશર્ટ પહેરતા હતા. પણ એક તસવીર પ્રમાણે રિયા ને આ બાબત ની હકીકત ની ખબર પડી. રિયા એક વખત પોતાના પિતા નાં સામાન ની સાફ સફાઈ કરી રહી હતી, તે દરમિયાન તેને પોતાના માતા-પિતા ની વર્ષો પહેલા ની તસ્વીર મળી. જો કે આ તસ્વીર મા તેના પિતા એકદમ બદલેલા નજર મા આવતા હતા પણ એક વ્સ્ત્તુ જે આજે પણ યથાવત હતી.

રિયા ને આ તસ્વીર જોઈ ને એહેસાસ થયો કે તેના પિતા એ ત્યારે પણ આ ગ્રીન અને યેલો ટીશર્ટ પહેરેલું છે. તેના પિતા હર રોજ આ ટીશર્ટ તેની પત્ની ને Tribute આપવા માટે પહેરતા હતા. રિયા ની મા 18 વર્ષ પહેલા જ અવસાન પામી હતી, પણ આ ટીશર્ટ ને તેના પિતા એ પોતાના પ્રેમ ના પ્રતિક સમાન ગણી લીધું હતું. જીવન ના છઠા દશક મા કદમ મુકેલા રિયા ના પિતા આજે પણ આ ટીશર્ટ થી પોતાની પત્ની ને યાદ કરીને પોતા નું જીવન વિતાવે છે.


રિયા એ કહ્યું હતું કે, ‘ તે હંમેશા વિચારતી હતી કે તે એક જ ટીશર્ટ કેમ પહેરે છે અને બીજી ટીશર્ટ કેમ ખરીદતા નથી? પણ તે આ અનુમાન નાં લગાવી શકી કે આ ટીશર્ટ તેના માટે આટલી ખાસ પણ હોઈ શકે છે. તેને હંમેશા લાગતું હતું કે તેના પિતા ખુબજ બોરિંગ છે કેમ કે તેમણે એક જ ટીશર્ટ મા પોતાની જિંદગી નો ઘણો ખરો હિસ્સો વિતાવ્યો છે,  પણ તેના આ સમર્પણ ને જોઈ ને તેને અહેસાસ થયો કે તેને પણ તેની યાદો ને સંભાળી ને રાખવા માટે પ્રયાસ કરવો જોઈએ. રિયા કહે છે કે તે હંમેશા પોતાના માતા-પિતા તેમજ દાદા-દાદી ની કીમતી વસ્તુઓ ને સંભાળી ને રાખશે.

Story Author: GujjuRocks Team

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here