આ વ્યક્તિ ને પોતાનું દિલ આપી ચુકી છે મુકેશ અંબાણીની લાડલી દીકરી ઇશા અંબાણી, શું અંબાણી પરિવાર સ્વીકાર કરી શકશે તેના આ પ્રેમને, જાણો વિગતે..

0

પ્રેમ એક એવો અનુભવ છે જેનાથી કદાચ કોઈપણ બચી શક્યું નહી હોય. તે ક્યારે, ક્યાં, કોની સાથે, કોના નજરમાં, અને કોના દિલમાં વસી જાતો હોય છે તેની ખુદને પણ ખબર નથી રહેતી.

આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની લાડકી દીકરી ઈશા અંબાણીની લવ લાઈફ વિશેની કહાની. હાલમાં જ ઈશાનું દિલ આ વ્યક્તિ દ્વારા જડપી લેવામાં આવ્યું છે. 23 ઓક્ટોબર 1991ના રોજ મુંબઈમાં જન્મેલી ઇશા અંબાણીએ પોતાની સ્કૂલિંગ મુંબઈના ધીરુભાઈ અંબાણી સ્કુલમાં અને સાઈકોલોજીમાં ગ્રેજ્યુએશન USA ની Yale યુનીવર્સીટીથી કર્યું છે.

ઇશા જેટલી સુંદર છે તેટલીજ તે એક બીઝનેસ વુમેન પણ છે. માત્ર 26 વર્ષની ઉમરમાંજ તે રિલાયન્સ ટેલીકોમ અને રીટેલ કંપનીની ડાયરેકટર બની ગઈ છે અને રિલાયન્સ jio ની ઓફર્સ નક્કી કરવાંમાં પણ ઇશા અંબાણીનો ખાસ ફાળો રહ્યો છે.

સાથે જ તે અમુક ફિલ્મો પણ પ્રોડ્યુસ કરે છે. ‘રિલાયન્સ એન્ટરટેનમેંટ’ ના બૈનરથી તે ફિલ્મોને પ્રોડ્યુસ પણ કરે છે.

અમેરિકાની યેલ યુનીવર્સીટીથી ગ્રેજ્યુએશન કરનારી ઇશાની સફળતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે 2015 માં ઈશા, એશિયાની 12 અપકમિંગ પાવરફુલ બીઝનેસ વુમેન્સની લીસ્ટમાં પણ પોતાની જગ્યા બનાવવામાં કામિયાબ રહી છે.

હવે આટલી સુંદર અને સફળ યુવતીને કોણ પોતાની બનાવવા ઇચ્છતું ન હોય. ઇશા માટે તો યુવકોની લાંબી લાઈન લાગેલી છે. પણ ઈશાનું દિલ તો કોઈ એક ખાસ વ્યક્તિ માટે ધડકી રહ્યું છે.

વાત કાઈક એવી છે કે ઈશાને પિયાનો વગાળવો ખુબ પસંદ છે, અને તે પિયાનો વગાળવા માટે પ્રોફેશનલ ટ્રેનીંગ પણ લઇ ચુકી છે. તમને જણાવી દઈએ કે આજ પિયાનો ક્લાસમાં ઈશાનું દિલ કોઈકે ચોરી લીધું હતું. પિયાનો ક્લાસના સમયે ઈશા આંબાણીને આ પિયાનીસ્ટ બોય સાથે પ્રેમ થઇ ગયો હતો. આજ પિયાનો વગાળનારા  વિદેશી છોકરા સાથે ઇશા પોતાનું દિલ આપી ચુકી હતી.

જણાવી દઈએ કે તેની પહેલા સ્કુલના દિવસોમાં ઈશાને હર્ષવર્ધન નામના છોકરા સાથે પ્રેમ થઇ ગયો હતો, જો કે તે એક મોટા બિઝનેસમેનનો દીકરો હતો. પણ જયારે આ વાતની જાણ નીતા અંબાણીને થઇ ત્યારે તેણે ઈશાને તે છોકરાથી દુર રહેવાની સલાહ આપી હતી. આ લવ સ્ટોરીનો અંત પણ ત્યારેજ થઇ ગયો હતો.

પણ શું આ પિયાનો બોય સાથેનો ઇશાનો પ્રેમ મુકેશ-નીતા સ્વીકાર કરી શકશે? એ તો હવે સમય જ બતાવશે, જોઈએ આગળ શું થાય.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!