આ ઉપાય થી સફેદ વાળ ને ડાઈ કરવા નું ભૂલી જશો….11 કુદરતી રામબાણ ઘરેલુ ઉપાય વાંચો

આજે અમે તમને સફેદ વાળો ને કાળા કરવા ની 11 રામબાણ ઉપાયો વિસે જણાવશું. ઘણા એવા ઘરેલુ ઉપાય છે,જે સફેદ થતા વાળ ની સમસ્યા ને દૂર કરી શકે છે. જેવું કે તમે જાણો છો, વાળ સફેદ થવા જેનેટિક છે. અને ઉંમર સાથે આપણા વાળ પકવા લાગે છે. પણ આજકાલ આ સમસ્યા ઓછી ઉંમર માં જ થવા લાગે છે, જેને કારણે થાય છે, વાળ ની દેખભાળ ન કરવી, પ્રદુષણ અને શરીર માં પોષક તત્વો ની ખામી.

વાળ ને ડાઈ કરવા થી વાળ જલ્દી સફેદ થવા લાગે છે. એટલે વાળ ને કાળા કરવા માટે હંમેશા પ્રાકૃતિક નુસ્ખા નો ઉપયોગ કરવો જોઈએ. સફેદ વાળ ની સમસ્યા માં વાળ નું અસમય સફેદ થવું એક મોટી સમસ્યા બની ચુકી છે. એટલા માટે ઘણા લોકો કલર નો ઉપયોગ કરે છે. જો કે કલર વાળ ને કમજોર બનાવી દે છે.આવો જાણીએ એવા જ થોડા આપણા ઘરેલુ નુસ્ખા ની પોટલી થી નીકળેલ થોડા અસરકારક ઉપાય.

સફેદ વાળ ના 11 રામબાણ ઘરેલુ ઉપાય

આમળા નો કમાલ
નાના દેખાતા આમળા ન ફક્ત તમારા સેહત માટે ગુણકારી હોય પણ એના નિયમિત ઉપયોગ થી વાળ સફેદ થવા ની સમસ્યા થી પણ છુટકારો મળે છે. આમળા ને ન ફક્ત ડાઈટ માં ઉમેરો પણ મહેંદી માં ભેળવી ને વાળ ને કન્ડિશનિંગ કરતા રહો. ઈચ્છો તો આમળા ને નાના નાના કાપી લો અને ગરમ નારિયળ તેલ માં ઉમેરી ને માથા ઉપર લગાઓ.

કઢી પતા કરે ઘણો કમાલ

સફેદ થઈ રહેલા વાળો માટે કઢી પતા ખૂબ જ સારા હોય છે. નાહવા પેહલા કઢી પતા ને નાહવા ના પાણી માં છોડી દો અને એક કલાક પછી એ પાણી થી માથું ધોઈ લો. કે પછી આમળા ને જેમ કઢી પતા ને જીણા કાપી લો અને ગરમ નારિયળ તેલ માં ઉમેરી અને માથા પર લગાવો. એના થી પણ લાભ થશે.

ડુંગળી કરે મોટા મોટા કામ

ડુંગળી તમારા સફેદ વાળ ને કાળા કરવા માં મદદ કરે છે. થોડા દિવસો સુધી રોજ નાહવા ના થોડા સમય પેહલા વાળ માં ડુંગળી ની પેસ્ટ લગાવો. એનાથી તમારા સફેદ વાળ કાળા થવા ના શરૂ થઈ જશે, વાળ માં ચમક આવી જશે અને સાથે જ વાળ ખરવા ના પણ અટકી જશે.

મોટા કામ ના નાના મરચા.

કાળી મિર્ચ ખાવા માં સ્વાદ પણ વધારે છે, સાથે જ એના થી સફેદ થતા વાળ કાળા થવા લાગે છે. એટલા માટે કાલી મિર્ચ ના દાણા ને પાણી માં ઉકાળો અને એ પાણી ને વાળ ધોઈ લીધા બાદ એને માથા માં નાખો. લાંબા સમય સુધી વાળ માં આવી રીતે કરવા થી એ અસર દેખાડે છે.

કોફી અને કાળી ચા,વાળો ને કાળા બનાવે.

જો તમે સફેદ વાળ થી પરેશાન હોઉં તો બ્લેક ટી અને કોફી નો ઉપયોગ કરો. સફેદ થઇ ચૂકેલ વાળ ને તમે બ્લેક ટી અને કોફી ના અર્ક થી ધોશો તો તમારા સફેદ વાળ ફરી કાળા થવા ના શરૂ થઈ જશે. આવું તમે દિવસ માં બે વખત કરો.

એલોવેરા માં છે ગજબ જાદુ.

વાળ માં એલોવેરા જેલ લગાવવા થી વાળ ખરવા નું અને સફેદ થવા નું બંધ થઈ જશે. એટલા માટે તમે એલોવેરા જેલ માં લીંબુ નો રસ ઉમેરી ને પેસ્ટ બનાવી લો અને એ પેસ્ટ ને વાળ માં લગાવો.

દહીં થી કરો સફેદી માં અટેક.

સફેદ થતા વાળ ના રંગ ને પ્રાકૃતિક રૂપ થી બદલવા માટે દહીં નો ઉપયોગ કરો. એના માટે હિના અને દહીં ને બરાબર માત્રા માં ઉમેરી ને પેસ્ટ બનાવો અને આ પેસ્ટ ને વાળ માં લગાવો. આ ઘરેલુ ઉપચાર ને અઠવાડિયા માં એક વખત લગાવવા થી વાળ કાળા થવા લાગશે.

ભૃનગરાજ અને અશ્વગંધા કામ કરે ઘણા સારા

ભૃનગરાજ અને અશ્વગંધા વાળ માટે વરદાન મનાય છે. એમનું પેસ્ટ બનાવી નારિયળ તેલ માં ઉમેરી અને વાળ ની જડો માં એક કલાક માટે લગાવો. પછી નવશેકા પાણી થી સારી રીતે ધોઈ લો. એનાથી વાળ ની કન્ડિશનિંગ પણ થશે અને વાળ કાળા પણ થશે.

દૂધ ના અદ્દભૂત લાભ

ગાય ના દૂધ ના ફાયદાઓ વિસે કોણ નથી જાણતું, પણ શું તમને એ ખબર છે કે ગાય નું દૂધ સફેદ વાળ ને કાળા બનાવી શકે છે .ગાય ના દૂધ ને વાળ માં લગાવવા થી વાળ કુદરતી રીતે કાળા થવા લાગે છે. એવું અઠવાડિયા માં એક વખત કરો અને જુઓ તમારા વાળ કેવી રીતે ખીલી ઉઠે છે.

દેશી ઘી થી માલિશ.
ઘરડાઓ હંમેશા એમના માથા પર દેશી ઘી ની માલિશ કરતા નજરે ચઢશે. ઘી ની માલિશ કરવા થી ત્વચા ને પોષણ મળે છે. પ્રતિદિન શુદ્ધ ઘી ની માલિશ કરવા થી સફેદ વાળ માંથી છુટકારો મળી જશે.
નારિયળ તેલ અને લીંબુ.
જો તમારા વાળ સફેદ થઈ રહ્યા હોય તો નારિયળ તેલ માં થોડા ટીપા લીંબુ ના રસ ના ઉમેરો અને એ જ તેલ થી માથા પર માલિશ કરો. તમારા વાળ કાળા પણ થશે અને એમાં સાઈન પણ આવશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!