આ તળાવની ગહેરાઈઓમાં દફન હતો 107 વર્ષ પહેલાનો રાઝ, સામે આવી ચોંકાવનારી હકીકત…

કોઈને પણ એ વાતની જાણ ન હતી કે અહી આ લેઈકની નીચે 107 પુરાનો રાઝ દફન છે. જ્યારે તે સામે આવ્યું તો હર કોઈ હેરાન જ રહી ગયા હતા. આ ઘટના એમરિકાનાં ઉત્તરી ઈલાકાની છે. અહી સુપીરીયર લેઈકની ઊંડાઈઓમાં એવી ચીજ મળી છે જેના વિશે કોઈ વિચારી પણ ન શકે. તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર જોવામાં આવી રહી છે. વિચારવા જેવી વાત એ છે જે જામ થયેલા આ લેઈકની નીચે આખરે આ વસ્તુ આવી કેવી રીતે? જણાવી દઈએ કે અમેરિકામાં ઠંડીને લીધે જામ થયેલા આ તળાવની નીચે એક પાણીનું જહાજ મળી આવ્યું છે. તેને ‘મીની ટાઈટેનિક’ પણ કહેવામાં આવી રહ્યું છે.ચોંકાવનારી વાત એ છે કે 270 ફૂટ નીચે 107 વર્ષ પુરાનું જહાજ આટલા વર્ષો બાદ પણ એવી જ હાલતમાં હતું જેવું પહેલા હતું. ફોટોગ્રાફર્સની ટીમે ગોતાખોરોને લગાવીને તેના હેરાન કરી દેનારા ફોટોસ કૈપ્ચર કર્યા છે. ડેલીમેલની રીપોર્ટનાં આધારે 1911 માં આ જહાજ ડૂબી ગયું હતું. આ જહાજ સ્કોટલૈંડ માં બન્યું હતું જેની લંબાઈ 200 ફીટ બતાવામાં આવી રહી છે.  35 વર્ષની એક ફોટોગ્રાફર બૈકીએ ગોતાખોરોની મદદ વડે આ જહાજની તસ્વીરો લીધી છે. બૈકીએ કહ્યું કે, આ જહાજને જોતા જ એવું લાગ્યું કે જાણે અમે પહેલાના દૌરમાં આવી ગયા છીએ. અંદરથી આ જહાજ એકદમ ડરાવનું લાગતું હતું. બૈકી એ કહ્યું કે તેઓએ આની પહેલા ક્યારેય આવી રીતે ડૂબી ગયેલું જહાજ નથી જોયું. આ જહાજ એકદમ યોગ્ય રીતે અને યોગ્ય હાલતમાં હતું. જહાજમાં પિયાનો અને ખુરશીઓ પણ તેની જગ્યા પર જ હતી.
બૈકી એ કહ્યું કે, એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ અહી આ જહાજમાં રહી રહ્યું છે’. બૈકીએ પોતાની ટીમની સાથે પોતાનો જીવ જોખમમાં મુકીને આ તસ્વીરો લીધી હતી. આટલી ઊંડાઈઓમાં ફોટોસ લેવા માટે તેઓની પાસે માત્ર 25 મિનીટ સુધીની જ ઓક્સીજન હતી. સાથે જ પરત ફરવા માટે તેઓને 75 મિનીટ લાગ્યા, માટે તેઓની પાસે કુલ 100 મિનીટ જેટલી ઓક્સીજન હતી.      લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!