1 રૂપિયા ની પલ્સ ચોકલેટ નો ઇતિહાસ જાણીને મોં માં આંગળા નાખી દેશો – 99% લોકોને નથી ખબર આ વાત

0

નાના-નાના કામને ઘણીવાર આપણે મહત્વ નથી આપતા હોતા ,પણ નાનકડું કરેલું કામ , કરોડપતિ તમને ક્યારેય બનાવી દેશે તે ખબર જ નથી હોતી..આવું જ કંઈક બન્યું પલ્સ કંપની સાથે..

એક રૂપિયાની પલ્સની પિપરથી, કંપનીએ કર્યો ૩૦૦ કરોડનો બિઝનેસ…માનવામાં ન આવે તેવી આ વાત છે..
DS ગ્રુપની એક કંપની છે જેને પીપર બનાવી, પહેલા કાચી કેરી ને ફ્લેવરવાળી પીપર તો મળતી જ હતી પણ તે એટલી બધી પ્રખ્યાત ન થઈ હતી.. જ્યારે પલ્સ કંપની એ નક્કી કર્યું , કે કાચી કેરીમાંથી જ એવી પીપર બનાવી જે લોકોને યાદ રહી જાય..ઉનાળાની સખત ગરમીમાં જ્યારે ગળામાં કંઈક એવું લિક્વિડ જાય છે કે જેથી ગળા ને રાહત મળે ,જીભને સ્વાદ મળે , મન ને શાંતિ મળે…

બસ આ વાત સાથે જ તેમણે બનાવી એક અનોખી પિપર..

આ પેપર પણ કાચી કેરીમાંથી જ બનાવવામાં આવી હતી પણ તેના ફોર્મ્યુલાને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો હતો કે પીપરની બરાબર વચ્ચે અનેક પ્રકારના મસાલા રાખવામાં આવ્યા હતા જેથી ચટપટો સ્વાદ નો અહેસાસ થાય..

ઉપરની બહારની સપાટી પર કાચી કેરીની ફ્લેવર હતી.. જ્યારે સેન્ટરમાં concentrated કરેલો એક અલગ જ પ્રકારનો મસાલો હતો..

ગુજરાતમાં આ રીતે ગુજરાતમાં આ પીપર એ રીતે ફેમસ થઈ કે તેણે કરોડોનો બિઝનેસ કર્યો ,પછી તો આ પેપર આખા ભારતમાં ધીમે ધીમે ફેમસ થવા લાગી..પછી ધીમે ધીમે યુ.એસ.એ યુ.કે.માં પણ આ પીપર ફેમસ થઈ…આ કંપનીએ પીપરની રેસીપી પેટન્ટ પણ કરાવી છે..

નાનકડી અમથી વાતે કંપનીને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી.. આ કંપનીઓએ વિદેશી કંપની કરતાં પણ થોડાક જ સમય માં બહુ મોટો બિઝનેસ કર્યાનો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો..બસ મોટી સફળતા માટે નાનકડો એક વિચાર જ કાફી છે..નાનકડા એકબીજના મોટું વૃક્ષ છુપાયેલું છે તેવી જ રીતે તમારા એક નાના અમથા નકામા લાગતા વિચારમાં ગજબની સફળતા સમાયેલી છે…

તમારા ઉપર વિશ્વાસ રાખો, અને એક નાના વિચાર થી મોટી શરૂઆત કરો..

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

અમેરિકામાં ખીચડી અને કઢીથી પોતાના ધંધાની શરૂઆત કરનાર ગુજરાતી પટેલ એટ્લે કે ‘પટેલ બ્રધર્સ’ ની કહાની …..

આજથી લગભગ પચાસ દાયકા પહેલાં મફતભાઈ પટેલ નામનો ગુજરાતી યુવાન અમેરિકાની ઇન્ડિયાના યુનિ, માં એમ.બી.એ ના અભ્યાસ માટે ગયા મફતભાઈ પોતે ગુજરાતી હતા ને છેક અમેરિકા ભણવા ગયા એટ્લે શરૂઆતમાં તો બધુ નવું નવું જોઈને એક અલગ જ દુનિયામાં આવ્યા નો અહેસાસ કરતાં હતા. રોજ અમેરિકન વાનગીઓ પેટ ભરીને ખાતા ને મજા માણતા. એક દિવસ ચીઝ બટર સેંડવીચ, તો એક દિવસ મસાલા સેંડવીચ, મસકા બન, મસાલા ફાવ. વગેરે ખાઈ ખાઈ ને ખંટાળી ગયા. એમને મન થયું ગુજરાતી ઘરોમાં રોજ બનતી ખીચડી ખાવાનું. આખા આખા અમેરીકાના શહેરમાં ફર્યા ક્યાંય તેમણે પૈસા આપતા પણ ખીચડી નસીબ ચડી નહી. તેમણે યાદ આવ્યું તેમનું ગામડું. ખાટલામાં બેસીને, રોજ ફળીયામાં બેઠા બેઠા ખુલ્લા આકાશમાં ને કુદરતના ખોળે બેસીને ખિચડી ખાતા ને જે અમીનો ઓડકાર આવતો એ ઓડકાર અમેરીકામાં આવ્યા પછી આજ સુધી નથી આવ્યો.મફતભાઈ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના ભાંડુ ગામના. તેમણે તો તરત જ પોતાનું વતન ભાંડુ ગામ, ગાયોના ધણ ને માટી માંથી બનેલા કાચા મકાનો ને ખીચડી ને કાઢી યાદ આવ્યા. ગામની યાદ આવતા જ તે ખૂબ જ ભાવુક બની ગયા. તેમણે મનોમન નક્કી કર્યું કે હું ભલે અમેરીકામાં રહું. પણ, હું અહીંયા આખું મારુ ગામડું ઊભું કરીશ.તેમણે એમ.બી.એ પૂરું કર્યું. જેવુ ત્યાં ભણવાનું પૂરું થયું કે તરત જ તેમણે ત્યાની જ એક સારી કંપનીમાં સાર્સ મજાની સર્વિસ પણ મળે છે, હવે તો તે ડોલરમાં રૂપિયા પણ કમાવા માંડ્યા હતા. પણ રોજ એમને આવો પોછો પોછો ને રબબર જેવો ખોરાક તો ખાવાનો ને ? આટલી બધી કમાણી પણ શું કામની. ખાવાના તો આ ડૂચા જ ને ..એ પણ વાસી. ને ખીચડીને યાદ કરી ખૂબ દુખી થતાં, આંખોમાં આસું આવી જતાં જ્યારે તેમણે ભાંડુના ચૂલામા બનેલી ખીચડી જોવા મળતી ત્યારે એવું ણ હતું કે અમેરીકામાં રહેતા મફતભાઈની જ આ હાલત હતી. અમેરીકામાં રહેતા બધા જ ગુજરાતીઓની આ જ હાલત હતી. પણ કરે શું ?

હજી તો કશુક કરવાનું એમના મનમાં વિચાર જ આવતો હતો . ત્યાજ એક સાચાર મળે છે. એમના ખાસ મિત્ર રમેશભાઈ ત્રિવેદ્દી વાતવાતમાં જણાવે છે કે મારે ધંધામાં ખોટ આવે હે. ને મારે પૈસાની જરૂર છે. મારી પાસે 5 મોટી મોટી દુકાનો છે તે બધી વેંચી નાખવી છે. ખોટ ખાઈને ધંધો કરાતો હશે.? આ સાંભળતા જ મફતભાઈ પટેલ ને ખિચડી યાદ આવે છે. અને અંતે તેમણે અમેરીકામાં તેમના મિત્રની એક નાની એવી દુકાનમાં દેશી હાટડી નામનું એક ફૂડ સ્ટોર ઊભો કર્યો.

શરૂઆતમાં ખૂબ જ તકલીફ પડે છે. પણ આખરે ગુજરાતી પટેલ હાર થોડી માને ? તેમણે તો તેમની માદા માટે ઈંડિયાથી તેમના પત્ની અરુણા અને તેમનો ભાઈ તુલસી ને પણ અમેરિકા બોલાવી લીધા. ખભ્ભે ખભા મિલાવી કામ કરવા લાગ્યા પાંચ છ મહિનામાં તો તેમનો 14 ફૂટમાં બનેલો ફૂડ સ્ટોલ ધમાકેદાર ચાલવા લાગ્યો. એમનો આ ફૂડ સ્ટોર જે માર્કેટમાં હતો ત્યાં એમના સ્ટોર સિવાય કોઈનો સ્ટોર એટલો ચાલતો ન હતો. ગરાગી પણ વધટી જતી હતી. હવે આ ત્રણથી પહોંચી વળાતું નહી એટ્લે મફતભાઈએ તેમની નોકરી છોડી અને આખો દિવસ આ સ્ટોર માં જ આપવા લાગ્યા. ને બીજો પણ સ્ટાફ રાખી લીધો. આમ ને આમ મહેનત અને ખંત થી ખૂબ કમાણી ઠસવા લાગી આ નાનકડો ફૂડ સ્ટોલ ડિપાર્ટમેન્ટલ સ્ટોર જેવો બની ગયો હતો. અને વસ્તુઓની સંખ્યામાંપણ દિવસે ને દિવસે વધારો થવા લાગ્યો.એક બે નહી પણ પૂરી ત્રણ ત્રાણ પેઢી અત્યારે આ કામમાં સક્રિય છે. અને આજે દેશ વિદેશમાં એ નાનકડો સ્ટોર પટેલ બ્રધર્સના નામથી ડ=ફેમસ છે પટેલ બ્રધર્સનો વાર્ષિક ટર્ન ઓવર છે પૂરા ૧૪૦ કરોડ ડોલરમાં છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here