ભારતમાં એક એવી જગ્યા જ્યાં લગ્ન ના પહેલા બાળક ને જન્મ આપવો છે જરૂરી, જાણો આ જગ્યા વિશે….

0

આજના બદલાઈ રહેલા જમાનામાં લિવ ઈન રિલેશન માં રહેવાનું ચલણ વધી ગયું છે. દુનિયામાં ઘણા એવા દેશો છે જ્યા લોકો પોતાની મરજી થી લિવ ઈન રિલેશન માં રહે છે અને આ બધું તેઓના માટે ખુબ જ સામાન્ય વાત છે.પણ ભારતમાં લિવ ઈન રિલેશનમાં રહેવાની પરવાનગી આપવામાં નથી આવી અને તેનો હંમેશા થી સમાજ વિરોધ કરતો આવ્યો છે.
આ દરેક બાબતો ને છોડીને આપણા ભારત દેશ માં એવી એક જગ્યા છે જ્યા સદીઓ થી લિવ ઈન રિલેશન માં રહેવાની પરંપરા ચાલતી આવી છે. અહીં લોકો પોતાની મરજી થી લિવ ઈન રિલેશન માં આવી શકે છે. આ સિવાય તેઓ લગ્ન પહેલા બાળક ને પણ જન્મ આપી શકે છે.
આ ગામ માં છે વિચિત્ર રિવાજ:આ બાબત ને લીધે આ જાણકારી સોશિયલ મીડિયા પર ખુબ વાઇલર પણ કરવામાં આવી રહી છે. આ જાતિ ગુજરાત અને રાજસ્થાન ની ‘ગરાસિયા’ જાતિ છે. અહીં છોકરો કે છોકરી ને અનુમતિ હોય છે કે તેઓ રિલેશન શિપ માં આવી શકે છે.
આ જાતિ ના લોકો રાજસ્થાન ના ઉદયપુર ની આસપાસ ના આદિવાસી વિસ્તાર માં મળી આવે છે. ગુજરાતી, ભીલી, મેવાડી અને મારવાડી ના મિશ્રણ થી તેઓની ભાષા બોલવામાં આવે છે. અહીં લોકો પોતાની ઈચ્છા પ્રમાણે લિવ ઈન માં આવી શકે છે અને પોતાના પાર્ટનર ને પણ ઈચ્છા પ્રમાણે બદલી શકે છે આ સિવાય તેઓ લગ્ન પહેલા બાળક ને પણ જન્મ આપી શકે છે.
જો બાળક ન થયું તો પણ તેઓ પોતાના પાર્ટનર ની સાથ સંબંધ તોડી શકે છે. આ રિવાજ ને અહીં ‘દાપા પ્રથા’ કહેવામાં આવે છે, આ પરંપરા માં 40 થી લઈને 90 વર્ષના લોકો પણ શામિલ હોય છે.
આ જાતિમાં એક એવી જોડી મળી જેઓ આ પ્રથા ના ચાલતા લિવ ઈન રિલેશનમાં રહ્યા અને પછી તેઓએ એકબીજા સાથે લગ્ન કરી લીધા. જેમાં 80 વર્ષના પુરુષે 70 વર્ષ ની મહિલા સાથે લગ્ન કર્યા અને તેઓના લગ્નમાં તેના પૌત્ર-પૌત્રીઓ પણ હતા.
અમે તમને જણાવી દઈએ કે આ જાતિ ના લોકો નો પોશાક પણ ખુબ સુંદર છે. અહીં સ્ત્રીઓ ચટકા(એક જાતનું બ્લાઉઝ) અને ઘેરા રંગ ના ઘાઘરા અને ઓઢણી પહેરે છે જયારે પુરુષો ધોતી અને કમીજ પહેરે છે.

Author: GujjuRocks Team (કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here