આ હનુમાન ના મંદિર પર થી કોઈ નથી આવતા ખાલી હાથ, 2025 સુધી થઇ ચુકી છે ભંડારાની બુકીંગ, જાણો ક્યાં આવ્યું છે આ મંદિર….

0

કળિયુગ માં સૌથી જલ્દી પ્રસન્ન થનારા ભગવાન હનુમાન જી ને માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા થી દરેક પરેશાનીઓ, કુંડળી ના દોષ, શનિ ના શુભ અસરથી મુક્તિ મળી જાય છે. માટે બજરંગબલી ના મંદિરો માં ભક્તો ની ભીડ લાગી રહે છે. દેશભર માં હનુમાનજી ના ઘણા ચમત્કારી મંદિર છે, જયાં જવા પર ભક્તો ની મનોકામના પુરી થઇ જાય છે. એવું જ એક મંદિર છે કોટદ્વાર નું સિદ્ધબલી હનુમાન મંદિર. આ મંદિર ને ખુબ જ ચમત્કારી માનવામાં આવે છે. અહીં પ્રચલિત માન્યતાનુસાર જે ભક્તો ની મનોકામના બાબા હનુમાન પુરી કરે છે, તેવા ભક્તો અહી ભંડારા કરાવે છે. અહીંથી કોઈપણ ભક્ત ખાલી હાથ નથી જાતા. તેના ભક્તો ની સંખ્યા એટલી વધુ છે કે અહીં થનારા વિશેષ ભંડારોની બુકીંગ 2025 સુધી પુરી થઇ ગઈ છે.ક્યાં આવેલું છે આ સિદ્ધબલી હનુમાન મંદિર:

ઉત્તરાખંડના પૌડી ક્ષેત્રમાં કોટદ્વાર સ્થિત છે, જેને પૌડી નું પ્રવેશ દ્વાર પણ માનવામાં આવે છે. આ ક્ષેત્ર પહાડની તરાઈ માં ખોહ નદીના કિનારા પર વસેલું છે. કોટદ્વાર પછી પહાડી ઇલાકો છે. આ ગઢવાલ જિલ્લા માં આવેલું છે. કોટદ્વાર થી લગભગ 3 કિમિ દૂર રાજમાર્ગ છે. ખોહ નદીના કિનારા પર લગભગ 40 મીટર ઊંચા ટીલા પર આ મંદિર સ્થિત છે.

કેવી રીતે પહોંચવું:

દિલ્લી થી કોટદ્વાર લગભગ 225 કિમિ દૂર છે. અહીં પહોંચવા માટે બસ, ટ્રેન કે કાર થી આસાનીથી પહોંચી શકાય છે.

મંદિર માં સ્થાપિત હનુમાન જી ની મૂર્તિ:જાણો આ મંદિર સાથે જોડાયેલી અમુક ખાસ વાતો:

આ મંદિર વિશે કહેવામાં આવે છે કે ઘણા સમય પહેલા એક બાબા આ ટીલા પર હનુમાનજી ની પૂજા કર્યા કરતા હતા. હનુમાનજીએ તેને દિવ્ય પ્રસિદ્ધિ પ્રદાન કરી હતી. તેને લીધે જ બાબા ને સિદ્ધબલી બાબા કહેવામાં આવવા લાગ્યું હતું. બાબા એ હનુમાનજીની મૂર્તિ ની સ્થાપના અહીં જ કરી હતી.
અહીં પ્રચલિત માન્યતાનુસાર બ્રિટિશ શાસન કાલ માં એક મુસ્લિમ ઓફિસર આ ક્ષેત્ર માંથી પસાર થઇ રહ્યાં હતા, ત્યારે તે સિદ્ધબલી મંદિર ની જગ્યાએ ક્યાંક રોકાયા હતા. તે ઓફિસર ને સપનું આવ્યું હતું કે સિદ્ધબલી બાબા ની સમાધિ ની પાસે આ મંદિર બનાવામાં આવે. આ વાત ઓફિસરે ક્ષેત્રના લોકોને જણાવી તો લોકોએ અહીં મંદિર બનાવી નાખ્યું. પહેલા આ મંદિર કઈ ખાસ મોટું ન હતું.ધીમે-ધીમે શ્રદ્ધાળુઓના સહયોગથી આ મંદિર ભવ્ય થઇ ગયું.

મનોકામના પુરી થયા પછી કરાવે છે ભંડારા:

માનવામાં આવે છે કે હનુમાનજી અહીં પર દરેકની મનોકામના પૂર્ણ કરે છે. પ્રસાદ માં ગોળ, પતાશા અને નારિયેળ વિશેષ રૂપ થી ચઢાવામા આવે છે. દરેક મંગળવાર અને શનિવાર ના દિવસે અહીં ભક્તો માટે ભંડારા હોય છે. જાણકારી અનુસાર અહીં એટલા ભક્તો ની મનોકામના પૂર્ણ થાય છે કે વિશેષ ભંડારો માટે 2025 સુધી બુકીંગ થઇ ચુકી છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here