આ છે પેટની ચરબી ઘટાડાવાનો નં.1 આયુર્વેદિક અસરકારક ફૉર્મ્યુલા – એક વાર જરૂર કરો કોશિશ..

1. પેટ પરની એક્સ્ટ્રા ચરબી:

શરીર પર એકવાર એકસ્ટ્રા ચરબી જમા થઈ જાય તો તેને સરળતાથી દૂર કરી શકાતી નથી. શરીરમાં જમા થયેલી એક્સ્ટ્રા ચરબીને કારણે તમારો લૂક ખરાબ થાય છે તો સાથે કેટલીક હેલ્થ પ્રૉબલેમ્સ પણ ઉભી થાય છે. હેલ્થકેર અને આયુર્વેદિક એક્સપર્ટ પ્રમાણે રેગ્યુલર ફેટ બર્નિંગ એક્સરસાઈઝની સાથે-સાથે કેટલાક આયુર્વેદિક ફૉર્મ્યુલાનો પણ ઉપયોગ કરી શકો છો.

2. આયુર્વેદિક ઉપાય:

આ ઉપાયથી શરીરની ચરબી ઝડપથી ઘટાડવામાં મદદ મળે છે. થોડાંક જ દિવસમાં ફરક દેખાવા લાગે છે. આ ઉપાય ઘરે જ સરળતાથી કરી શકાય છે. આ સાથે જ તેના અન્ય કેટલાંક હેલ્થ બેનિફિટ્સ પણ છે. તો આવો જાણીએ હેલ્થકેર અને આયુર્વેદિક એક્સપર્ટ્સના જણાવેલ આ ઝડપથી ફેટ ઘટાવવાના આયુર્વેદિક નૂસ્ખા વિશે.

3. જરુરી સામગ્રી:

આ આયુર્વેદિક ઉપાય બનાવવા માટે 100 ગ્રામ હળદર, 100 ગ્રામ તજ, 200 ગ્રામ મેથીદાણા, 100 ગ્રામ કાળું જીરું, 50 ગ્રામ સૂંઠ, 20 ગ્રામ કાળા મરી જોઈએ. આ તમામ વસ્તુઓને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો. આ પાવડરને એક સ્વચ્છ કાચની બરણીમાં ભરીને મૂકી દો. થોડા ગરમ પાણીમાં એક ચમચી એપલ સાઈડર વિનેગર ભેળવી દો. તે સાથે જ એક ચમચી આ પાવડર સવાર-સાંજ જમતા પહેલા પીવો. આવું કરવાથી ટૂંક સમયમાં તમને તમારા પેટ પરની ચરબી ગાયબ થતી દેખાશે.

Source: IamGujarat

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!