આ છે દુનિયાનું સૌથી ઠંડું ગામ, લોહી પણ થઇ જાય છે જામ, તાપમાન જાણીને ચોંકી જાશો….

0

હાલના દિવસોમાં પૂરી દુનિયા ઠંડીની મજા લુંટી રહી છે. ઓફીસ કે ઘરમાં બેસીને પણ આપણે વિચારીએ છીએ કે ઠંડી કેટલી વધુ છે. પણ તમે જરા એ લોકોનું વિચારો કે જેઓ દુનિયાના સૌથી વધુ ઠંડા પ્રદેશોમાં જીવી રહ્યા છે. આજે અમે તમને એક એવા ગામ વિશે કહેવા જઈ રહ્યા છીએ, જયાંનું તાપમાન સાંભળીને તમારા તો જાણે હોંશ જ ઉડી જાશે.

1. રૂસના સાઈબીરીમાં બરફની ઘાટીમાં ઓઇમયાકન નામનું એક ગામ છે, જ્યાં સૌથી અધિક ઠંડી રહે છે.

2. ઓઇમયાકન દુનિયાનું સૌથી ઠંડુ સ્થળ છે. આ ગામને ‘પોલ ઓફ કોલ્ડ’ પણ કહેવામાં આવે છે.

3. હાલ અહી તાપમાન -67 ડીગ્રી પહોંચી ગયું છે.

4. ઠંડીનો માહોલ એટલો છે કે અહીના લોકોની પલકો પણ જામ થઇ ગઈ છે.

5. અજીબ વાત એ છે કે ઋષિ ભાષામાં ઓઇમયાકનનો મતલબ થાય છે, એવી જગ્યા કે જ્યાં પાણી જામ ન થાય, પણ અહી પાણી તો શું લોહી પણ જામ થઇ જવાની નોબત આવી ગઈ હતી.

6. જાન્યુઆરીના મહિનામાં મોટાભાગે અહી -50 સુધી તાપમાન પહોંચી જાય છે. હાલ ઠંડીના જોરનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે તાપમાન માપવાનું થર્મોમીટર જ તૂટી ગયું.

7. વર્ષ 1933 માં આ ગામનું તાપમાન -67.7 ડીગ્રી રેકોર્ડ કરવામાં આવ્યું હતું. જો કે ઇતિહાસમાં આ ગામનું તાપમાન -71 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું.

8. અહીની કુલ આબાદી 500 જેટલી છે. જાડથી લઈને નદી સુધીની દરેક વસ્તુ જામ થઇ ગઈ છે.

9. આટલા ઓછા તાપમાનમાં રહેવાની અહીના લોકોને આદત પડી ચુકી છે. આ લોકો ખેતી પશુપાલન પર નિર્ભર છે.

10. કહેવામાં આવે છે કે વર્ષ 1930ના પહેલા અહી કોઈપણ રહેતું ન હતું, પણ 1930 માં અહી ફૌજી અમુક સમય માટે રોકાયા હતા. પછી સરકારે આ જગ્યા નોમૈડિક લોકોને આપી દીધી હતી, અને લોકોએ અહી આવીને પોતાનું રહેઠાણ બનાવી લીધું હતું.

11. ઠંડીથી બચવા માટે ઘરમાં કોલસા અને લાકડા સળગાવવામાં આવે છે.

12. આટલા ઠંડા મોસમમાં અહી કોઈ છોડ, કે જાડ પણ ઉગી નથી શકતું, માટે અહીના લોકો હરણ અને ઘોડાનું માંસ ખાય છે.

13. અહીના માછલી વહેંચવાવાળા લોકોને માછલી વહેંચવાની પણ જરૂર નથી પડતી, કેમ કે ત્યાની હવાનું તાપમાન તેને સડવાથી બચાવે છે.

14. અહીના બાળકો આટલા ઓછા તાપમાનમાં પણ સ્કુલ જાય છે. -52 નીચે પારો ગીરવા પર જ અહી સ્કુલ બંધ થાય છે.

15. અહી ન તો નળમાંથી પાણી આવે છે અને ન તો ગાડીઓ ચાલે છે. અહી ગાડી ચલાવવા માટે પહેલા હીટ ગેરેજમાં ગાડીને રાખવી પડે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.