આ છે દુનિયાની સૌથી લાંબી કાર, હેલીકોપ્ટર પણ થાય છે લૈંડ, જાણો તેની સુવિધા વિશે…..

0

તમે કાર્સ તો એક થી એક લાજવાબ જોઈ હશે અને મોટી લગ્ઝરિયસ કારો કરો પણ જોઈ હશે પણ શું તમે ક્યારેય એવી કાર જોઈ છે જેના પર એક હેલીકૉપટર પણ ઉતરી શકે. કદાચ તો નહીં, આજે અમે તમને એક એવી કાર દેખાડવા જઈ રહ્યા છીએ જે લગભગ 100 ફૂટ લાંબી છે. એક અમેરિકાના નાગરીકે આ કારને બનાવી હતી.આ કાર The American dream ના નામથી જાણવામાં આવે છે. જો કે આ લિમોજિન કાર છે જેનું નામ તમે સાંભળ્યું પણ હશે. દુનિયાભરના લોકો આ કારને પસંદ કરે છે પણ આ વ્યક્તિ એ આ કારના ઘણા વર્ષો પહેલા બનાવી હતી.
જે ઓરબર્ગ અમેરિકા ના જાણીતા કાર ડિઝાઈનર છે, જેઓએ આ કારનું નિર્માણ કર્યું છે. દુનિયાની સૌથી લાંબી કાર પણ આને જ માનવામાં આવે છે.
આ કાર 100 ફૂટ લાંબી છે અને તે 26 ટાયરો થી ચાલે છે. જે કોઈપણ આ કારને જોવે છે બસ તેના દીવાના થઇ જાય છે. એક સમય હતો જયારે આ કાર પર હેલીકોપ્ટર પણ ઉતરતું હતું.
આ કારમાં દરેક પ્રકારની સુવિધા છે. જેમ કે એકે કિચન, સુવા માટે એક રૂમ, સાથે જ એક સ્વિમિંગ પુલ પણ છે. તેના સિવાય ડ્રાઇવર માટે સેફટી ની સાથે સાથે પ્રાઈવિસી પણ છે.
જે ઓરબર્ગે આ કારણે 1980 ના દશક માં બનાવી હતી, તેના પછી તેમણે અમુક વર્ષ આ કાર ને પોતાની પાસે રાખી અને પછી આ કાર કંપની ને વહેંચી નાખી હતી, પણ તેઓએ આ કારની શું હાલત કરી નાખી છે તે તમે જોઈ શકો છો.આજે આ કારની હાલત ખરાબ થઇ ગઈ છે. જણાવી દઈએ કે આ કારને એકવાર ફરી કોઈએ ખરીદી છે. ઉમ્મીદ છે કે આ કાર જલ્દી જ એક નવા અંદાજમાં બધાની સામે આવી શકે.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here