આ છે ધરતી ની 5 સૌથી ખતરનાક જગ્યા, જ્યાં ઇન્સાનોને જવાની છે મનાઈ, જાણો આખરે એવું તે શું છે રહસ્ય….

0

આ દુનિયા ખુબ જ મોટી અને અજીબ છે. આ દુનિયામાં જાત-ભાતના લોકો અને જીવ-જંતુઓ વસવાટ કરે છે. જો ધરતી પરની અમુક જગ્યાઓની વાત કરીયે તો અહીં ઘણી જગ્યાઓ એવી પણ છે, જ્યા આજ સુધી કોઈ ઇન્સાન પહોંચી નથી શક્યા, અને એમાંની અમુક એવી પણ છે કે ત્યાં ગયા પછી કોઈ ફરી જીવિત આવ્યું નથી. અહીં અમુક જગ્યાઓ પર લોકોની વસ્તી છે તો ક્યાંક વિરાન જંગલ. જેના ચાલતા પૃથ્વી પર ઘણી એવી જગ્યાઓ છે જ્યાં લોકોને જવાની મનાઈ છે. આજે અમે તમને એવી જ અમુક ભયાનક જગ્યાઓ વિશે જણાવીશું.

1. નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ(હિન્દ મહાસાગર):જણાવી દઈએ કે આ હિન્દ મહાસાગરનો સૌથી ખતરનાક આઇલેન્ડ માનવામાં આવે છે. નોર્થ સેન્ટિનલ નામના આ આઇલેન્ડ પર ખુબ જ ખતરનાક સેન્ટિનલ નામની જનજાતિ રહે છે. આ લોકો પૂરી દુનિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. આ લોકો એટલા ખતરનાક છે કે તેઓ કોઈને પણ પોતાની આસપાસ ભટકવા પણ નથી દેતા. જે પણ બહારના વ્યક્તિ અહીં જવાની કોશિશ કરે છે, તેને આ જાતિના લોકો મારી નાખે છે. સેન્ટિનલની આ જનજાતિ ને લોસ્ટ ટ્રાઈબ ના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં લોકોને જતા રોકવા માટે ભારતીય નેવીએ ત્રણ માળના બફર ને બનાવ્યું છે.

2. સ્નેક આઈલૈંડ(બ્રાઝીલ):બ્રાઝિલ માં એક એવું આઈલૈંડ પણ છે જ્યાં માત્ર સાંપ જ સાંપ રહે છે. આ આઈલૈંડ નું નામ Ilha de Queimada Grande છે. અહીં ઈન્સાનો ને જવાની મનાઈ છે. માત્ર સાંપ મળી આવવાને લીધે તેને સ્નેક આઈલૈંડ ના નામથી પણ જાણવામાં આવે છે. ‘સાઓ પાઉલો’ થી 93 મિલ દૂર સમુદ્ર માં વસેલા આ આઈલૈંડ પર મોટી સંખ્યામાં એટલા સાંપ છે કે માત્ર એક વર્ગ મીટર માં 5 સાંપ રહે છે. અહીં પર પરવાનગી લઈને સ્નેક રિસર્ચર કરી શકાય છે, તેઓને પણ આઈલૈંડ ની અંદર જવાની પરવાનગી નથી.

3. લસ્કેસ ગુફાઓ(ફ્રાન્સ):એક સમય એવો પણ હતો જયારે ફ્રાન્સની લસ્કેકે ગુફાઓ રજાઓ મનાવા માટે સૌથી સારી જગ્યા માનવામાં આવતી હતી. જ્યારે તેને લોકો માટે ખોલી નાખવામાં આવી તો તેની કલાકૃતિ ને નુકસાન થવા લાગ્યું, માટે તને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું.

4. પૉવેગલીયા(ઇટલી):વેનિસ અને લિડોની વચ્ચે સ્થિત આ આઈલૈંડ નો ઇતિહાસ ખુબ જ ભયાનક છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પ્રાચીનકાળ માં અહીં પ્લેગ ના દર્દીઓને લઈને મરવા માટે છોડી દેવામાં આવતા હતા. જે લોકો મરી જતા હતા તેઓને દફનાવી નાખવામાં આવતા હતા. એક વાર અહીં 1 લાખ 60 હજાર બીમાર લોકોને જીવતા સળગાવી નાખવામાં આવ્યા હતા. તેના પછીથી જ આ આઈલૈંડ ને ભૂતો ના વસવાટના રૂપમાં જાણવામાં આવે છે. સરકારે આ જગ્યા લોકોને જવા પર પ્રતિબંધિત કરી નાખી છે.

5. એરિયા 51(અમેરિકા):આ જગ્યાનો ઉલ્લેખ ઘણી હોલીવુડ ફિલ્મોમાં કરવામાં આવ્યો છે, આ અમેરિકાનો સિક્રેટ મિલિટ્રી બેસ છે જે અમેરિકી લોકોની સાથે જ પુરી દુનિયા માટે રહસ્ય છે. આ જગ્યા વિશે જાત-જાતની વાત થઇ રહી છે. તેના વિશે એ પણ કહેવામાં આવે છે કે અહીં પર એક યુએફઓ ક્રેશ થયો હતો, જેમાથી એક એલિયન નીકળ્યું હતું. તે એલિયનની મિલિટ્રીને પોતાના કબ્જામાં રાખેલું છે, 2015 માં અમેરિકા ના એલિયનના અસ્તિવને માન્યું પણ એ પણ કહ્યું હતું કે એરિયા 51 માં કોઈ એલિયન ને છુપાવીને રાખવામાં નથી આવ્યો. અહીં બહારના લોકોને જવાની મનાઈ છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here