આ છે બોલીવુડના 5 ટકલા સુપર સ્ટાર્સ જે આજે પણ કરી રહયા છે રાજ, ખુલી ગઈ પોલ….

0

બૉલીવુડ એક એવી દુનિયા છે જ્યા કલા ની સાથે-સાથે શારીરિક બનાવટ પણ ખુબ મહત્વ રાખે છે. આ શો બિઝનેસમાં સુંદર-સ્માર્ટ કે પછી કઈક અલગ દેખાવું ખુબ જ જરૂરી છે. એવું પણ હોય છે કે જેઓ દેખાવમાં કઈ ખાસ નથી પણ કલાકાર ખુબ જ સારા છે તો પછી તેઓને મેકઅપ અને અન્ય ટેકનિકો દ્વારા સુંદર બનાવી લેવામાં આવે છે. આજે અમે તમને બોલીવુડના અમુક એવા ટકલા અભિનેતાઓ વિશે જણાવીશું જેઓ એ બોલીવુડમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી રાખી છે.પુરુષો માં ઉંમરની સાથે સાથે તેઓના વાળ ઓછા થતા જાતા હોય છે અને વાળ વગરના હીરોને પસંદ કરવા આસાન નથી હોતા. એવામાં આપણા લોકપ્રિય સ્ટાર્સે એવો જુગાડ કર્યો છે કે વાળ પણ વાંકો ન થઇ શકે. આજે આ જ રાઝ પરથી અમે પળદો ઉઠાવવા જઈ રહ્યા છીએ, બૉલીવુડના આ 5 સ્ટાર્સ જે સ્ક્રીન પર સિલ્કી મુલાયમ વાળની સાથે આવે છે અને ધમાલ કરે છે, પણ વાસ્તવમાં તેવું નથી.

1. સુપરસ્ટાર રજનીકાંત:રજનીકાંતની ફિલ્મો દેશ ભરના દરેક લોકો જોવી પસંદ કરે છે. તે પોતાના સ્ટાઇલ અને અદાઓ માટે જાણવામાં આવે છે.  તમને જાણીને હેરાની લાગશે કે તેની દરેક ફિલ્મોમાં તે વિગ નો ઉપીયોગ કરે છે, જયારે તે પબ્લિક પ્લેસ પર કોઈ કાર્યક્રમ માં જાય છે તો તે વિગ પહેર્યા વગર જ જાય છે.

2. અમિતાબ બચ્ચન:સદીના મહાનયાક અમિતાબ બચ્ચનનો એક જમાનો હતો જયારે લોકો તેના વાળની સ્ટાઈલની કોપી કરતા હતા. આજેપણ આવા લોકો મળી જાય છે જેના કાન પર અમિતાબની જેમ વાળ ઝુલતા રહેતા હોય છે. પણ શું તમને જાણ છે કે સદીના આ મહાનાયકના ઉંમરની સાથે સાથે વાળ પણ ખરી ગયા છે અને ટકલા બની ગયા છે, ખાસ વાત એ છે કે તેમણે પોતાના આ સ્વરૂપને સાર્વજનિક નથી થવા દીધું.

3.  કપિલ શર્મા:કપિલ આજે સ્ટાર કહેવામાં આવે છે જે કદાચ જ કોઈ કોમેડિયનને નસીબ થાય છે. દેખાવમાં ક્યૂટ કપિલ શર્મા ટીવી થી લઈને ફિલ્મોમાં પણ સક્રિય છે. પણ શું તમને ખબર છે કે તેના વાળે ઘણા સમય પહેલા જ તેનો સાથ છોડી દીધો હતો. જયારે તે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે જ તેના માથા પર અમુક ગણતરીના જ વાળ બચ્યા હતા અને જેવા જ ચમકવા લાગ્યા કે વાળ પણ પાછા આવી ગયા. એટલે કે કપિલ શર્માએ ટ્રીટમેન્ટ દ્વારા કૃત્રિમ વાળ બનાવ્યા છે.

4. સલમાન ખાન:સલ્લુ ભાઈ સાથે પોતાની જુવાનીમાં પણ ધોખો થયો હતો, જયારે તેના વાળ ખરતા-ખરતા ખરી જ પડ્યા હતા. તે દિવસોમાં મોટા વાળનો ક્રેઝ હતો તો તેની પાસે પણ લહેરાતા લાંબા અને સિલ્કી વાળ હતા. ધીરે-ધીરે વાળ ખરવા લાગ્યા. માટે સલમાને પણ ટ્રીટમેન્ટ દ્વારા પોતાના વાળને ફરીથી મેળવ્યા છે, તે વચ્ચે-વચ્ચે વાળની ટ્રીટમેન્ટ કરતા રહે છે.

5. અક્ષય કુમાર:આ તે સુપરસ્ટાર છે જેના ચાલવા, બોલવા અને પહેરવા સુધીની કોપી દરેક યુવાઓ કરતા હોય છે. પણ તમને એ જાણીને હેરાની લાગશે કે તેના માથાના વાળ નદારદ છે. તે પણ વિગનો ઉપીયોગ કરે છે. જો કે આજકાલ તો તે વિગ વગર જ નજરમાં આવવા લાગ્યા છે, પણ કહેવામાં આવે છે કે ટ્રીટમેન્ટ ને લીધે તે આવું કરી રહ્યા છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here