આ છે ભારતની 6 સૌથી ભયાનક જગ્યાઓ, જ્યાં જતા લોકો ડરે છે.

0

ભારતમાં ફરવા માટે તમારે વિચારવાની જરૂર નથી, કારણ કે અહીં દરેક રાજ્યમાં ઘણી વાતો ઇતિહાસ સાથે જોડાયેલી છે. જેમાં સ્મારક, કિલ્લાઓ, મહેલો વગેરે જાણવા અને ફરવા માટે ખાસ છે. પરંતુ ભારતમાં એવી જગ્યાઓ પણ છે જ્યાં કોઈ આવતું જતું નથી અને આ જગ્યાઓને ભૂતિયા કે ભયાનક જગ્યાઓ કહેવામાં આવે છે. આવો જાણીએ કેટલીક આવી જગ્યાઓ વિશે….

1. જમાલી-કમાલી મસ્જિદ અને કબ્ર દિલ્લીના મહોરલીમાં સ્થિત જમાલી કમાલી મસ્જિદ સોળમી સદીમાં બનાવવામાં આવી હતી. અહીં સૂફી સંત જમાલી અને કમાલીની કબ્ર છે. લોકોનું માનવું છે કે અહીં જીનનો સાયો છે અને ઘણા લોકો ભયાનક અનુભવ કરી ચુક્યા છે. આ મસ્જિદમાં બે કબ્ર છે એક જમાલીની અને બીજી કમાલીની. આ મસ્જિદનું નિર્માણ 1528-29માં થયું હતું.

2. પીસાવાના જંગલઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના પીસાવાના જંગલ આ માટે ઉદાહરણ છે. જો કોઈ વ્યક્તિને લાકડું કાપતાં રોકતાં જંગલ જોવા હોય તો પીસાવાના જંગલ છે. સ્થાનિક લોકોના અનુસાર ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના દેહાતનો આ વિસ્તાર રહસ્યમયી છે. વ્રજ ભૂમિમાં આવી ફાંગમાં પર્યટક જવાથી ડરે છે, કારણ કે અહીં અલગ અલગ અવાજો પણ સંભળાય છે.

3. ભાનગઢનો કિલ્લો, અનવરભાનગઢ ફોર્ટ રાજસ્થાનના અનવર જિલ્લામાં સ્થિત છે. આ ભારતનું ટોપ મોસ્ટ હોન્ટેડ પ્લેસ છે. આને સામાન્ય બોલચાલની ભાષામાં ભૂતોનો ભાનગઢ કહેવાય છે. આ બાબતે રોચક કહાની છે કે 16 મી સદીમાં ભાનગઢ વસે છે. 300 વર્ષ સુધી ભાનગઢ ખૂબ ફળે ફુલે છે. પછી અહીં સુંદર રાજકુમારી રત્નવતી પર કાળા જાદુમાં તાંત્રિક સિંધુ સેવડા આસક્ત થઈ જાય છે. એ રાજકુમારીને વશમાં કરવા કાળો જાદુ કરે છે પણ એની અસર પોતાને જ થાય છે અને પોતે મરી જાય છે. મરતા મરતા ભાનગઢને બરબાદીનો શ્રાપ આપી જાય છે. એક મહિના બાદ પાડોશી રાજ્ય અજબગઢ સાથેની લડાઈમાં રાજકુમારી સહિત બધા હ ભાનગઢ વાસીઓ માર્યા જાય છે અને ભાનગઢ વિરાન થઈ જાય છે. ત્યારથી લઈને આજ સુધી ભાનગઢ વિરાન જ છે અને લોકોનું માનવું છે કે અત્યારે પણ લોકોના ભૂત ત્યાં ફરે છે. સરકારે પણ અંધારું થયા પહેલા પર્યટકોને પાછા આવવા ચેતવણી આપી છે. લોકોનું માનવું છે કે આજે પણ એ તાંત્રિકની આત્મા ભટકે છે.

4. અગ્રસેનની વાવડીદિલ્લીમાં કનાટ પ્લેસથી થોડેક દૂર અગ્રસેનની વાવડી છે. આ વાવને 14મી સદીમાં બનાવવામાં આવી હતી, આની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 15 મીટર છે. આ સ્મારકને ભારતીય પુરાતત્વ દ્વારા સંરક્ષણ મળ્યું છે. એક જમાનામાં આ પાણીથી ભરેલી રહેતી હતી, હવે આ સુકાઈ ચુકી છે. આ વાવની ઊંડાઈ સુધી જવા માટે 106 સીડીઓ ઉતરવી પડે છે. આ જગ્યા વિશે વિશેષ જાણકારી નથી પણ સાંજ થતા જ લોકો ત્યાં જતાં ડરે છે.

5. બડોગ સુરંગ

આ સુરંગનું નિર્માણ અંગ્રેજ એન્જીનીયર બડોગે કરાવ્યું હતું. આ માટે આને બડોગ સુરંગ પણ કહેવાય છે. બડોગની સાથે એક દર્દભરી કહાની પણ જોડાયેલી છે. કહેવાય છે કે આ સુરંગ બનાવવામાં બડોગે મોટી ભૂલ કરી દીધી. ભૂલ એ હતી કે સુરંગ બન્ને બાજુથી બનાવવાનું શરું કર્યું પણ બન્ને છેડા મળ્યા નહીં અને એન્જીનીયર બડોગને દંડ ભરવો પડ્યો. કહેવાય છે કે આ ભૂલથી પોતે એટલા દુઃખી થઈ ગયા કે કૂતરા સાથે બહાર ફરવા જતાં પોતાની જાતને ગોળી મારી દીધી. તો અત્યારે પણ એ એન્જીનીયરની આત્મા ભટકે છે અને સુરંગની બહાર અંદર ન જવા માટે બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે.

6. ગોવાનું થ્રિ કિંગ ચર્ચકહેવાય છે કે ગોવાના આ થ્રિ કિંગ ચર્ચમાં ત્રણ રાજાઓની આત્મા ભટકે છે. ઘણીવાર ચર્ચમાં આવતા લોકો આ રાજાઓની ઉપસ્થિતનો અહેસાસ કરી ચુક્યા છે. કહેવાય છે કે આ ત્રણેય રાજાઓ વર્ચસ્વની લડાઈમાં માર્યા ગયા હતાં. પ્રાચીન કહાનીઓ પ્રમાણે હોલ્ગેર નામના એક રાજાએ બે રાજાઓને ચર્ચમાં બોલાવીને ઝેર પીવડાવીને મારી દીધા હતાં. અને આ વાતની જનતાને ખબર પડતાં આક્રોશના ડરથી ત્રીજા રાજાએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ ત્રણેયના મૃતદેહને અહીં જ દફનાવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.