આ ભારતીય મંદિર માં સાંજે જાવાની છે મનાઈ, તપાસ કરવા ગયા વૈજ્ઞાનિકો તો ઉડી ગયા હોંશ…

0

રાજસ્થાન ના બાડમેર થી 30 કિમિ એક નાંનું એવું ગામ છે ‘કિરાડુ’. આ ગામમાં એક મંદિર છે. આ ગામનું નામ આ મંદિર ના નામ પરથી જ પડ્યું છે. કહેવાય છે કે 11 મી શતાબ્દી માં કિરાડુ પરમાર વંશ ની રાજધાની હતી, પણ આજ અહીં ચારે તરફ સન્નાટો છવાઈ ગયો છે. જે પણ વ્યક્તિ આ જગ્યા વિશે જાણે છે તેઓના ચેહરા પણ કિરાડુ ના નામની ગભરાટ આવી જાય છે. કિવદંતિઓમાં એવો ઉલ્લેખ છે કે બાડમેર નું આ ઐતિહાસિક મંદિર શ્રાપિત છે. કિરાડુ વિશે જે કિસ્સાઓ અને કહાનીઓ ફેમસ છે તેને જાણ્યા પછી લોકો હેરાની માં પડી જાય છે. આ મંદિર ની આસ-પાસ રહેનારા લોકો આ મંદિર સાથે જોડાયેલા અપશુકુન અને શ્રાપો વિશે જણાવે છે. ગ્રામીણો ના આધારે મંદિર ની બહાર એક મોટો એવો પથ્થર છે, જો કે વાસ્તવમાં તે એક કુમારિકા હતી જે એક ઋષિ ના શ્રાપ ને લીધે પથ્થર બની ગઈ હતી.આ મંદિર માં સાંજ થાતા જ સન્નાટો છવાઈ જાય છે. દરેક વાસ્તુકલાઓ પર તાળું મારી દેવામાં આવે છે. જેવો જ સૂરજ આથમી જાય માણસની શરીરને આ જગ્યાથી દૂર કરી દેવામાં આવે છે. કહેવાય છે કે જે પણ સાંજ પછી અહીં રોકાઈ છે તેઓ પણ પથ્થર બની જાય છે. લોકો નું કહેવું છે કે અહીં રહેલા દરેક પથ્થર માં ઇન્સાન હતા, કદાચ આ જ બીક ને લિધે કોઈએ પણ કાનૂની કાયદો કે ચુનૌતી આપવાની હિંમત નથી કરી.19 મી શતાબ્દી માં અહીં ભવ્ય ભૂકંપ આવ્યો હતો જેને લીધે આ મંદિર ને ખુબ જ નુકસાન પહોંચ્યું હતું. ઘણા વર્ષો સુધી વીરાન રહેવાને લીધે આ મંદિર નું રખ-રખાવ નું કામ પણ થઇ શક્યું ન હતું. કિરાડુ માં કુલ 5 મંદિર છે, જેમાંથી આજે માત્ર વિષ્ણુ અને સોમેશ્વર નું મંદિર જ યોગ્ય હાલતમાં છે. અહીં રહેલા દરેક મંદિરો માં થી સોમેશ્વર સૌથી મોટું મંદિર છે.પૈરાનોર્મલ સોસાયટી ઓફ ઇન્ડિયા ના મેમ્બર ચંદ્રપ્રકાશે મંદિર ની ગેલેરી માં ઘોસ્ટ મશીન એટલે કે ઈલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડ ને માપનારૂં એક ઉપકરણ રાખ્યું. તેઓ ને તેમાં એ જાણ થઈ કે અહીં માણસ સિવાય અન્ય કોઈ શક્તિ પણ રહેલી છે. મજેદાર વાત એ છે કે નકારાત્મક ઉર્જા વિશે આજ સુધી કોઈ પાકી સાબિતી નથી મળી.દરેક પર વૈજ્ઞાનાયકો એ માન્યું છે કે કિરાડુ મંદિર વાસ્તુકલા નો એક અદ્દભુત નમૂનો છે અને હરવા-ફરવા માટે આ પુરી રીતે સુરક્ષિત છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here