આ 12 ખાદ્ય ચીજો નું કાળજીપૂર્વક સેવન કરવું જરૂરી છે, નહિતર થઈ શકે છે મોત, વાંચો ઉપયોગી માહિતી

 

આપણા જીવન નો આધાર ખોરાક પર રહેલો છે. આપણ ને જીવવા માટે ખોરાક ની જરૂર પડે છે. ખોરાક આપણ ને ઉર્જા તેમજ બીજા ઘણા ઘટકો પુરા પડે છે. જેથી સારા સ્વાથ્ય માટે આપણા બધા ને 3 ટાઈમ ખોરક ની આવશ્યકતા રહે છે. જેમ રાજ્ય કે દેશ બદલે છે તેમ લોકો મા પણ ભિન્નતા આવે છે અને સાથે જ તેમનો આહાર પણ જુદો જુદો હોય છે. જેમ કે અમુક લોકો શાકાહારી, અમુક માંસાહારી તો અમુક મિશ્રાહારી હોય છે. દેરક લોકો ની ખોરાક ની પસંદગી અલગ અલગ હોય છે.

જો કે ખોરાક સ્વાથ્ય કારક હોય છે પણ ઘણી વાર આજ ખોરાક મોત નું કારણ પણ બની શકે છે. અમુક ફૂડ આઇટમ્સ ને ખાતા પહેલા તેની તપાસ કરવી જરૂરી છે. તમે કલ્પના પણ ના કરી શકો કે રોજિંદા જીવનમાં તમે ખાતા નિયમિત ખોરાકથી અનંત અંશે નુકસાન થાય છે. તેમજ આ બાબત ની બેદરકારી તમને મોત ને ઘાટ ઉતારી શકે છે.

જાણો ક્યા ક્યા ખોરાક થી થાય છે નુકસાન.

01. એલ્ડરબેરી


મોટાભાગના એલ્ડ્બેરી ના સ્ટેમ અને તેના પાંદડા ગંભીર રીતે અસ્વસ્થ પેટ પેદા કરી શકે છે જે મૃત્યુ તરફ દોરી શકે છે.

02. રાજમાં


રાજમાં સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાઈ છે. પણ તેને રો ફોર્મ મા સેવન કરવું અનેક સમસ્યા સર્જી શકે છે. રાજમા મા લેકટીન નામ નું ટોક્ષિન આવેલુછે જે આપણા જઠર ને લગતા રોગો ઉત્પન કરે છે તેમજ જઠર માના કોષ ને ડેમેજ કરે છે. પરંતુ તેને યોગ્ય રોતે બનાવી ને ખાવાથી નુકસાન થતું અટકાવે છે.

03. ટોમેટોઝ

ટામેટા હંમેશા દરેક લોકો ના વાનગીઓનો અગત્યનો ભાગ રહ્યો છે. કેટલાક લોકો ટમેટા કાચા કે સલાડ તરીકે પણ ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ આજ ટમેટા તમારા જીવન ને નસ્ટ પણ કરી શકે છે.

ટમેટા ના પાંદડાઓમાં ગ્લાયકોકલલોઇડ નામનું તત્વ છે જે લોકો માટે એક ઝેર સમાન છે. વધારે પડતા ટમેટા નું સેવન કરવાથી પેટ ના રોગો, અસ્વસ્થતા તેમજ તીવ્ર આંચકો આવવાની શક્યતા રહે છે. ઘણી વાર મોત પણ થઈ શકે છે.

04. મગફળી


લોકો ને મગફળી ખુબજ પસંદ હોય છે. પણ એનું સેવન કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે લોકો ને કોઈ એલર્જી છે કે નહી. કેમ કે એનાફિલેક્સિસ જે સૌથી વધુ પ્રતિક્રિયા દર્શાવે છે. જેના થી ઘણા નુકસાન થાય છે જેમ કે વાયુનલિકાઓનું ગંભીર થવું, આઘાત લાગવો વગેરે જેવી સમસ્યા સર્જાય છે. જો સમયસર આ બીમારી ની સારવાર કરવામાં નાં આવે તો મોત તો શક્ય છે જ.

05. ચેરીઝ


ચેરી ખાવા માં કોઈ પણ જાતની હાનિ થતી નથી પણ માત્ર ધ્યાન રાખવાની જરૂર છે તો તેના બીજ ની. કેમ કે ચેરી ના બીજ મા હાઇડ્રોજન સાઇનાઇડ આવેલું છે જે અમુક અંશે ઝેરી સાબીત થઈ શકે છે.

06. મશરૂમ્સ


મશરૂમ નિયમિત શાકાહારીઓના પ્લેટમાં સામાન્ય ખોરાકમાંનો એક છે પરંતુ દરેક મશરૂમ વર્થ ઇનટેક નથી. એટલે કે અમુક મશરૂમ્સની પ્રજાતિઓ ઝેર સમાન છે જેનું વધુ પડતું સેવન લોકોને મારી શકે છે.

07. બટાકા


બટેટા નું પ્રકાંડ અને તેના પાંદડા ઝેરી હોય છે. પોટેટો લીફ ટી પીવાથી તેમજ લીલા બટાકા ખાવાથી ઘણા લોકો ના મૃત્યુ થવા ના કિસ્સા જાણવા મળ્યા છે.

08. કાચુ માંસ અને અનકૂક્ટેડ ઇંડા
જો કે મોટાભાગના લોકો માંસ ને રાંધી ને ખાય છે પણ જો માંસ કે ઇંડા ને રાંધ્યા વગર ખાવામાં આવે તો તે સમસ્યા નુ કારણ બની શકે છે. સાથે જ સીફૂડ, લાલ માંસ, ચીકન પણ કાચું ખાવું હિતાવહ નથી. કેમ કે રો ફૂડ મા સાલ્મોનીલા બેક્ટેરિયા હોય છે જે, જે મનુષ્યોમાં ગેસ્ટ્રોએન્ટેરાઇટિસનું કારણ બની શકે છે.

સાથે જ સાલ્મોનીલા પોઈઝન ગંભીર સમસ્યા સર્જી શકે છે જેમ કે બેક્ટેરેમીયા જે નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે મોત નું કારણ બની શે છે.

09. એપલ સીડ્સ


એપલ ના સીડ્સ ને ખાવા હિતાવહ નથી. કેમ કે તેમાં એમીગાડેલીન તત્વ રહેલું છે જે સાઈનાઈડ પેદા કરે છે. મોટી માત્રામાં એપલ સીડ્સ નું સેવન કરવાથી ચક્કર આવવા, ઉલટી થવી, બ્લડ પ્રેશર વધી જવું, કિડની નિષ્ફળતા, કોમા અને મૃત્યુ પણ થઈ શકે છે.

10. એક્કી


એકકી જમૈકાના નું રાષ્ટ્રીય ફળ છે અને લોકો તેને ખુબજ પસંદ કરે છે. પણ જો તેનું યોગ્ય રીતે સેવન ના થાય તો વિશ્વની સૌથી ભયંકર ખોરાક બની શકે છે.

11. હોટ ડોગ્સ


હોટ ડોગ્સ ખાવું હિતાવહ છે પરંતુ બાળકો માટે તેનો કાળજીપૂર્વકનો ઉપયોગ કરવો જોઈએ. કારણકે બાળકોને થાકને કારણે મોતનાં ઘણા કિસ્સાઓ બનતા આવ્યા છે. એ યાદ રાખવું જોઈએ કે એક્કીના માત્ર પીળા ભાગોનો ઉપયોગ થવો જોઈએ અને તે પણ સારી રીતે રાંધયા પછી ના કે પહેલા. જો આ ફ્રુટ બરાબર પાકેલું હોય કે ના હોય પણ તે ઘણી વાર વોમીટીંગ નું કારણ બની શકે છે. જે પછી હુમલા અને ઘાતક હાઈપોગ્લાયકેમિઆનું કારણ પણ બની શકે છે.

12. બદામ


બદામ તેના વાસ્તવ સ્વાદ મા કડવા સ્વરૂપમાં હોય છે અને સાઇનાઇડથી ભરેલી છે. માટે બદામ ને ખાતા પહેલા તેમનું ઝેર દુર કરવું આવશ્યક છે.માટે બદામ ને અમુક અંશે ગરમ કરવાથી તેમાં રહેલું ઝેર એટલે કે સાઇનાઇડ દૂર થયા છે અને ખાવા માટે સલામત છે.

Story Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!