આ અભિનેત્રીએ મુગલ ઘરમાં કર્યા હતા લગ્ન અને 4 દિવસ માં જ પતિ એ વાળ પકડી ઘસેડીને ઘર માંથી કાઢી મૂકી,બ્રેસ્ટમાં દુખાવો હતો છતાંય પતિએ સંબંધ બાંધવા કરી મજબુર, દર્દભરી કહાની વાંચીને રુવાડા ઉભા થઇ જશે

0

એકતા કપૂર ના સિરિયલ બડે અચ્છે લગતે હૈં થી લોકપ્રિય થયેલી અભિનેત્રી ચાહત ખન્ના આગળના ઘણા સમયથી ચર્ચા માં બનેલી છે. ટીવી ની દુનિયામાં ભલે ચાહત નુ જીવન સારું દેખાતું હોય પણ તેની રંગીન દુનિયાની પાછળ કાળું અંધારું છુપાયેલું છે. ચાહત આગળના દિવસોમાં પતિ ફરહાન મીર્ઝા થી અલગ થઇ ગઈ છે. તેની બે દીકરીઓ છે. બે વર્ષ ની જોહર અને 11 મહિના ની અમાયરા છે. હાલ તેણે ફરહાન મિર્ઝા પર ઘણા ઘરેલુ હિંસા ના આરોપ લગાવ્યા છે. જો કે ફરહાને આ બધા આરોપો ને માન્યા ન હતા.ચાહતે જણાવ્યું કે,”મારા પતિનો પરિવાર મુગલ પરંપરા થી સંબંધ ધરાવે છે. મારા ઘરના લોકો ઇચ્છતા ન હતા કે હું ફરહાન સાથે લગ્ન કરું. લગ્ન ના 6 દિવસ પહેલા જયારે મને તેના વિશે ખબર પડી તો મેં લગ્ન માટે ના કહી દીધી હતી. પછી એક દિવસ ફરહાન ની નાની એ મને સમજાવી હતી, હું તેની વાત ને ના નહીં કહી શકી અને લગ્ન માટે રાજી થઇ ગઈ પણ પહેલી જ રાતે મને જાણ થઇ કે તે યોગ્ય પુરુષ નથી”.‘ફરહાન ના સામાજિક વ્યવહાર થી લઈને સ્વભાવ અને વ્યક્તિત્વ બધું જ ખોટું હતું. મારા પહેલા લગ્ન પણ સફળ રહ્યા ન હતા. સામાજિક દબાવ ને લીધે પણ હું બધું સહન કરતી રહી. દરેક દિવસ મારા ચરિત્ર પર શંકા કરવામાં આવતી હતી, અને મારે એ સાબિત કરવાનું રહેતું કે હું ચરિત્રવાન છું. પરિવાર ની સામે ફરહાન આ બધી હરકતો કરતો હતો”.ચાહતે જણાવ્યું કે, ”ફરહાન મોટા ભાગે મને માર્યા કરતો હતો ત્યારે મારી દીકરી રોવા લાગતી હતી ત્યારે તે તેના પગ પકડીને તેને રોકવાની કોશિશ કરતી હતી. મને લાગ્યું કે સામાજીક દબાવ ને લીધે મારી દીકરીઓનું જીવન બરબાદ થઇ શકે છે”.ચાહતે આગળ જણાવ્યું કે,”મારી બીજી દીકરી ના જન્મ ના ચોથા દિવસે જ મારપીટ શરૂ થઇ ગઈ. મને વાળ પકડીને ઘરેથી બહાર કાઢી મુકવામાં આવી. એક દિવસ તો તેણે મારા દેવર ની સાથે સંબંધ નો આરોપ પણ નાખ્યો હતો. હવે વધુ સહન કરવું મારા માટે હદથી બહાર હતું. તેના પછી મેં છૂટાછેડા માટે કોર્ટ માં અરજી આપી છે”.જણાવી દઈએ કે ચાહત જલ્દી જ સંજય દત્ત અને મનીષા કોઈરાલા ની સાથે ફિલ્મ પ્રસ્થાન માં જોવા મળશે. તે ફિલ્મ માં સંજય દત્ત ની દીકરી નો રોલ નિભાવી રહી છે. ચાહતે સિરિયલ બડે અચ્છે લાગતે હૈ માં આયશા કપૂર નો રોલ નિભાવ્યો હતો, જેમાં તે ખુબ લોકપ્રિય રહી હતી.બીજી તરફ ફરહાને પોતાના આરોપ સ્વીકારવાંનો ઇન્કાર કરી નાખ્યો હતો. કહ્યું કે,”જો વાસ્તવમાં મેં તેની સાથે આવું કર્યું છે તો અત્યાર સુધીમાં કોઈ એફઆરઆઇ શા માટે દર્જ કરવા નથી આવી.મીડિયા ટ્રાઈલ ની જગ્યા એ મને સજા શા માટે આપવામાં આવી નથી રહી. છૂટાછેડા નું પ્રેશર બનાવા માટે તે મારા પર આરોપ લગાવી રહી છે. તે મને મારી દીકરીઓને મળવા પણ દેતી નથી. આ મામલામાં મેં પણ હાઇકોર્ટ માં અપીલ કરી છે”. બીજી વખત માં બની ત્યાર નો પિક્ચર  સ્ટાઈલિશ લુક
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here