આ 10 બેકારની ચીજોને જોઈને તમે પણ કહેશો કે અમીરી સાચે મગજ ખરાબ કરી નાખતી હોય છે…..જુવો ફોટોસ ક્લિક કરીને

0

કહેવાય છે કે જયારે ઇન્સાનની પાસે જરૂર કરતા વધુ પૈસા આવી જાય છે તો તેઓનું મગજ ખરાબ થઇ જાતું હોય છે અને તેઓ આ પૈસાથી બેકાર મોંઘી ચીજો ખરીદી લેતા હોય છે જેનો કોઈ ઉપીયોગ જ ન હોય. ગરીબ વ્યક્તિ બે પૈસા કમાઈ છે પોતાની જરૂરિયાતોને પુરી કરવા માટે અને અમીર વ્યક્તિ ઘણા બધા પૈસાથી પોતાના બેકારના શોખ પુરા કરે છે કે બેકાર ચીજો પર પૈસા બરબાદ કરે છે, આજે અમે તમને એવી જ 10 ચીજો વિશે જણાવીશું.

1. હીરા જડિત શતરંજ:શતરંજની રમત તમે પણ ક્યારેક તો રમી જ હશે, જેમાં સફેદ અને કાળા રંગના હથી-ઘોડા-સૈનિક હોય છે. પણ શું તમે જાણો છો કે અમીર લોકો આ પ્લાસ્ટિકના બનેલા ચેસથી નથી રમતા, પણ હીરા જડિત આ ચેસથી રમે છે. જે 320 કાળા અને સફેદ હિરાથી બનેલા હોય છે. તેની કિંમત સાંભળીને તમને ચોક્કસ ચક્કર આવી જાશે. આ ચેસ બોર્ડની કિંમત પુરા 4 કરોડ રૂપિયા છે. 400 ના શતરંજના ખેલ માટે 4 કરોડ રૂપિયા ખર્ચ કરવા એ ક્યાંની સમજદારી છે?

2. સોનાના બનેલા ટોઈલેટ પેપર:આને કહેવાય છે પાગલપન ની હદ. પૈસા આવી ગયા તો ઇન્સાન કઈપણ કરી શકતા હોય છે. હવે તેને સોનાનું બનવાનો શું અર્થ છે, પણ બજારમાં તે ઉપલબ્ધ છે તો દૌલતની ચમકમાં આંધળા થઇ ચૂકેલા અમીર તેને ખરીદતા જ હશે. જો કે તેની કિંમત કઈ વધારે નથી માત્ર 9 કરોડ રૂપિયા જ છે.

3. હીરા જડિત પેન:પેન 10 રૂપિયાની હોય કે પછી હજાર રૂપિયાની તેનું કામ નથી બદલાતું, પણ અમુક લોકો હોય છે કે તેઓ પાગલપનની હદ કરતા ચાલે છે. સોના અને ચાંદી તો ઠીક પણ હીરા જડિત પેન પણ બનાવી લે છે. 4 કરોડની આ પેન થી ન જાણે કયો સ્વર્ણિમ ઇતિહાસ રચવાના હોય.

4. હીરા નું બનેલું ડોગ કોલર:દુનિયામાં ઘણા એવા લોકો છે જેઓને બે સમયનું ભોજન પણ નસીબ નથી થતું અને અમુક અમીર લોકો એવા પણ હોય છે જેઓ પોતાના કુતરા માટે પણ હીરાનો પટ્ટો બનાવતા હોય છે, જેને ડાયમંડ કોલર કહેવામાં આવે છે. કુતરાને હીરા પહેરાવો કે પછી સોનુ પણ રહેશે તો કૂતરો જ ને.

5. સોનાની શર્ટ:મહારાષ્ટ્રનો એક વ્યક્તિ જયારે સોનાની બનેલી શર્ટ પહેરીને રસ્તા પર નીકળે છે તો લોકો જોતા જ રહી જાય છે. આ વ્યક્તિ મહારાષ્ટ્રનો બિઝનેસમૈન અને રાજનેતા છે. તેમણે ખુદ પોતાના જન્મદિવસ પર સોનાનો બનેલો શર્ટ પોતાને ગિફ્ટ કર્યો હતો.

6. ગોલ્ડ આઈફોન:આઈફોન તો એમ પણ એટલો મોંઘો હોય છે કે સામાન્ય લોકોને ખરીદવો મુશ્કિલ હોય છે ઉપરથી પણ જો તે સોનાનો બનેલો હોય તો તમે સપનામાં પણ તેને ખરીદવાની હિમ્મત નહિ કરી શકો.

7. ડાયમંડ ટી બૈગ:નોર્મલ ટી બેગ તો તમેં જોઈ જ હશે પણ હીરાની બનેલી ટી બેગ તમે પહેલા ક્યારેય પણ નહિ જોઈ હોય. બ્રિટેનની એક કંપની ખાસ પ્રકારની ટી બેગ બનાવે છે, જેને માત્ર અમીર લોકો જ ખરીદી શકે છે.

8. શાહી આઈસ ક્યુબ:આઈસ ક્યુબનો ઉપીયોગ તમે પાણી, સોફ્ટ ડ્રિન્ક, જ્યુસ વગેરેમાં કરતા હશો, પણ આ આઈસ ક્યુબની કિંમત 22 હજાર રૂપિયા છે.

9. ડાયમંડ એલસીડી ટીવી:ટીવી તે પણ હીરા જડેલી, છે ને વિચિત્ર વાત? 88 લાખ ની આ ટીવીમાં એ જ પ્રોગ્રામ જોવા મળે છે જે 35 હજારની ટીવીમાં જોવા મળે છે.

10. સોનાની સાઇકલ:સોનાની સાઇકલનો ઉદેશ્ય એકબોલીવુડ સોન્ગમાં છે, કરોડોની કિંમત વાળી આ સાઇકલ સામાન્ય સાઇકલની જેમ જ ચાલે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here