જાણવા જેવું: આ યુવતી ન તો જોબ કરે છે કે ન તો બીઝનેસ, સ્માર્ટ વર્કથી એક કલાકમાં કમાઈ છે લાખો રૂપિયા, જાણો કઈ રીતે…..

0

એક બાજુએ જ્યાં લોકો જોબ મેળવવા માટે પાગલોની જેમ કંપનીઓનાં ચક્કર લેતા હોય છે. સારી નોકરી માટે ચારે બાજુ ભટકતા રહેતા હોય છે, જ્યારે બીજી બાજુએ એક છોકરી જોબ વગર જ અમુક જ કલાક માં લાખો રૂપિયાની કમાણી કરે છે. જો જોબ મળી પણ જાય તો પુરા મહિના કલાકો સુધી મહેનત કરવી પડતી હોય છે, પરસેવો પાડવો પળે છે, ત્યારે જઈને અમુક રકમ હાથમાં મળે છે. પણ આજે અમે જે છોકરીની વાત કરી રહ્યા છીએ, તેણે આજની યુવા પેઢીનાં વિચારોને હલાવી નાખ્યા છે. એ પણ છે કે આ છોકરી જે રીતા પૈસા કમાઈ છે તે અન્ય કોઈનાં બસની વાત નથી. કેમ કે તેના માટે મનમાં કઈક કરી બતાવાની લગન અને જુસ્સો હોવો જોઈએ.

અમે તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયામાં રહેનારી ચેલ્સિયા નામની છોકરીએ સાબિત કરી બતાવ્યું કે જો મનમાં કઈક કરી બતાવાનો ઈરાદો હોય, તો કોઈ પણ કામ અસંભવ નથી. ચેલ્સિયા માત્ર એક કલાકમાં 8 લાખ રુપીયાની કમાણી કરી લે છે. માત્ર એક કલાકમાં લાખો રૂપિયા કમાતી ચેલ્સિયા કોઈ નોકરી નથી કરતી, ન કે કોઈ બીઝનેસ. કેમ કે તે એક સ્માર્ટ વર્ક કરે છે. અને જો હાર્ડ વર્કની સાથે સાથે સ્માર્ટ વર્ક પણ કરવામાં આવે તો લાખો રૂપિયા આસાનીથી કમાઈ શકાય છે. આ વાતને ચેલ્સિયાએ ખુબ સારી રીતે સાબિત કરી બતાવ્યું છે.

આવી રીતે મેળવે છે લાખો રૂપિયા:

ચેલ્સિયા ઓનલાઈન વિડીયો ગેઈમ ખેલ્યા બાદ 1 કલાકમાં લાખો રૂપિયા કમાઈ લે છે. તેના અનુસાર ઓફિસમાં કોમ્પ્યુટર પર બેસીને કલાકો સુધી કામ કરવું તેને પસંદ ન હતું. પૈસા કમાવા માટે તે અન્ય ફિલ્ડમાં કામ શોધી રહી હતી. ઓનલાઈન વિડીયો ગેઈમ ખેલીને પૈસા કમાવાનો વિચાર આવ્યા બાદ ચેલ્સિયાએ આ તરિકાને અપનાવી લીધો હતો. અમુક દિવસો બાદ જ તે તેના દ્વારા સારા એવા પૈસા કમાવા લાગી હતી. રીપોર્ટના આધારે ચેલ્સિયા એક કલાક વિડીયો ગેઈમ ખેલીને તે 8 લાખ રૂપિયાની કમાણી કરી લે છે.

ચેલ્સિયા ઓનલાઈન ગેઈમ ખેલે છે અને તે સમયે લોકો ગેઈમ લાઈવ જોઈ રહ્યા હોય છે. વિડીયો ગેઈમ ખેલવાની લાઈવ સ્ટ્રીમીંગના સમયે સબસ્ક્રીપ્ષન, વિજ્ઞાપન અને સ્પોન્સર મળવાના લીધે ચેલ્સિયા 8 લાખની કમાણી કરી શકે છે. ચેલ્સિયાએ હાલ 46.6 લાખ ફોલોઅર્સ પણ છે. ચેલ્સિયાને પાર્ટી કરવાનો પણ ખુબ શોખ છે. મીડિયા પર લગાતાર એક્ટીવ રહેવાને લીધે મોટાભાગે પોતાની તસ્વીરો અપલોડ કરતી રહે છે. ચેલ્સિયાએ ફાર્મસીમાં ગ્રેજયુએટ કરેલું છે. ચેલ્સિયા માને છે કે વર્તમાનમાં તે જેટલી કમાણી ઓનલાઈન વિડીયો ગેઈમ ખેલીને કરે છે, તેટલી કમાણી જોબ કરીને સંભવ નથી.


Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!