9 વર્ષની બાળકીએ કેરલના પૂર પીડિત લોકોની મદદ કરવા માટે ઉઠાવ્યુ કંઈક આવું પગલું, જાણીને ગર્વ અનુભવશો, જાણો વિગતે…

0

અમુક દિવસો પહેલા કેરલની 19 વર્ષની ‘હનાન’ એ પોતાના અભ્યાસ માટે મળેલા 1.5 લાખ રૂપિયાનું દાન આ પૂર પીડિતો માટે કરી દીધું જયારે એક 9 વર્ષની તમિલનાડુ ની બાળકીએ પોતાનો જમા કરેલા પૈસાનો ગલ્લો તોડીને કેરલ રાજ્યના લોકો માટે 9 હજાર રૂપિયાનું દાન કરી દીધું.

દેશની આ દીકરીએ વાસ્તવમાં એક ખુબ મોટું કામ કર્યું છે. કેમ કે આ બાળકી એ જે કામ કર્યું છે તે અત્યાર સુધી અન્ય કોઈ લોકોએ નથી કર્યું. જણાવી દઈએ કે આ બાળકો આગળના ચાર વર્ષથી પોતાની સાઇકલ માટે ગલ્લા માં પૈસા જમા કરી રહી હતી.9 વર્ષની અનુપ્રિયા એ દેખાડી પોતાની દરિયાદિલી:

આ બાળકી તામિલનાડુ રાજ્ય ના ફીઝીપુરમ ઇલાકામાં રહે છે. આજે પૂરો દેશ આ બાળકીની સામે નાનો સાબિત થઇ ગયો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે આ પૂર પીડિતો માટે કરી રહી છે તે તેઓની ફરજ છે. પણ આ બાળકી એ પોતાના સપનાથી સજેલો પૈસા નો ગલ્લો તોડીને પૂર પીડિતો માટે જે કર્યું તેવી હિંમત દરેક કોઈ ન કરી શકે. હવે પૂરો દેશ 9 વર્ષની અનુપ્રિયા ને સલામ કરી રહ્યો છે.

5-5 રૂપિયા જમા કરતી હતી:

આ વાત કોઈથી છુપાયેલી નથી કે બાળકો ને પોતાના પૈસા નો ગલ્લો ખુબ જ પ્રિય હોય છે. તેમાં જ તેઓ પૈસા સંભાળીને રાખતા હોય છે. રોજ પોતાની પોકેટથી બચાવીને એક બે અને પાંચ રૂપિયા ના સિક્કા અને નોટ નાખીને સપના જોતા હોય છે કે તેઓ પોતાના માટે કઈક એવું ખરીદશે જે પોતાની પાસે નથી. તમિલનાડુની અનુપ્રિયા એ પણ કઈક આવો જ વિચાર રાખ્યો હતો. તે દરેક દિવસ પોતાના ગલ્લા માં 5-5 રૂપિયા જમા કરી રહી હતી અને આવું તે આગળના ચાર વર્ષોથી કરી રહી હતી. જેથી તે પોતાના માટે એક સાઇકલ ખરીદી શકે. પણ કેરલ માં આવેલા પૂરને લીધે ત્યાંના લોકોની સ્થિતિ વિશે જાણ થઇ તો તે પોતાના પાંચે ગલ્લા ને તોડીને 9 હજાર રૂપિયા કાઢ્યા અને મુખ્યમંત્રી આપદા રાહત કોષ માં દાન કરી દીધા.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here