7, માર્ચ- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો આજે કઈ રાશિને મળશે માનસિક શાંતિ ને કોને થશે આર્થિક પ્રગતિ … !!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
વેપાર વધારવા માટે આજે મહત્વના લોકો સાથે મુલાકાત થશે. નોકરી શોધી રહેલ મિત્રોને પણ મોટા પદના વ્યક્તિ સાથે મુલાકાત થશે. સારી નોકરી મળવાના યોગ છે, પણ નોકરી બદલવા માટે થોડી રાહ જોવી. મિત્રો અને ભાઈ બહેન સાથે સંબંધો વધુ મજબુત થશે. પરિવારમાં રહેલ વડીલ તમારી મુશ્કેલીઓ માટે સરળ રસ્તો બતાવશે. સાંજનો સમય પરિવાર સાથે વિતાવો. આજે પ્રેમીઓ માટે મિશ્રફળદાયી દિવસ છે. સ્વાસ્થ્યની આજે વિશેષ કાળજી રાખવી. ઓફિસમાં તમારા સાથી કર્મચારીઓ તરફથી તમને સહકાર મળશે જેનાથી તમે તમારા મહત્વના પ્રોજેક્ટ પૂર્ણ કરી શકશો. પૈસા ઇન્વેસ્ટ કરવા માટે કોઈ અનુભવી મિત્રની સલાહ જરૂર લેજો.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે તમારે અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે પણ તમારે એવી પરિસ્થતિમાં ઉગ્ર થવાનું નથી ખૂબ ધીરજ અને સમજદારીથી એ સમસ્યાને સુલાજાવવાની છે. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. સાંજે ઘરે જતા જીવનસાથી માટે સુંદર ગુલાબ લઈને જાવ. આજે તમારે તમારા દરેક વિચાર ઓફિસમાં જણાવવાની જરૂરત નથી.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
વેપારમાં અટકેલા પૈસા પરત મળશે. સ્ટોક માર્કેટમાં પૈસા રોકવા માટે સારો દિવસ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સારો દિવસ છે. પ્રેમીઓ માટે સારો દિવસ છે એકબીજા સાથે સમય વિતાવી શકશો. લગ્ન કરવા માંગતા મિત્રોના જીવનમાં તેમના જીવનસાથીનું આગમન થશે. વિદ્યાર્થીઓના જીવનમાંથી દરેક સમસ્યા દૂર થઇ જશે, કોઈપણ કામ સરળતાથી પાર પડી જશે જો તેમાં તમારી ઈમાનદારી અને મહેનત ભળશે. પૈસા કમાવવા માટે આજે નાની મોટી મુસાફરી થઇ શકે છે.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો

4. કર્ક – ડ,હ (Cancer):
આજે તમારી મુલાકાત તમે વિચાર્યું પણ નહિ હોય એવા લોકો સાથે થશે. આજે વધુ પડતી મહેનત તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. સતત કામના બોજ હેઠળ ના રહેશો એ તમને શારીરિક તકલીફ તો આપશે પણ સાથે સાથે માનસિક રીતે પણ થકવી દેશે માટે આજે થોડો સમય આરામ કરવામાં પણ વ્યતીત કરો. આજે પરિવાર સાથે સમય વિતાવવાનો દિવસ છે. તો તમારા પરિવારને ખૂબ પ્રેમ કરો એન તેમના સાથ અને સહકારથી આગળ વધો. આજે બની શકે તો ખરીદી કરવા જવાનું ટાળો.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

5. સિંહ – મ,ટ (Lio):
આજે સવારથી તમારું મન વ્યાકુળ રહેશે અને નાની નાની શારીરિક તકલીફ રહેશે. જેના લીધે આજે કોઈપણ કામમાં તમારું મન લાગશે નહિ. નાના બાળકો આજે તમને ખુશ કરી શકશે તો આજે બાળકો સાથે સમય વિતાવો. આજે કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આજે તમને કોણ તમારી સાચી કેર કરે છે એ તમને ખબર પડશે. જીવનસાથી સાથે ચાલતા અણબનાવનો આજે અંત આવશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
નોકરી કરતા મિત્રોએ કોઈને આપેલ ઉધાર પૈસા આજે પરત મળશે. પ્રોફેશનલ નોકરીમાં પરમીશન અને પગાર વધારાના યોગ બની રહ્યા છે. પરિવારમાં આજે નાની નાની વાતે મોટો વિવાદ થઇ શકે છે. આજે બધાને તમારે સમજાવવાના છે અને ઘરમાં થયેલ વિવાદનો અંત લાવવાનો છે, માતાની તબિયત નરમગરમ રહેશે. વેપારી મિત્રોને ધનલાભમાં યોગ છે. નાના બાળકો આજે તમને ખુશ કરી શકશે તો આજે બાળકો સાથે સમય વિતાવો. આજે કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આજે તમને કોણ તમારી સાચી કેર કરે છે એ તમને ખબર પડશે. જીવનસાથી સાથે ચાલતા અણબનાવનો આજે અંત આવશે.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો

7. તુલા – ર,ત (Libra):
જમીન મકાન અને વાહન ખરીદવાના યોગ છે. ઘણા સમયથી તમારી કોઈ બાકી રહેલ ઈચ્છા પૂર્ણ થશે. આજે કોઈ ખાસ મહત્વની વ્યક્તિ સાથે મુલાકાત થશે. આજે કોઈપણ જોખમ લાગે એવા સોદામાં પડશો નહિ. આજે સ્વાસ્થ્ય બગડવાની સંભાવના છે. રસ્તા પર વાહન ચલાવતા અને રસ્તો ઓળંગતા ખાસ તકેદારી રાખજો. વિદ્યાર્થીઓ માટે સમય થોડો નકારાત્મક રહેશે. કોઈને ઉધાર આપેલ પૈસા આજે પરત મળશે. પ્રેમીઓ માટે આજનો દિવસ મુશ્કેલી ભરેલો રહેશે. પરણિત મિત્રો માટે આજનો દિવસ સારો છે. સંતાન તરફથી ખુશખબરી મળશે. આજે અમુક લોકો તમારી પર લાગણીનો ભાર મુકીને તમારી પાસે પૈસાની મદદ માંગશે. બની શકે તો આજે પૈસાનો વ્યવહાર કરવો નહિ.
શુભ અંક : ૩
શુભ રંગ : સફેદ

8. વૃષિક – ન,ય(Scorpio):
આજે પૈસા બનાવવા માટેની તક સામેથી આવશે પણ પુરતી ચકાસણી કર્યા વગર કોઈપણ પ્રકારનું રોકાણ કરશો નહિ. આજે સંતાનોના કારણે તમારી ચિંતામાં વધારો થશે. આજે ઘરમાંથી કોઈની તબિયત પર વાતાવરણના લીધે અસર વર્તાશે તો તેમની સાથે રહીને તેમને તમારા પ્રેમની હૂંફ આપો. આજે થોડો ફાલતું અને નકામી વસ્તુ પાછળ પૈસાનો ખર્ચ થશે. કોઈપણ પ્રકારની ભાગીદારીથી દૂર રહો એ તમારા ભવિષ્યને માટે યોગ્ય નથી. આજે તમારા જીવનસાથીનું હૃદય તમે અજાણતા દુભાવી ના બેસો તેની તકેદારી રાખો.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
તમારા પ્રિયપાત્ર તરફથી આજે તમને દુઃખ પહોચી શકે છે. આજે તમને તમારું કામ પૂરું થશે કે નહિ એની પણ શંકા રહેશે. તમારામાં આજે આત્મવિશ્વાસની ઉણપ દેખાશે. તમારે આજે થોડી હિંમત દેખાડવાની છે કોઈપણ કાર્ય કરતા પહેલા નર્વસ થશો નહિ તમારા ચહેરાના હાવભાવ પરથી જ તમારું કામ બગડી શકે છે. આજે તમને શારીરિક દુખાવો રહેશે તો સમયસર દવા અને ઈલાજ કરજો. આજનો દિવસ આવો ગયો છે એટલે જરૂરી નથી કે કાલનો દિવસ પણ આવો જ જશે. કાલના દિવસની નવેસરથી શરૂઆત કરો. ઈશ્વર તમને શક્તિ આપે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

10. મકર – જ, ખ (Capricorn): .
સરકારી કામમાં પૈસા ખર્ચ થઇ શકે છે. આજે વાહન ચલાવતા તકેદારી રાખજો, ચલણ કે દંડ લાગી શકે છે. પરણિત મિત્રો માટે દિવસ સામાન્ય છે પણ નાની નાની વાતે ગુસ્સે થવાનું નથી. વાતાવરણ બદલવાને કારણે શરદી, ઉધરસ કે તાવ જેવી સમસ્યા આવી શકે છે. આજે નોકરી કરતા મિત્રોને તેમના સહકર્મચારી તરફથી સહયોગ મળશે. આજે બીજાની મદદથી તમે તમારું ઘણા સમયથી અટકી ગયેલ કામ પૂર્ણ કરી શકશો. આજે બને તો પ્રયત્ન કરો કે કોઈને ઉધાર પૈસા આપવા નહિ, પૈસા ડૂબવાના યોગ છે. વેપારી મિત્રોને કોઈ ચિંતા હશે પણ સાંજ સુધીમાં તેનુ સમાધાન થઇ જશે. આજે ઘરની જરૂરિયાત વસ્તુઓની ખરીદીના યોગ છે. વધારા અને નાહકના ખર્ચથી બચજો.
શુભ અંક : ૪
શુભ રંગ : નારંગી
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે પ્રવાસના યોગ બની રહ્યા છે. આજે જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવા માટે પ્લાન કરી રહ્યા છો તો આજનો દિવસ તમારી માટે યોગ્ય છે તમારા વડીલોને સાથે લઈને કરો આ મહત્વના નિર્ણય. આજે નવી મિલકત ખરીદીના પણ યોગ બની રહ્યા છે તો થોડી સાવધાની રાખીને મિલકત પણ ખરીદી શકો છો. આજે તમને મળતી કોઈપણ તકને તમારે ઇગ્નોર કરવાની નથી. આજની સાંજ તમે તમારા જીવનસાથી સાથે પ્રેમભરી વાતો કરીને વિતાવો. એકબીજાની કેર કરો જેથી તમારા સંબંધો પહેલાથી પણ વધુ મજબુત બનશે.
શુભ અંક : ૯
શુભ રંગ : કાળો
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
જો તમે ટૂંક સમયમાં ડોક્ટરની મુલાકાત લેવા નથી માંગતા તો આજથી જ તમારા રોજીંદા જીવનમાં થોડા ફેરફાર લાવો. બહારનું બહુ ખાવું નહિ આજે બીમારીનો યોગ બની રહ્યો છે. આજે એક સુંદર ભવિષ્ય બનાવવાની તક પણ તમને મળી શકે છે તો થોડી સાવધાની અને સમજદારીથી નિર્ણય કરો જેનાથી તમારું ભવિષ્ય સુધરી જશે. આજે તમારા બાળકો પણ તમારાથી ખુશ રહેશે તેમને તમે આપેલી સરપ્રાઈઝથી તેઓ તમને વધુ ચાહવા લાગશે. તમારા વધારે પડતા ખર્ચને કારણે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાની શક્યતાઓ રહેલી છે તો સાવધાની રાખજો. વાતાવરણ પલટાને કારણે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનશો નહિ.
શુભ અંક : ૨
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

નોકરી-ધંધો – જો તમે કામના સ્થળે થોડી પણ આળસ રાખશો તો તેનું ખરાબ પરિણામ તમારે જ ભોગવવું પડશે. તમારા દરેક કામ તમારે ઉત્સાહ અને ખુશ મિજાજમાં કરવાનું છે તો અને તો જ તમારા કામની સરાહના થશે અને તમને તમારા કાર્યમાં પ્રમોશન મળશે.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો. જે મિત્રો વિદેશ જવા માટે તૈયારી કરી રહ્યા છે તેઓ કોઈપણ અફવા અને લોકોની વાતમાં આવી જવાનું નથી. યોગ્ય અધિકારી અને અનુભવી મિત્રોની સલાહ લેવાનું રાખો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here