7, ફેબ્રુઆરી- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમને અચૂક ટેગ કરજો !!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
વેપારની વૃદ્ધિ માટે તમને કોઈ ખાસ લોકોની મદદ મળશે. જો કોઈને પૈસા ઉધાર આપેલા છે તો તે પણ પરત મળશે. ભાઈ-બહેન સાથે સંબંધ વધુ મજબુત થશે. તમારા ઘરમાં અચાનક કોઈ સારા સમાચાર આવશે જેનાથી ખુશીઓમાં ઉમેરો થશે. આજે પ્રેમીઓ માટે ખાસ દિવસ નથી કોઈને પ્રપોઝ કરવા માંગો છો તો આજે નકારાત્મક જવાબ મળી શકે છે. આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી. માતાની તબિયત નરમગરમ રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ છે. પૈસા રોકવા માટે સારો સમય છે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન મળી શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે લાંબી મુસાફરી કરવાનો યોગ છે જેના લીધે તમે આજે ખૂબ થાક મહેસુસ કરશો. મુસાફરીના કારણે તમારા જીવનસાથી સાથે દુરી વધી જશે જેનાથી તમે થોડા દુઃખી થશો. નવરાશના સમયમાં કોઈપણ જાતના ટાઇમપાસ કર્યા વગર એ સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. જેના કારણે તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને તમારી સાંજ ખુશનુમા જશે. તમે ઘરે પરત ફરતા તમારા પાર્ટનર માટે કોઈ સારી ભેટ લઇ જાવ. આજે ગૃહિણીઓ માટે પણ સારો દિવસ છે આજે તમને તમારા પ્રિય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરી શકશો.
શુભ અંક : ૭

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
બિઝનેસમાં રોકેલા પૈસામાંથી તમને ફાયદો થતો જણાશે. લોટરીમાં તમને સારો ફાયદો મળશે. સ્ટોક માર્કેટમાં પૈસા રોકવા તમારા માટે ફાયદાકારક રહેશે. ઘર અને પરિવાર માટે આજનો દિવસ સારો છે. પરિવારમાં દિવસેને દિવસે ખુશીઓ વધતી જ જશે. આજે સ્વાસ્થ્ય મિશ્રફળદાયી છે. કામના ટેન્શનને લીધે તબિયત બગડશે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ સારો છે. તમારી દરેક મુશેક્લીઓનો અંત આવી જશે. આજે પરિણામની ચિંતા કર્યા વગર મહેનત કરવામાં ધ્યાન આપવાનું છે. પૈસા કમાવવા માટે આજે નાની મોટી મુસાફરી કરવી પડશે. તમારી મુસાફરી તમારી આર્થિક સ્થિતિ માટે ફાયદાકારક ગણાશે.
શુભ અંક : ૬
શુભ અંક : પીળો

4. કર્ક – ડ,હ (Cancer):
આજનો દિવસ તમારો ખુશીઓથી ભરપુર રહેશે. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે તમને મળતી દરેક વ્યક્તિ સાથે હસતા હસતા વાત કરો તમારા દરેક કામ આસાનીથી પાર પડી જશે. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

5. સિંહ – મ,ટ (Lio):
તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત બનશે. આવક વધારવા માટેના અનેક સ્ત્રોત ઉભા થશે જેનાથી તમારી આવક વધશે. આજે પરિવારમાં કોઈની તબિયત ખરાબ હોવાથી દવા પાછળ ખર્ચ વધશે. નોકરી કે વેપાર કરતા મિત્રોને તેમના કાર્યસ્થળમાં પરિવર્તન કરવું પડશે. પરિવર્તન તમારામાં પોઝીટીવીટી વધારશે. સ્વાસ્થની આજે કોઈપણ ચિંતા કરવાની જરૂરત નથી, આજે તમે કરેલ મહેનતની તમને ફાયદો મળશે. ઉચ્ચ શિક્ષામાં ભણી રહેલા વિદ્યાર્થીઓને સારું પરિણામ મળશે. વેપારી મિત્રો કે જે વિદેશમાં પોતાનો વેપાર ચલાવવા માંગે છે તેમની માટે આજે સારા સમાચાર આવશે. પરિવાર તરફથી તમને સારો સપોર્ટ મળશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
દરેક સાથે હળીમળીને રહેવાના તમારા સ્વભાવના કારણે તમે લોકોમાં વધુ ઓળખીતા થશો. આજે તમારા સંતાનો તમારી પાસેથી કાઈ માંગે તો એ માંગ પૂરી કરજો. આજનો દિવસ તમે ખૂબ ઉત્સાહથી વીતાવશો. તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો

7. તુલા – ર,ત (Libra):
નોકરી કરતા મિત્રોના અટકી પડેલા પૈસા પરત મળશે. ઘણા સમયથી નોકરીમાં પ્રમોશન અટકેલ છે તો તમારું પ્રમોશન મળશે. આજે તબિયતની ખાસ કાળજી રાખવી, બહારનું અને ખુલ્લું ખાવામાં ખાસ તકેદારી રાખવી. જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમના સંબંધ તુટવાના યોગ છે. પરણિત મિત્રો માટે આજનો દિવસ ઘણો સારો હશે તમારી વચ્ચે ચાલી રહેલ અણબનાવનો અંત આવશે. વિદ્યાર્થી મિત્રોએ ખાસ તકેદારી રાખવાની જરૂરત છે. નકારાત્મકતાને તમારામાં આવવા દેશો નહિ. આજે કોઈપણ જોખમ લાગે એવા સોદામાં પડતા નહિ. ઉધાર આપેલ પૈસા પરત આવશે.
શુભ અંક : ૩
શુભ રંગ : સફેદ

8. વૃષિક – ન,ય(Scorpio):
બીજાને મદદરૂપ થવાની તમારી ટેવ આજે તમને અનેક ફાયદો અપાવશે. ઘણા સમય પહેલા કરેલા કામનું વળતર આજે તમને મળવાની શક્યતાઓ છે. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધય્ન રાખજો. જો તમે તમારી ઓફીસ કે કાર્યસત્તા પર વિશિષ્ઠ સ્થાન પર છો તો તમારાથી કોઈ ભૂલ ના થઇ જાય એની તકેદારી રાખજો, તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિ સાથે થયેલી નાની વાત બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે ફ્રેશ થવા અને ચિંતામુક્ત થવા માટે પુરા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. તો બહુ ચિંતા કરશો નહિ અને આગળ વધતા રહો.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

10. મકર – જ, ખ (Capricorn): .
સરકારી કામ જે પણ પૂર્ણ કરાવવા હશે તેમાં પૈસા ખર્ચ થશે. કોઈપણ પ્રકારનું ચલણ કે દંડ થઇ શકે છે. આજે વાહન ચલાવતા કે રસ્તો ક્રોસ કરતા સાવધાની રાખવી. બની શકે તો આજે પોતાની જાત સાથે થોડો સમય વિતાવો. આજે નવા કામની શરૂઆત કરી શકો છો. ઘરના સામાનને લગતી ખરીદી થઇ શકે છે. નોકરી કરતા મિત્રોને આજે ઓફિસમાં બધાનો સપોર્ટ મળશે. અટકેલા પ્રોજેક્ટ પૂર્ણ કરી શકવામાં સફળતા મળશે. અ\બની શકે તો આજે પ્રયત્ન કરો કે કોઈને ઉધાર પૈસા આપો નહિ. વેપારીઓને ચિંતામાં વધારો થશે. આજે ગુસ્સો કરવાથી થોડા સાવધાન રહો. વાતે વાતે કોઈની પર ગુસ્સે થવાથી તમને નુકશાન થઇ શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : કેસરી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):

જો કોઈ મિત્ર કે પરિવારના સભ્ય સાથે લાંબા સમયથી અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમે સામે ચાલીને લાવી દેજો. આજે તમારે ઓફિસમાં વધારાનું કામ કરવું પડશે જેના લીધે તમે થોડા વ્યથિત થઇ શકો છો પણ તમારે નર્વસ થવાનું નથી અને એકદમ શાંત ચિત્તે કાર્ય પૂર્ણ કરવાનું છે એ કાર્ય તમારું ભવિષ્ય બનાવી શકે છે. કોઈ તમારી ભલમનસાઈનો ફાયદો ના ઉઠાવી જાય તેનું ખાસ ધ્યાન રાખજો. તમારે હજી થોડા સમજદાર બનવાની જરૂરત છે લોકોની વાત પર બહુ ભરોસો કરવો નહિ. નહિ તો એનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો.
શુભ અંક : ૯
શુભ રંગ : કાળો

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
જો તમે ટૂંક સમયમાં ડોક્ટરની મુલાકાત લેવા નથી માંગતા તો આજથી જ તમારા રોજીંદા જીવનમાં થોડા ફેરફાર લાવો. બહારનું બહુ ખાવું નહિ આજે બીમારીનો યોગ બની રહ્યો છે. આજે એક સુંદર ભવિષ્ય બનાવવાની તક પણ તમને મળી શકે છે તો થોડી સાવધાની અને સમજદારીથી નિર્ણય કરો જેનાથી તમારું ભવિષ્ય સુધરી જશે. આજે તમારા બાળકો પણ તમારાથી ખુશ રહેશે તેમને તમે આપેલી સરપ્રાઈઝથી તેઓ તમને વધુ ચાહવા લાગશે. તમારા વધારે પડતા ખર્ચને કારણે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાની શક્યતાઓ રહેલી છે તો સાવધાની રાખજો. વાતાવરણ પલટાને કારણે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનશો નહિ.
શુભ અંક : ૨
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

નોકરી-ધંધો – જો તમે કામના સ્થળે થોડી પણ આળસ રાખશો તો તેનું ખરાબ પરિણામ તમારે જ ભોગવવું પડશે. તમારા દરેક કામ તમારે ઉત્સાહ અને ખુશ મિજાજમાં કરવાનું છે તો અને તો જ તમારા કામની સરાહના થશે અને તમને તમારા કાર્યમાં પ્રમોશન મળશે.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો. જે મિત્રો વિદેશ જવા માટે તૈયારી કરી રહ્યા છે તેઓ કોઈપણ અફવા અને લોકોની વાતમાં આવી જવાનું નથી. યોગ્ય અધિકારી અને અનુભવી મિત્રોની સલાહ લેવાનું રાખો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here