પોતાના દમદાર એક્શન અને જબ્બર ડાઈલોગ ડિલિવરી માટે ફેમસ અભિનેતા સની દેઓલ 62 વર્ષ ની ઉંમર માં પણ એટલા ફિટ અને હેલ્દી છે તેઓને જોઈને દરેક કોઈ હેરાન રહી જાય છે. આજે અમે તમને બૉલીવુડ ના આ ફેમસ અભિનેતા સની દેઓલ નું ફિટનેસ સિક્રેટ જણાવીશું.તમને જાણીને હેરાની લાગશે કે સની દેઓલ સિગરેટ અને દારૂ ને હાથ પણ નથી લગાવતા. એક તો પંજાબી અને બીજા ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હોવા છતાં કોઈ દારૂ ન પીવે એ થોડું નવીન લાગે છે, પણ સની પાજી શરાબ થી દૂર રહે છે, કદાચ એટલા માટે જ 62 ની ઉંમર માં તે 40 વર્ષ ના દેખાય છે.
પોતાને ફિટ રાખવા માટે કોઈ ગેમ રમવી પણ એક સારો વિકલ્પ છે. સની પણ ટેબલ ટેનિસ અને સ્કેવશ રમે છે. તેના સિવાય ઘણીવાર તે કોઈ હિલ સ્ટેશન પર જઈને ટ્રેકિંગ પણ કરે છે. સની શારીરિક અને માનસિક બંને રીતે હેલ્દી રહેવા માટે રમત ને ખુબ જ જરૂરી અને યોગ્ય માને છે, તે રોજનું સ્વિમિંગ પણ કરે છે.વર્કઆઉટ ની સાથે જ ડાયટ નું પણ ધ્યાન રાખવાનું જરૂરી સમજે છે. સની જંક ફૂડ, દારૂ અને સિગરેટ થી પુરી રીતે દૂર રહે છે અને મીઠાઈ ની તરફ જોતા પણ નથી. તે ઘરનું બનાવેલું ભોજન જ પસંદ કરે છે. રોટલી, દાળ-ભાત, શાક, પાપડ ની સાથે રોજ સ્પ્રાઉટ્સ પણ લે છે.
આ સિવાય સની દૂધ-દહીં અને લીલા શાકભાજી રોજ ખાય છે અને દરેક દર બે કલાકે કઈક ને કઈક ખાતા રહે છે, જેનાથી શરીર ને એનર્જી મળી રહે છે. મેથી ના પરોઠા સની ની ફેવરિટ વાનગી છે.1982 માં ફિલ્મ બેતાબ થી ડેબ્યુ કરનારા સની અત્યારે પણ બૉલીવુડ માં સક્રિય છે. તેની આવનારી ફિલ્મ ભૈયાજી સુપરહિટ’ છે જે 26 ઓક્ટોમ્બર ના રોજ રિલીઝ થવાની છે. આ સિવાય તે પોતાના દીકરા ને પણ લોન્ચ કરવાની તૈયારી માં છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
