૬૦ રૂપિયા થી કામ શરુ કરનાર આ સ્ત્રી આજે કરોડો રૂપિયા ની કંપની ચલાવે છે…વાંચો જીવનની પ્રેરણાદાયક કહાની, લાખ લાખ સલામ

0

આપણા સમાજ માં વર્ષો થી જાતિ અને ધર્મ નો ઘણો પ્રભાવ રહયો છે.એ ભેદભાવ ના કારણ થી દલિત સમાજ માં જન્મ લેનાર લોકો ને વર્ષો સુધી અન્યાય અને મુશ્કેલી નો સામનો કરવો પડયો છે.તો સંભવ છે કે આવી પરીસ્થિતિ માં મહારાષ્ટ્રના એક નાનકડા ગામ માં જન્મ લેનાર એક છોકરી ના જન્મ થી જ ઘણી બધી મુશ્કેલી ઉભી થઇ,ખાલી દલિત સમાજ માં જન્મ લીધો એ કારણ થી એને જીવન માં દરેક જગ્યા એ મુશ્કેલી ઉઠાવી પડી.

માત્ર ૧૨ વર્ષ ની ઉંમર માં તેના લગ્ન તેના થી ૧૦ વર્ષ મોટા છોકરા સાથે થયા.તેના લગ્ન મુંબઈ જેવા મોટા શહેરમાં થયા ,તો તેને પોતાનું ગામ મૂકી ને મુંબઈ આવું પડયું હતું . તેનું સાસરું મુંબઈ ની એક ઝુંપડપટી માં હતું.પણ જેવું સુંદર અને સુખી લગ્નજીવન એને વીચારીયુ હતું એવું જીવન એના નસીબ માં નહોતું.સાસરિયા માં તેના ઉપર બધું કામ કરવા ની જવાબદારી હતી.

૧૨ વર્ષ ની ઉંમર માં જયારે બાળકો રમકડા થી રમતા હોય ,તે છોકરી ૧૦-૧૫ લોકો નું જમવા નું બનાવતી અને ઘર ના કેટલા બધા કામ કરતી,અને સરખું કામ ના થાય તો સાસરિયા વાળા તેને મારતા-પીટતા.

એક એવી છોકરી જેના સફર ની શરૂઆત જ એટલા પ્રોબ્લેમો થી થઇ,તેની આજે આપણા દેશ ની મોસ્ટ સક્સેસફૂલ મહિલાઓ માં ગણતરી થાય છે.

સાસરાવાળા ના આટલા અત્યાચાર સહેવા વાડી કલ્પના ને મળવા જયારે તેના પિતા આવ્યા તો તેને ઓળખી ના શક્યાં,તેની આવી હાલત જોય તેમણે પોતાની દીકરી ને પાછું ગામડે લઇ જવા નો નિર્ણય લીધો.સાસરાવાળા ના વિરોધ હોવા છતાં તે નાનકડી કલ્પના ને ગામડે લઇ આવ્યા.સમાજે કલ્પના નો સંસાર તૂટવા નું કારણ કલ્પના ને જ માની.અને અંતે આ બધી વસ્તુ સહન ના થતા કલ્પના એ ઝેર ખાઈ ને મરવા ની કોશિસ કરી પણ સારા નસીબ થી તે બચી ગઈ.આ ધટના પછી એમના માં બદલાવ આવી ગયો અને એમણે પોતાનું જીવન પોતાના માટે કઈક કરી બતાવા નિશ્ચય કર્યો.

તેમણે વિવિધ જગ્યા એ નોકરી ગોતવા ની કોશિશ કરી પરંતુ ભણતર ના હોવા ના કારણે તે તેમાં અસફળ રહયા,પછી એમણે મુંબઈ જઈને કામ ગોતવા નું નક્કી કરીયું.પોતાની મમ્મીને મનાવી તે મુંબઈ ગયા.પોતા ના કાકા ની ઓળખાણ થી તેઓ શિલાઈ ના કામ માં લાગી ગયા,પણ ત્યાં પણ આત્મવિશ્વાસ ના હોવા ન લીધે એક મહિના સુધી ત્યાં હેલ્પર નું કામ કરતા રહયા.થોડો આત્મવિશ્વાસ આવ્યા બાદ તે જ કંપની માં કારીગર તરીકે કામ કરવા લાગ્યાં.હેલ્પર ની ૬૦ રૂપીયા ની નોકરી પછી જયારે તેમણે કારીગર નું પદ સાંભળ્યું ત્યારે તેમણે પહેલી વાર ૧૦૦ રૂપિયા ની નોટ જોઈ.

ત્યારબાદ તેમના નાના ભાઈ બહેન મુંબઈ આવ્યા.મુંબઈ આવીને પછી તેની એક બહેન ની બીમારી ના લીધે મૃત્યુ થઇ ગયું.આની અસર કલ્પના પર ખુબ ઊંડી પડી.પૈસા ના હોવા ના કારણે તે પોતાની બહેન ને બચાવી ના શક્યા એ વિચારી ને તેમણે વધુ કામ કરવા નું શરુ કરીયું.આ સમય માં પોતાનો ખુદ નો બિઝનેસ કરવા નો વિચાર પણ તેમને આવ્યો.

પોતાના ઘરે થી અલગ અલગ યોજના શોધવાનું શરુ કર્યું અને લોન લઇ ને પોતાનો બિઝનેસ શરુ કર્યો.બ્યુટી પાર્લર અને ફર્નીચર નો બીઝનેસ શરુ કરી ને ધીમે ધીમે બિઝનેસ માં પોતાનો અનુભવ વધારવા નો શરુ કરીયું.

નાના નાના બિઝનેસ કરવા વાળા કલ્પના જી ને જમીન જાગીર માં જવાનો મોકો ત્યારે મળિયો જયારે એમને એક જમીન નો પ્લોટ વેચવા માટે ઓફર આવી. અલગ અલગ જગ્યા એ થી પૈસા ભેગા કરી ને કલ્પના એ લાખ રૂપિયો ભેગો કર્યો અને એ પ્લોટ ખરીદયો,પ્લોટ ખરીદયા પછી એમને એ પ્લોટ પર ચાલી રહી મુશ્કેલી વિશે ખબર પડી,૩-૪ વર્ષો ની મેહનત ને સંધર્ષ પછી તેમણે એ પ્લોટ બધી સરકારી મુશ્કેલી થી આઝાદ કરાવ્યો,ત્યારે તેની કિંમત ૨૦ ગુના વધી ગઈ,તે પ્લોટ પર તેમણે સિન્ધી પાર્ટનર ની સાથે મકાન બનાવી અને ત્યાર થી તેમનો જમીન જાગીર નો સફર શરુ થઇ ગયો.

આટલી મુશ્કેલી થી લડયા બાદ કલ્પના જી ને લોકો જાણવા ને માનવા લાગીયા.પણ તેમના જીવન માં હજુ ટર્નિગ પોઈન્ટ આવવા નો બાકી હતો જેનું નામ હતું કમાની ટ્યુબ્સ.

કમાની ટ્યુબ્સ કંપની એ સમયે બોઉં ખરાબ મુશ્કેલી નો સામનો કરતી હતી,એ મુશ્કેલી માં તે કંપની બંધ થવા ની હતી.એ જોઈ ને કમાની ટ્યુબ્સ માં કામ કરવાવાળા કર્મચારીઓ એ કલ્પના જી ને કંપની સંભાળવા રજૂઆત કરી.એ એક બહુ મોટો જોખમ ભરેલો નિર્ણય હતો એન્જીનીયર કંપની ને ચાલવાનો કોઈ અનુભવ ન હતો,તો પણ એમણે આ જોખમ ઉઠાવીયો અને આજે કમાની ટ્યુબ્સ એક દમ વેગથી આગળ વધનાર લગભગ ૧૦૦ મીલીયન ડોલર્સ ની કંપની બની ગઈ છે.

કોઈ પણ શિક્ષા કે ડીગ્રી વિના એક નાના ઘરે થી આવેલી છોકરી આજે જમીન જાગીર અને એન્જીનીયર જેવા મોટા બિઝનેસ માં પોતાનું સ્થાન મેળવે છે.આ આપડા માટે ગર્વ ની વાત છે.કલ્પના જી ના આ કાર્ય માટે તેમણે ઘણા પુરુસ્કાર આપવા માં આવ્યા છે.૨૦૧૩ માં તેમને પદ્મશ્રી પુરુસ્કાર વડે નવાઝ્વા માં આવ્યાં છે.તેમના બિઝનેસ માં સરસ કાર્ય કરવા ના કારણે રાજીવ ગાંધી એવોર્ડ થી સમાંનીત કર્યા.

પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે બેંક પાસે લોન લેવાવાળા કલ્પના જી આજે ખુદ ભારતીય મહિલા બેંક ની બોર્ડ ઓફ ડાઈરેક્ટર ના સદસ્ય છે.

કલ્પના જી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ને માને છે.અને એ પણ એમની જેમ લોકો ની મદદ કરવા માંગે છે.કલ્પના જી એ પોતાના કામ થી લોકો ને એ બતાવ્યું કે તમે કોઈ પણ જાતિ કે ધર્મ ના હોઉં પરંતુ જો તમે મેહનત કરવા ની તૈયારી રાખસો તો તમે ગમે તે ક્ષેત્રે કાર્ય કરી શકો છો,અને સફળતા મેળવી શકો છો.

સ્ત્રી ધારે તો શું ના કરી શકે ? દોસ્તો આ લેખ માટે ૨ શબ્દો કોમેન્ટ માં જરૂર કેજો.
Story Author: ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.