6 મહિના પહેલા જ થયા હતા લગ્ન, પત્ની એ કહ્યું: કોઈ આવી રીતે છોડીને જાય? વાંચો અહેવાલ

0

જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં આતંકીયો ની સાથે લડાઈના દરમિયાન શહિદ થયેલા લાંસ નાયક વિક્રમજીત સિંહનું પાર્થિવ શરીર ગુરુવારના રોજ તેના ગામ પહોંચ્યું હતું. પૂરું વાતાવરણ ભારત માતાની જય, વિક્રમજીત સિંહ અમર રહો, પાકિસ્તાન મુરદાબાદ અને બોલ્યા સો નિહાલ-સતશ્રી અકાલ ના ગગનભેદી જયઘોષોથી ગુંજી ઉઠ્યું. શહીદ વિક્રમજીત સિંહના નાના ભાઈ મોનુ સિંહે તેને મુખાગ્નિ આપી. શહીદ વિક્રમના લગ્ન 15 જાન્યુઆરી ના રોજ થયા હતા. પત્નીએ કહ્યું-કોઈ આવી રીતે છોડીને જાય ભલા! હવે હું કોના સહારે જીવિત રહીશ. કોણ મને ફોન કરશે. કોની સાથે હું કલાકો સુધી વાતો કરીશ. આવું કહેતા-કહેતા તેની પત્ની બેહોશ બની ગઈ.

શહિદ વિક્રમજીત સિંહ અને તેની પત્ની હરપ્રીત:શહીદ વિક્રમજીત નું પાર્થિવ શરીર બુધવાર સાંજે 6 વાગે એરફોર્સ સ્ટેશન અંબાલા પહોંચ્યું હતું. રાતે પાર્થિવ શરીર સેનાએ હોસ્પિટલના મોર્ચરી હાઉસમાં રાખવામાં આવ્યું હતું. ગુરુવાર સવારે 8 વાગે ફૂલોથી શણગારેલી ગાડીમાં ત્રિરંગા માં લપેટાયેલું શહીદનું પાર્થિવ શરીરને તેના પૈતૃક ગામ લઇ જવામાં આવ્યું. શહિદનું પાર્થિવ શરીર તેના ઘરે લઇ જવામાં આવ્યું જ્યાં પરિજનોએ અંતિમ દર્શન કર્યા. મેજર સલીમ સૈય્યદના નેતૃત્વમાં સેનાના પાઇપર બૈન્ડની સાથે પાર્થિવ શરીરને ગામ માં ગુરુદ્વારા સાહિબ લઇ જવામાં આવ્યું અને ત્યાંથી શમશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.

દાદા પણ કરી ચુક્યા છે સેનામાં સેવા:

ડીઈઇઓ વિક્રમજીત સિંહ એક સાધારણ ખેડૂત પરિવારથી હતા. તેના પિતા બલજીંદ્ર સિંહે ખુબ મેહનત ને ચુનૌતીઓનો સામનો કરતા પરિવારનું પાલન-પોષણ કર્યું. શહીદના દાદા કિરતાર સિંહ સેનામાં સેવા કરી ચુક્યા છે અને તેમણે બંને પૌત્રો વિક્રમજીત સિંહ અને મોનુ સિંહ ને સેનામાં જાવા માટે પ્રેરીત કર્યા. વિક્રમજીત સિંહ 5 વર્ષ પહેલા સેનામાં ભરતી થયા હતા અને આજ વર્ષ 15 જાન્યુઆરી ના હરપ્રીત કૌર સાથે તેના લગ્ન થયા હતા. તેના નાના ભાઈ મોનુ પણ સેનામાં હતા.

ફૂલોથી શણગારેલી સેના ગાડીમાં ત્રિરંગા માં લપેટીને પહોંચ્યું શાહિદ નું પાર્થિવ શરીર:વિક્રમજીત સિંહના પોતા બલજીંદ્ર સિંહ(સફેદ શર્ટ માં) શાહિદ દીકરાના સાવ ને જોઈને પોતાના આંસુને રોકી ન શક્યા:
વિક્રમજીત સિંહના ગામ તેપલામાં માં કરવામાં આવ્યું અંતિમ સંસ્કાર:
સેના એ આપી સલામી:
ગામ તેપલામાં શહિદ વિક્રમજીત નું પાર્થિવ શરીર પહોંચ્યું તો પરિજનો અને હજારો લોકો શ્રદ્ધાંજલિ આપવા માટેપહોંચ્યા. દરેકના આંસુ નીકળી આવ્યા હતા.
શહિદ ના પરિજનો રડી રહેલા:
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!