5 હજારથી ઓછા ખર્ચમાં ફરવા માટે આ છે બેસ્ટ ટૂરિસ્ટ પ્લેસ, જાણો લોકેશન … જાણો દિલ ખુશ થઇ જશે

દેશમાં ઘણી એવી સુંદર જગ્યાઓ છે જ્યાં ફરવાનો ખર્ચ ગણો ઓછો થાય છે. જો આપનું બજેટ ઓછું છે તો આપ ઘણાં સસ્તામાં આ લોકેશનની મજા માણી શકો છો. પરંતુ આના માટ તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. પાંચ હજારથી ઓછા બજેટમાં આ લોકેશન પર ફરી શકાય છે. આ બજેટ અમે દિલ્હીથી ફરવા માટે નક્કી કર્યું છે. દેશની અન્ય જગ્યાઓ પરથી પણ અહીં ફરવા માટે કોઇ વધારે ખર્ચ નહીં કરવો પડે.

ફરવા જતાં પહેલા રાખો આ વાતનું ધ્યાન:

ક્યાંય પણ જતા પહેલા પોતાનું બજેટ તૈયાર રાખો બજેટ અનુસાર પોતાના આવવા-જવા, રહેવા અને ખાવાની વ્યવસ્થા કરો કોઇ પણ જગ્યાએ જઇ રહ્યા છો તો તે અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો. જેમ કે જવાનો યોગ્ય સમય, રહેવા માટે જગ્યા જગ્યા વગેરે. બજેટ અનુસાર પોતાનો ખર્ચ કરો પરંતુ પોતાના ખિસ્સામાં ઇમરજન્સી માટે હંમેશા વધારાના નાણાં રાખો. જેટલી થઇ શકે કેશનો ઓછો ઉપયોગ કરો, પ્લાસ્ટિક મનીનો વધુ ઉપયોગ કરો.

1. કસોલ, હિમાચલ પ્રદેશ :

આ હિમાચલ પ્રદેશમાં સ્થિત એક નાનકડું સ્થળ છે જે કુલુથી 42 કિલોમીટર ઉત્તરમાં પડે છે. પરંતુ નાનકડી જગ્યા હોવા છતાં એમ માની લેવાની જરૂર નથી કે અહીં સુવિધાઓની કોઇ કમી છે. અહીં બારથી લઇને રેસ્ટોરન્ટ સુધી બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં જવા માટે દિલ્હીથી વોલ્વો બસ મળી જાય છે. જેનું ભાડું 950 રૂપિયા પ્રતિ વ્યક્તિ શરૂ થાય મનીકરણથી કસોલનું અંતર માત્ર 5 કિલોમીટર છે. અહીં તમને વિદેશી ટૂરિસ્ટ પણ ફરતા જોવા મળશે. અહીં આપને 500 રૂપિયા પ્રતિ નાઇટના હિસાબે હોટલ મળી જશે. જેને આપ ઓનલાઇન પણ બુક કરાવી શકો છો. અહીં ભીડથી દૂર શાંતિથી રહેવા માટે યોગ્ય સ્થળ છે.

2. જયપુર, રાજસ્થાન:

દિલ્હીથી જયપુરનું અંતર લગભગ 300 કિલોમીટર છે. જે રસ્તા, રેલવે અને એર એમ ત્રણેય રીતે દિલ્હીથી જોડાયેલું છે. બસના રસ્તે દિલ્હીથી જયપુર માત્ર 220 રૂપિયામાં જઇ શકાય છે. જ્યારે. ઓફર હેઠળ એરલાઇન્સ દિલ્હીથી જયપુરનું ભાડું 1 હજાર રૂપિયા વસૂલ કરે છે. અહીં બજેટ હોટલની શરૂઆત 500 રૂપિયા પ્રતિ નાઇટથી શરૂ થાય છે. તો કોઇ નાનકડી રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિના ખાવાનો ખર્ચ 100થી 200 રૂપિયા થાય છે. અહીં ફરવા માટે આપ સિટી બસની સેવા લઇ શકો છો. જેનું ભાડું 200 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. અહીં અનેક હિસ્ટોરિકલ લોકેશન છે જ્યાં આખો દિવસ ફરી શકાય છે.

3. લેન્સડાઉન,ઉત્તરાખંડ:

ઉત્તરાખંડના હિલ સ્ટેશન લેન્સડાઉનથી દિલ્હીનું અંતર માત્ર 250 કિલોમીટર છે. અહીં પહોંચવાની સૌથી સરળ રીત એ છે કે સૌપ્રથમ આપ કોટદ્ધાર પહોંચો પછી આપ લોકલ બસથી લેન્સડાઉન જઇ શકો છો કોટદ્ધારથી લેન્સડાઉનનું અંતર 50 કિલોમીટર છે. દિલ્હીથી કોટદ્ધાર સુધી રસ્તા અને રેલવે એમ બન્ને માર્ગે જોડાયેલું છે. દિલ્હીથી લેન્સડાઉન આપ 1000 રૂપિયાથી ઓછા સમયમાં પહોંચી જશો તો બીજી તરફ સારામાં સારી હોટલ પણ આપને અહીં 700થી 800 રૂપિયામાં પ્રતિ નાઇટના હિસાબે મળી જશે. કોમર્શિયલાઇઝેશન ન હોવાના કારણે આ વિસ્તાર સંપૂર્ણ રીતે નેચરલ બ્યૂટીથી ભરપૂર છે.

4. તવાંગ, અરૂણાચલ પ્રદેશ

આ અરૂણાચલ પ્રદેશનું એક રમણીય સ્થળ છે. તવાંગ પોતાની મોનેસ્ટ્રી, બૌદ્ધ મઠ અને ઉંચા પહાડો માટે જાણીતું છે. દિલ્હીથી ટ્રેન દ્ધારા 1500 રૂપિયામાં પહોંચી શકાય છે. આપને અહીં ભલે ભાડું ઓછું લાગે પરંતુ અહીંની હોટલ ઘણી સસ્તી છે. અહીં આપને 500 રૂપિયા પ્રતિ નાઇટથી પણ ઓછામાં હોટલ મળી જશે. તો ખાવા-પીવાનો ખર્ચ વધુ નહીં થાય. કુદરતી સુંદરતાથી ભરપૂર આ વિસ્તારમાં ઘણાં ટૂરિસ્ટ અટ્રેક્શન છે.

5. ઋષિકેશ, ઉત્તરાખંડ:

ઋષિકેશ પોતાના રિવર રાફ્ટિંગ માટે જાણીતું છે. દિલ્હીથી ઋષિકેશ રિવર રાફ્ટિંગ માટે ઘણી કંપનીઓ ટૂર પેકેજ આપે છે જે 2-3 હજાર રૂપિયામાં બે દિવસ અને એક રાતનું હોય છે. જો આપ ટૂર પેકેજ વગર પણ જાઓ છો તો આપ આનાથી પણ ઓછા રૂપિયામાં ફરી શકો છો. દિલ્હીથી ઋષિકેશ સુધી બસનું ભાડું 200 રૂપિયાથી શરૂ થાય છે. તો નદી કિનારે ટેન્ટ હાઉસ આપને 500થી 1000 રૂપિયા પ્રતિ નાઇટના હિસાબે મળી જશે.

Courtesy: DivyaBhaskar

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!