42 રૂપિયાનું એક ફાર્મ, દરેક મહિને 5,000 રૂપિયા આપશે સરકાર, પૈસા સીધા જ તમારા એકાઉન્ટમાં…માહિતી વાંચો

0

જો તમે અસંગઠિત ક્ષેત્ર માં કાર્યરત હોવ તો તમને પણ તમારા ભવિષ્ય ને લઈને ચિંતાઓ થતી હશે. એવામાં વૃદ્ધાવસ્થા ની ચિંતાઓ ને ધ્યાન માં રાખીને કેન્દ્ર સરકાર ની અટલ પેંશન યોજના તમારો સહારો બની શકે તેમ છે.  ખાસ કરીને પ્રાઇવેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકો માટે આ એક ખુબ જ ખાસ યોજના છે. અટલ પેંશન યોજનામાં તમે ઓછા પૈસા જમા કરાવીને દરેક મહિને વધુ પેંશન ના હકદાર બની શકો છો, આ સીવાય અસામયિક મૃત્યુ ની દિશા માં પોતાના પરિવાર ને પણ ફાયદો અપાવી શકે છે. આજે અમે તમને આ જ બાબત વિશે ની જાણકારી આપીશું.

ક્યારે થયું લોન્ચ:આ યોજના 9 મૈં 2015 માં લોન્ચ કરવામાં આવેલી હતી. તમે બેન્ક થી ફોર્મ લઈને કે પછી વેબસાઈટ થી ફોર્મ ડાઉનલોડ કરીને આ યોજના નો લાભ ઉઠાવી શકો છો.શું હતો આ યોજના નો હેતુ: બુઢાપા માં વ્યક્તિ ને સહારો આપવાના હેતુથી આ એક ખાસ યોજના છે. આ પેંશન ફંડ ને ઈંશ્યોરેંશ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ચલાવે છે. તમે વૃદ્ધાવસ્થા ના દરમિયાન પોતાના સહારા માટે આ યોજના ની પસંદગી કરી શકે છે. શું છે યોજના નો ફાયદો: આ સંગઠિત કામ કરનારા 18 થી 40 વર્ષ ની ઉંમરના લોકો માટે છે. આ સુવિધા તે લોકો માટે છે જેઓ આવકવેરા ને ભરી નથી શકતા અને જેઓનું આઈપીએફ અને ઈપીએસ એકાઉન્ટ ખાતું ના હોય.

તેના ચાલતા તમે 60 વર્ષ ની ઉમર માં પેંશન ના હકદાર હશો. આ યોજનામાં 1000 રૂપિયા થી 5000 રૂપિયા સુધીનું પેંશન મળશે.જો તમે અટલ પેંશન યોજના ના અંતર્ગત 42 રૂપિયા માસિક ની રાશિ જમા કરાવો છો તો તમને 60 વર્ષ ની ઉંમર પછી 1000 રૂપિયા માસિક પેંશન મળશે. જયારે 210 રૂપિયા દરેક મહિના જમા કરાવનારા લોકોને 60 વર્ષ થવા પર 5000 રૂપિયા નું પેંશન મળશે. યોગદાન રાશિ બેન્ક એકાઉન્ટ થી ઓટો ડેબિટ થઇ જાશે. 31 માર્ચ 2016 સુધી જે પણ લોકો આ યોજના નો હિસ્સો બની ચુક્યા છે તેઓને પહેલા 5 વર્ષ માં જમા થનારી રકમ નું 50 ટકા યોગદાન સરકાર આપશે.

60 વર્ષ પછી જો એકાઉન્ટ હોલ્ડર ની મૃત્યુ થઇ જાય છે તો પેંશન ની રકમ તેઓના જીવનસાથી ને આપવામાં આવશે. જયારે જો કોઈ કારણસર પત્ની ની મૃત્યુ થઇ જાય તો નૉમીની ની બરાબર રકમ મળશે જો કે 1000 રૂપિયા પેંશન ના માટે 1 થી 7 લાખ અને 5000 રૂપિયા પેંશન માટે 5 થી 8 લાખ રૂપિયા હશે. જાણો કેટલા પેંશન માટે તમારે કેટલા રૂપિયા આપવાના રહેશે: આ યોજનાના ચાલતા તમે તમારી ઉંમર અને ઐચ્છિક પેંશન ના હિસાબ થી પ્રીમિયમ નું ભુગતાન કરી શકો છો. માની લો કે તમારી ઉંમર 18 વર્ષ છે અને તમે 60 વર્ષ ની ઉમર પછી 1000 રૂપિયા નું માસિક પેંશન ઈચ્છો છો તો તમારે તેના માટે માત્ર 42 રૂપિયા મહિનાના આપવાના રહેશે. જયારે તમારે 2000 રૂપિયા નું માસિક પેંશન માટે 84 અને 3000 રૂપિયા નું માસિક પેંશન માટે 126 રૂપિયા આપવાના રહેશે. પોતાની ઉમરના હિસાબથી જાણી લો કે તમારે કેટલી રકમ આપવાની રહેશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here