પિતાની જગ્યાએ 5 વર્ષનો શૌર્ય પોલીસ વિભાગમાં જોડાયો નોકરીએ, SPએ લગાવ્યો ગળે, ભરાઈ આવી માની આંખો

0

બલરામપુર-રામાનુજગંજ જિલ્લાના વાડ્રફનગર પોલીસ ચોકીમાં નિયુક્ત કોન્સ્ટેબલ અનૂપ કુમાર મિશ્રાના નિધનના 2 વર્ષ બાદ તેના 5 વર્ષીય દીકરા શૌર્યને અનુકંપા નિયુક્તિ આપવામાં આવી. આ દરેક માટે ખુશીની ક્ષણ હતી. નાનકડા શૌર્ય પોતાની મા-બહેન તથા અન્ય સંબંધીઓ સાથે બલરામપુર પોલીસ લાઈનમાં બાળ કોન્સ્ટેબલના રૂપમાં નોકરીએ જોડાયો.

નાના શૌર્યને નિયુક્ત કર્યા બાદ એસપી ટીઆર કોશીમાએ તેને ગળે લાગાવ્યો, ત્યારે દીકરાને પતિના સ્થાને નોકરીમાં જોઈને માતા રશ્મિ મિશ્રાની આંખો ભરાઈ આવી હતી.

અહીં નોંધનીય છે કે અલાહાબાદના બારા જિલ્લા અંતર્ગત ગામ કાંકી નિવાસી 29 વર્ષીય અનૂપ કુમાર મિશ્રા બલરામપુર-રામાનુજગંજ જિલ્લા બસંતપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલના પદ પર નિયુક્ત હતા. ડ્યુટી દરમ્યાન બલરામપુરમાં અચાનક તે બીમાર પડયા અને તેમને રાયપુરના મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

અહીં સારવાર દરમ્યાન 3 નવેમ્બર 2016ના રોજ તેમને અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસ વિભાગ દ્વારા મૃત્યુ પામેલ કોન્સ્ટેબલની જગ્યાએ તેના વારસને અનુકંપા નિયકતી આપવા માટે પરિજનો પાસેથી આવેદન મંગાવવામાં આવ્યું હતું. આ દરમ્યાન કોન્સ્ટેબલની પત્નીએ દીકરા શૌર્યને નોકરી આપવા માટે સહમતી આપી હતી.

માહિતી મુજબ, આ દરમ્યાન શૌર્યની ઉમર લગભગ 3 વર્ષ હતી. 1 ફેબ્રુઆરીએ શૌર્ય જ્યારે 5 વર્ષનો થયો ત્યારે તેને તેના પિતાના સ્થાને બાળ કોન્સ્ટેબલના રૂપમાં નોકરી આપવામાં આવી. શૌર્ય પોતાના પરિજન સાથે બલરામપુર પોલીસલાઇનમાં અનુકંપા નિયુક્તિ લેવા પહોંચ્યો હતો.

એસપીએ લગાવ્યો ગળે, ચોકીમાં આપી પદસ્થાપના 

નાનો શૌર્ય નોકરીએ જોડાતા જ એસપી ટીઆર કોશીમાએ તેને ગળે લગાવી લીધો. તેઓએ શૌર્યને વાડ્રફનગર પોલીસ ચોકીમાં પદસ્થાપના આપી. અહીં શૌર્યના દાદા રામનિવાસ મિશ્રા વાયરલેસ ઓપેરટરના રૂપમાં નિયુક્ત છે.

જણાવવામાં આવે છે કે નાના બાળ કોન્સ્ટેબલની નિયુક્તિ પોલીસલાઇનમાં થાય છે પરંતુ શૌર્યના ઉછેરને ધ્યાને રાખીને તેને ચોકીમાં પદસ્થ કરવામાં આવ્યો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here