5 રૂપિયામાં ઘરે જ બનાવો હર્બલ હેન્ડવોશ, 1 મહિના સુધી કરશે કામ….સસ્તામાં બની જશે

0

આજે અમે તમને એક એવી ટ્રીક કહેવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે ઘરે જ હર્બલ હેન્ડવોશ બનાવી શકો છો. તેના માટે તમારે માત્ર 5 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ હેન્ડવોશ પુરી રીતે હર્બલ અને કેમિકલ ફ્રી હશે. તેનાથી તમારા હાથ સોફ્ટ બની જાશે અને તેનાથી ભીની ભીની મહેક આવશે. ગરમીઓમાં પરસેવા ને લીધે વારંવાર હાથ ધોવાની જરૂર નહીં પડે. એવામાં આ સસ્તું હેન્ડવોશ તમારા માટે ખુબ જ કામ આવી શકે છે. તેના માટે તમારે આ ચીજો ની જરૂર પડશે. 5 રૂપિયાના અરીઠા, 4 થી 5 ગુલાબ ના ફૂલની પાંખડીઓ, 2 જાસુદ ના ફૂલ ની પાંખડીઓ, 2 ચમચી એલોવેરા જેલ, 2 ચમચી ગુલાબ જળ.સ્ટેપ-1: હેન્ડવોશ બનાવા માટેના એક દિવસ પહેલા અરીઠા ને રાતે પલાળીને રાખી દો. બીજા દિવસે તેના બીજ ને કાઢીને ટુકડા કરી લો. હવે તેને મિક્સર માં પીસી લો. એક સ્મૂથ પેસ્ટ તૈયાર થઇ જાશે. તેનો કલર સફેદ રહેશે.અરીઠા સાબુ ની જેમ જ કામ કરે છે.

સ્ટેપ-2: હવે આ પેસ્ટ માં 4 થી 5 ગુલાબ ની પાંખડીઓ, જાસુદ ના ફૂલની પાંખડીઓની સાથે 2 ચમચી ગુલાબ જળ અને 2 ચમચી એલોવેરા જેલ નાખીને એક વાર ફરીથી મિક્સ કરી લો. તેનો એકદમ સ્મૂથ પેસ્ટ બનશે. ગુલાબની પાંખડીઓ ને સુગંધ માટે નાખવામાં આવે છે. ગુલાબ ખુશ્બુ આપવાનું કામ કરશે અને જાસુદ કંડીશનર ના કામ માં આવશે.

સ્ટેપ-3: હેન્ડવોશ તૈયાર થઇ ચૂક્યું છે. હવે તેનો કલર હલ્કો એવો પિન્ક થઇ જાશે. તમે તેને બોટલમાં ભરીને યુઝ કરી શકો છો. અને જો તે વધારે ઘાટું લાગતું હોય તો તમે આ પેસ્ટમાં પાણી પણ મિલાવી શકો છો. આ કેમિકલ ફ્રી હર્બલ હેન્ડવોશ છે.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here